12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023

ભારતીય વાયુસેના ભરતી

ભારતીય વાયુસેના (IAF) દ્વારા તાજેતરના દિવસોમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અગ્નિવીર વાયુ ઇંટેક્ 01/2024 માટે કરવામાં આવી રહી છે. જેમાં અરજી કરવા માટે અપરણિત ભારતીય પુરુષ અને મહિલા યોગ્યતા ધરાવે છે. આ માટે ભારતીય વાયુ સેના નોકરી ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવી રહ્યા છે. આ લેખ દ્વારા આપણે આ ભરતીની મહત્વપૂર્ણ તારીખો, યોગ્યતા, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, તેમજ કેવી રીતે અરજી કરવી તે તમામ માહિતી આપણે મેળવીશું.

આ આર્ટીકલ ના લેખક દ્વારા દરેક વ્યક્તિને વિનંતી કરવામાં આવે છે કે આલેખ ને તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી સર્કલ અથવા તમારા સાથે કામ કરતા મિત્ર વર્તુળમાં શેર કરવા વિનંતી. કારણ કે તમારા એક શેર થી નોકરી ઈચ્છતા વ્યક્તિની આખી જિંદગી બદલી શકે છે. તો ચાલો આ ભરતી વિશેની તમામ જરૂરી માહિતી મેળવવી.

ભરતી કરતી સંસ્થા ભારતીય વાયુસેના (IAF)
ભરતી જાહેરાત સૂચના નંબર 01/2024
જોબ સ્થાન ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરી નો પ્રકાર સંરક્ષણ નોકરી

ભારતીય વાયુસેના ભરતીની મહત્વપૂર્ણ તારીખો

ભારતીય વાયુસેનામાં અરજી કરવાની શરૂઆત ની તારીખ 27-7-2023 છે. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 17-8-2023 છે.

ભારતીય વાયુસેના ભરતી ની ઉંમર મર્યાદા

નોકરી ઈચ્છુક વ્યક્તિની ઓછામાં ઓછી 17.5 વર્ષ હોવી જરૂરી છે તેમજ નોકરી ઈચ્છુક વ્યક્તિની મહત્તમ ઉંમર 21 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ભારતીય વાયુસેનાની આ ભરતીની અરજી માટેની ફી

ભારતીય વાયુસેનાની આ ભરતીની અરજી માટેની ફી 250 રૂપિયા ઓનલાઇન ચુકવણી થઈ થઈ શકશે.

ભારતીય વાયુ સેનાની આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત

વિજ્ઞાન વિષયો

આ ભરતીમાં નોકરી ઈચ્છુક અરજદારે કોઈપણ સરકાર માન્ય શિક્ષણ બોર્ડ માંથી ગણિત ફિઝિક્સ અને અંગ્રેજી સાથે ધોરણ 10+2 અથવા મધ્યવર્તી સમકક્ષ પરીક્ષા, સરેરાશ ઓછામાં ઓછા 50% અને અંગ્રેજીમાં 50% માર્ક સાથે પાસ કરેલી હોવી જરૂરી છે. અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ માં કુલ 50% ગુણ અને અંગ્રેજીમાં 50% ગુણ સાથે સરકાર માન્ય પોલિટેકનિક કોલેજ માંથી એન્જિનિયરિંગ જેમકે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માંથી કોઈપણ એક કોર્સમાં ત્રણ વર્ષ નો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ પાસ આઉટ કરેલો હોવો જરૂરી છે. અથવા નોન વોકેશનલ વિષય જેવા કે બે વર્ષ નો વ્યવસાયિક અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ કોઈપણ રાજ્યના શિક્ષણ બોર્ડમાંથી ભૌતિક શાસ્ત્ર અને ગણિતમાં કુલ 50% માર્ક અને વ્યવસાયિક અભ્યાસક્રમ ના અંગ્રેજી વિષયમાં 50% માર્ક હોવા જરૂરી છે.

વિજ્ઞાન વિષયો સિવાય

કેન્દ્રીય અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ માન્ય કોઈપણ માધ્યમ માં મધ્યવર્તી અથવા 10+2 અથવા સંમકક્ષ પરીક્ષા સરેરાશ 50 ટકા માર્ક સાથે પાસ કરેલ હોવી જરૂરી છે. અથવા રાજ્યના શૈક્ષણિક બોર્ડ માંથી બે વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્રમ ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે તેમજ વ્યવસાયિક અભ્યાસક્રમમાં અંગ્રેજીમાં 50% માર્ક સાથે અથવા ઇન્ટરમિડીયેટ મેટ્રિક્યુલેશનમાં પાસ કરેલું હોવું જોઈએ.

ભારતીય વાયુસેના ભરતી ની પસંદગી પ્રક્રિયા 

કોઈપણ સરકારી કે પ્રાઇવેટ સંસ્થા માં ઉમેદવારની નોકરી પહેલા સંસ્થાના પસંદગી પ્રક્રિયા ના માળખા પ્રમાણે ઉમેદવારની યોગ્યતા નક્કી કરવામાં આવે છે. જે દરેક સંસ્થા મુજબ અલગ અલગ હોય છે. આ ભારતીય વાયુ સેનાની ભરતી માટે પણ નીચે મુજબની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

લેખિત કસોટી
શારીરિક કસોટી
મેડિકલ ચેકઅપ
ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો ની ચકાસણી

ભારતીય વાયુસેના ભરતી પગાર ધોરણ

વર્ષ માસિક પગાર લેસ થઈને કેટલા હાથમાં આવશે
પહેલું વર્ષ ₹30,000 ₹21,000
બીજું વર્ષ ₹33,000 ₹23,100
ત્રીજું વર્ષ ₹36,500 ₹25,550
ચોથુ વર્ષ ₹40,000 ₹28,000

 

દર મહિને તમારા પગારમાંથી જે રૂપિયા લેસ થયા છે તે અગ્નિવીર કોપર્સ ફંડમાં જમા થાય છે અને ચાર વરસના સમયગાળા સમય ગાળા બાદ જ્યારે નોકરી પૂર્ણ થાય છે ત્યારે જમા થયેલી રાશી તેમજ એટલી જ બીજી રાશિ સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે જમા થયેલી જે રાશિ છે તેના ડબલ રૂપિયા ચાર વર્ષના સમયગાળા બાદ મળે છે

ભારતીય વાયુ સેનાની આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

નોકરી ઈચ્છુક ઉમેદવારો સૌપ્રથમ નીચે દર્શાવેલી વેબસાઈટ લીંક પરથી ભારતીય વાયુસેનાની ભરતી ની જાહેરાત ડાઉનલોડ કરી અને ચેક કરી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં જો તમે યોગ્ય છો તો નીચે દર્શાવેલી અરજી કરવા માટેની લિંક ક્લિક કરીને આગળની ઓનલાઇન કાર્યવાહી કરો.

આ ભરતીની જરૂરી વેબસાઈટ લીંક

ભરતી ની ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
વાયુ સેના દ્વારા જાહેર કરાયેલી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ભરતીમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

 

આ લેખ વિશે પણ વાંચો
7 પાસ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી, પગાર 1 લાખ રૂપિયા
12 ધોરણ પાંચ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક