વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો. એક પરીક્ષા તો એવી છે કે 34 કલાક પરીક્ષા ચાલે છે.

(world top 5 hardest exam) વિશ્વની સૌથી અઘરી 5 પરીક્ષાઓ. લગભગ બધા જ દેશોમાં પોતાના દેશમાં ખાલી પડેલા સિવિલ સર્વિસ તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં ખાલી પડેલા પડેલી જગ્યાઓ માટે અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હોય છે. જેટલા જ હોદ્દા અધિકાર અને પગાર ધોરણ મોટા એટલી જ તે હોદ્દા માટે આપવામાં આવતી પરીક્ષાઓ કઠિન હોય છે. આ પરીક્ષા બધા દેશમાં અલગ અલગ સ્તરે પડકાર જનક હોય છે જેમ કે કોઈ દેશમાં વસ્તી ઓછી હોય અને જગ્યા વધારે હોય તો ત્યાં અઘરી ગણાતી પરીક્ષા પણ સરળતાથી પાસ કરી શકાય છે. પરંતુ વધારે વસ્તી ધરાવતા દેશમાં વધારે અરજદારોની સંખ્યા હોવાને લીધે અને ખાલી પડેલી જગ્યા મર્યાદિત હોવાથી સરળ પરીક્ષા પણ અઘરી સાબિત થાય છે. આપણે આ બ્લોગ આર્ટીકલમાં વિવિધ દેશોમાં લેવાતી અલગ અલગ પરીક્ષાઓની કઠિનતા અને મર્યાદા વિશે વાત કરી કરીશું.

વિશ્વની સૌથી અઘરી 5 પરીક્ષાઓ (world top 5 hardest exam) 

1.ગાઓકાઓ પરીક્ષા (GAOKAO EXAM)

ગાઓકાઓ ચાઇના ની સૌથી અઘરી ગણાતી એક પ્રવેશ પરીક્ષા છે. જે વિશ્વની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. પરીક્ષાની જટિલતા ને ધ્યાનમાં રાખીને ઘણી યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટી પણ ગાઓકાઓ પરીક્ષાના માર્કસને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપી રહ્યા છે. ગાઓકાઓ પરીક્ષા 18 વર્ષની વયે તેમ જ હાઈ સ્કૂલના ત્રીજા વર્ષ દરમિયાન પરીક્ષા આપી શકાય છે. આ પરીક્ષા ને પૂર્ણ કરતા એક દિવસ અને દસ કલાકનો સમય હોય છે.

આ પરીક્ષા એટલી બધી અઘરી છે કે પરીક્ષાથી, તેના માતા પિતા અને ટીચરને પણ એક મોટો માનસિક પડકાર છે. ચાઇના ની તમામ ગવર્મેન્ટ અને અગ્રણી પ્રાઇવેટ સંસ્થામાં પ્રવેશ માટે આ પરીક્ષાના માર્કસને પ્રાધાન્ય અપાય છે. પરીક્ષા ના લીધે ઘણા વિદ્યાર્થી આત્મહત્યા અને માનસિક તણાવના અનુભવો કરે છે. પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ગણિત. રસાયણ વિજ્ઞાન ,જીવ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, ચાઇના સાહિત્ય, ભૂગોળ અને ચાઇનાના રાજકારણ અંગેના સવાલો નો સામનો કરવો પડે છે. આ બધી માહિતી પરથી અંદાજ લગાવી શકાય છે કે ગાઓકાઓ પરીક્ષા વિશ્વની સૌથી પડકારજનક પરીક્ષા માંથી એક છે.

દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય. આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

2. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CIVIL SERVICE EXAM)

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભારતમાં સિવિલ પરીક્ષાનું આયોજન કરે છે આ પરીક્ષા દ્વારા કમિશન ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય વહીવટ સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), તેમજ અન્ય ભારતીય નાગરિક સેવાના ઉચ્ચ હોદ્દા માટે શ્રેષ્ઠ અરજદારોની પસંદગી કરે છે. 2023 માં 13 લાખ કરતા વધુ અરજદારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દ્વારા દર વર્ષે બધી સેવાઓની ખાલી જગ્યા ને જોડતા 1000 કુલ ખાલી જગ્યાઓ હોય છે જેની ભરતી કરવામાં આવે છે. તેના માટે દર વર્ષે 10 લાખ કરતા વધુ અરજદારો દર વર્ષે પરીક્ષા આપે છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે પરીક્ષાનું પરિણામ 0.50% પણ ઓછું હોય છે. પરિણામ પરથી માલુમ પડે છે કે પરીક્ષા અરજદારો માટે કેટલી પડકારરૂપ છે.

આ પરીક્ષા ત્રણ અલગ અલગ ભાગમાં લેવામાં આવે છે 1.પ્રિલિમ્સ 2. મેઇન્સ 3. ઇન્ટરવ્યૂ. આ ત્રણે પરીક્ષાના માર્કના આધારે અરજદાર પાંચ કે નાપાસ તે નક્કી થાય છ. આ પરીક્ષા માં બેસવા માટે ઓછામાં ઓછું 21 વર્ષની આયુષ સાથે કોઈ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. કે આ પરીક્ષા પાસ કરવા માટે અરજદાર પાસે બધી જ ફિલ્મનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે કેમ કે કરંટ અફેર, , સાહિત્ય, ભૂગોળ, વિજ્ઞાન રાજકીય નોલેજ, જીવ વિજ્ઞાન, ગણિત સમાજ તેમજ આંતરરાષ્ટ્રીય નોલેજ.

