10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023

10TH PASS GOVERMENTS JOBS, 10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક:

તમે દસ પાંચ છો અને તમારે નોકરીની શોધ છે તો અમે તમારા માટે એક સારી ખબર લઈને આવ્યા છીએ. કારણકે હાલમાં 10 પાસ માટે સરકારી નોકરી મેળવવાનો એક સારી એવી તક આવી ગઈ છે. તેના માટે મહત્વની તારીખ, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટેની જરૂરી ઓફિસિયલ વેબસાઈટ વિશે આ આર્ટિકલમાં માહિતી મેળવીશું.

નોકરી આપતી સંસ્થાનું નામ સ્ટાફ SSC MTS (સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી તાસ્ટીંગ સ્ટાફ)
પોસ્ટ અથવા હોદ્દો નું નામ 1.મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, 2. હવાલદાર
નોકરીનું સ્થળ ભારતના કોઈપણ રાજ્યમાં
કઈ તારીખે નોકરીની જાહેરાત થઈ 2, જૂન, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14, જુલાઈ, 2023
ઓફિશિયલ વેબસાઈટની લીંક https://ssc.nic.in/
ફોર્મ ભરવાની લીંક  https://ssc.nic.in/Registration/Home

1. હોદ્દા (પોસ્ટ) નું નામ

નોકરી બહાર પાડતી સંસ્થા એસએસસી એમટીએસ ના પ્રેસ રિલીઝ અથવા નોટિફિકેશન માં જણાવ્યા મુજબ મલ્ટી ટાસ્કીંગ અને હવાલદારની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

2. આ નોકરી માટે વિવિધ મહત્વની તારીખો

આ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદાર માટેની નોકરી માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બે જુન 2023 ના રોજ જાહેરાત કરવામાં આવી છે આ નોકરી માટે ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 14 જૂન 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2023 છે આ તારીખ બાદ ફોર્મ ભરી નહીં શકાય.

3. આ નોકરી માટે કેટલી ખાલી જગ્યા છે?

SSC MTS ની આ  નોકરી માટેની જાહેરાત મુજબ આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 12543 છે. તેમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની 11,994 તથા હવાલદારની 529 ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે.

4. લાયકાત અને માપદંડ

સ્ટાફ સિલેક્શન કમિશન ની આ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદાર માટે ની ખાલી જગ્યા માં ફોર્મ ભરવા માટે અરજદારે ઓછામાં ઓછું 10 પાસ તેમજ તેની સમકક્ષ ધોરણ પાસ  કરેલું હોવું જરૂરી છે. આ ખાલી પડેલી જગ્યા ની લાયકાત માટે એકવાર નીચે આપેલી ઓફિસિયલ વેબસાઈટ માં આપેલી જાહેરાત જરૂર વાંચી લેવી.

5. પગાર ધોરણ અથવા સેલેરી (મહેનતાણું) 

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચૂકવામાં આવશે તેની વિવિધ માહિતી નીચેના ટેબલમાં દર્શાવેલી છે.

હોદ્દા (પોસ્ટ) નું નામ

પગાર ધોરણ અથવા સેલેરી

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ  18000 થી 22000
હવાલદાર 18000 થી 22000

6. નોકરી માટેની પસંદગી પ્રક્રિયા

કોઈપણ સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવા માટે પસંદગી પ્રક્રિયા અનિવાર્ય હોય છે. બધી નોકરી આપતી સંસ્થા દ્વારા અલગ અલગ રીતે પસંદગી પ્રક્રિયા કરવામાં આવે છે. તેવી જ રીતે આ નોકરી માટે પણ એક પસંદગી પ્રક્રિયા નોકરી આપતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબની છે.

1. લેખિત પરીક્ષા

2. શારીરિક પરીક્ષા

3. અરજદારના વિવિધ આપેલા ડોક્યુમેન્ટની ચકાસણી

4. મેડિકલ ચકાસણી

7. આ નોકરી માટે અરજી કઈ રીતના કરવી?

  1. આ બાજુમાં આપેલી વેબસાઈટની લીંક ની મદદથી જાહેરાતને જુઓ અને જ ચકાસણી કરો કે અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે જુઓ. https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_mts_18012023.pdf
  2. જો યોગ્ય છો તો નોકરી આપતી સંસ્થા એસએસબી ની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો. આ વેબસાઈટ પર જમણી બાજુના ભાગમાં દર્શાવેલ ” Register Now” ના બટન પર ક્લિક કરવું.
  3. Register Now” ના બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ઓપન થશે આ ફોર્મમાં દર્શાવેલી વિગત તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમારું ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ થશે.
  4. ત્યારબાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરવાનું રહેશે.
  5. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે દર્શાવેલ”APPLY” ના બટન ઉપર ક્લિક કરો.
  6. ત્યારબાદ તમારે ફોર્મ ભરવાની ફી તરીકે ઓનલાઇન ની ચૂકવણી કરવાની છે.
  7. ફી ભરાયા બાદ ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવાની છે એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

8. સંસ્થા દ્વારા બહાર પાડેલી નોકરીની જાહેરાત ડાઉનલોડ કરો

ક્લિક કરો Official press release of SSC  

9. આ નોકરી ની ભરતી માટે વિવિધ જરૂરી વેબસાઈટ લીંક

1. સંસ્થા દ્વારા બહાર પાડેલી નોકરીની જાહેરાત માટે ક્લિક કરો
2. આ ભરતી ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

જરૂરી નોંધ

આ ભરતી ની અરજી કરતા પહેલા ભરતી બહાર પાડતી સંસ્થા ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર વિઝીટ કરીને તમામ માહિતી એક વાર ચકાસી લેવી. આ આર્ટિકલ દ્વારા અમારો ઉદ્દેશ્ય સત્તાવાર વેબસાઈટ ની માહિતી તમારા સુધી પહોંચાડવાનો છે બની શકે છે કે આર્ટિકલ લખાયા બાદ સંસ્થા દ્વારા ભરતી માટે કોઈ બદલાવ પણ કરી શકે છે માટે આર્ટીકલ માં આપેલી નોકરી બહાર પાડતી સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ જરૂર ચેક કરી લેવી.