યુ પી એસ સી પરીક્ષાના અરજદારો જો સાચા દિલથી મહેનત કરે છે તો કદાચ પાસ થાય કે નાપાસ થાય પરંતુ આ પરીક્ષા ના વિષયો દ્વારા અરજદાર એટલો પરફેક્ટ બની જાય છે કે એ કોઈ પણ ફિલ્ડમાં જાય ત્યાં બેસ્ટ સાબિત થાય છે. એટલા માટે જ ઘણી મોટી પ્રાઇવેટ કંપનીઓ યુપીએસસી માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તેમજ સેવામાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓને પણ મોટા પદ સંભાળવા માટે પસંદગી કરે છે.

દુનિયાના 10 સૌથી મોટા શહેરો. અમુક શહેરો તો ભારત ના રાજ્ય થી પણ મોટા છે. જાણો ભારતના કેટલા શહેર ટોપ 10 શહેરોની યાદીમાં આવે છે આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

3.IIT- JEE પ્રવેશ પરીક્ષા 

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ના એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં એડમિશન લેવા માટે JEE પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે. મળતી માહિતી અનુસાર 2023 માં 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું રિઝલ્ટ 1% કરતાં પણ ઓછું હોય છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સિમેન્સ સ્કોલરશીપ નો લાભ પણ મળે છે. જે તેમને આર્થિક રીતે ઘણું જ ફાયદો કરે છે.

IIT-JEE મેઇન્સ પરીક્ષા ત્રણ કલાક 30 મિનિટના સમયગાળામાં પૂર્ણ કરવાની હોય છે જેમાં ત્રણ અલગ અલગ વિષય હોય છે જેવા કે એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર અને પ્લાનિંગ. JEE- એડવાન્સ પરીક્ષાના સમય મર્યાદા ત્રણ કલાકની હોય છે. આ પરીક્ષા ના રિઝલ્ટ ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે પરીક્ષા વિદ્યાર્થીઓ માટે કેટલી પડકાર જનક સાબિત થાય છે. પરંતુ જેટલી પરીક્ષા અઘરી છે એટલું જ આઇઆઇટી પાસ કર્યા પછી તેનું સેલેરી પેકેજ પણ મોટું છે. પરીક્ષા પાસ કર્યા બાદ મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાની ખાલી પડેલી જગ્યાઓ માટે સામેથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કરવા માટે આવે છે. આ પ્લેસમેન્ટમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું પ્રતિ વર્ષ 20 લાખથી પેકેજ શરૂ થાય છે. લગભગ ઇન્ડિયામાં સફળ સ્ટાર્ટઅપ ના માલિકો આઇઆઇટી કરેલા છે જેવા કે ફોર્મર flipkart ના માલિક સચિન બંસલ , Paytm ના માલિક વિજય શેખર, ઝોમાટો ના માલિક દીપેન્દ્ર ગોયલ પણ આઇઆઇટી કરેલું છે.આ ઉપરાંત google ના સીઇઓ સુંદર પિચાઈ પણ આઇઆઇટી મદ્રાસ માંથી પાસ થયેલ એન્જિનિયર છે.

4.મેન્સા (MENSA)

મેન્સા ગ્રુપ વિશ્વનું સૌથી જૂની પરીક્ષા કમિટી છે. આ કમિટી દ્વારા માણસની જ આઈક્યુ લેવલનું માપદંડ નિર્ધારિત કરવામાં આવે છે. મેન્સા ગ્રુપના સભ્યોનું આઈક્યુ લેવલ 98% વધારે હોય છે. જે તેમને વિશ્વના ટોચના 2%બુદ્ધિજીવી માણસોની યાદીમાં સામેલ કરે છે. આ કમિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે આ ગ્રુપના સભ્યો દ્વારા વ્યક્તિ નું બુદ્ધિ મૂલ્યાંકન વિવિધ સ્તરો ના આધારે કરવામાં આવે છે. વ્યક્તિના વિચાર, તર્ક, અને સમસ્યા નું નિરાકરણ કરવાની શક્તિ દ્વારા બુદ્ધિ નું માપદંડ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે મેન્સા ના સભ્યોની યાદીમાં 2 વર્ષથી 100 વર્ષના વ્યક્તિઓ પણ સામેલ છે. હાલમાં 100 દેશોમાં 1,45,000 કરતા વધુ સભ્યો મેન્સા માં સામેલ છે. જેનું આઈકયું લેવલ 98% વધુ છે.

5.GRE પરીક્ષા

આ પરીક્ષા પણ વિશ્વની સૌથી પડકાર જનક પરીક્ષામાં ની એક છે. આ પરીક્ષા અમેરિકામાં લગભગ બધી જ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે. ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ જો કોઈ વિદ્યાર્થીને માસ્ટર્સ ડિગ્રી માટે અથવા પીએસડી માટે અમેરિકા જવું હોય તો તેના માટે આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ અગત્યની છે. જીઆરઈ પરીક્ષા ઘણા બધા દેશના અમેરિકા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે અને માસ્ટર્સ ડિગ્રી માટેની ખાલી જગ્યાઓ મર્યાદિત હોવાથી અને પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે હોવાથી આ પરીક્ષા પણ ખૂબ જ અઘરી સાબિત થાય છે.

ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર, છોડ દીઠ 10,000 મેળવો. અહીં જાણો કેવી રીતે આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો