PM Surya Ghar yojana: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, મેળવો 300 unit મફત વીજળી

પીએમ સૂર્ય ઘર યોજના (PM SURYA GHAR YOJANA): આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરી 2024 ના રોજ સરકારે 75,021 કરોડ ના બજેટ થી હતી ઘોષણા કરવામાં આવી હતી. આ પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા ભારતના એક કરોડ પરિવારને 300 unit મફત વીજળી પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત 10 માર્ચ 2025 સુધીમાં ભારત ભરમાં 10.09 લાખ પરિવારોના ઘરે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ રીન્યુએબલ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી એ તેમના X સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમને એ પણ જણાવ્યું છે કે ભારતે સોલાર ઉર્જા ના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેમજ આ યોજના અંતર્ગત દસ લાખ પરિવારો સોલાર પ્લાન્ટથી સશક્ત બન્યા છે.

તો ચાલો મિત્રો આપણે આ આર્ટિકલમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશેની સંપૂર્ણ માહિતી જેમકે અરજીની પ્રક્રિયા, સબસીડી, પાત્રતા અને આ અરજી માટે ક્યાં એપ્લાય કરવું તે વિશેની સમગ્ર માહિતી આપણે આ આર્ટિકલમાં મેળવીશું, તો કૃપા કરીને આ આર્ટિકલ અંત સુધી વાંચવા વિનંતી.

પીએમ સૂર્ય ઘર યોજના (PM SURYA GHAR YOJANA)

યોજનાનું નામ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના
લાભાર્થી ગરીબ અને મધ્યમ વર્ગના ભારતીય પરિવાર
સહાય વીજળી યુનિટ માસિક 300 unit
અરજીનો પ્રકાર ઓનલાઇન
અધિકૃત વેબસાઈટ https://solarrooftop.pmsuryaghar.gov.in/
સત્તાવાર વિભાગ Ministry of new and renewable energy

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના નો ઉદ્દેશ

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાનો સરકારશ્રીનો પ્રથમ ઉદ્દેશ્ય લોકોના વધતા જતા વીજળી બિલમાંથી રાહત આપવાનો તેમજ રીન્યુએબલ સૂર્ય ઉર્જા ને પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજના માટે ભારતના એક કરોડ પરિવાર માટે આ યોજનાના બજેટ અંતર્ગત 75,000 કરોડ રૂપિયાનું બજેટ ની જોગવાઈ કરવામાં આવી છે.તેમજ ગામડાના અમુક વિસ્તારોમાં જ્યાં હજી સુધી વીજળી પહોંચી નથી ત્યાં આ યોજના દ્વારા સોલાર પ્લાન્ટ લગાવીને સરકારશ્રીનો ઉદ્દેશ્ય વીજળી પહોંચાડવાનો છે.

પીએમ સૂર્ય ઘર યોજના ની સબસીડી રકમ

માસિક યુનિટ વપરાશ સોલાર પેનલ ક્ષમતા મળવાપાત્ર સબસીડી રકમ
0-150 unit 1-2 કિલો વોટ ₹30,000
150-300 unit 2-3 કિલો વોટ ₹60,000
300 unit 3 કિલો વોટ ₹78,000

પીએમ સૂર્યઘર યોજના ની પાત્રતા (Eligibilities for Pm Surya ghar yojana)

આ યોજનામાં સોલાર પેનલ પ્લાન્ટ લગાવવા માટે મળતી સહાય મેળવવા માટે આ યોજનામાં નીચે મુજબની પાત્રતા હોવી ફરજીયાત છે.

  1. આ યોજના અરજી કરવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  2. અરજદારની વાર્ષિક આવક 1.5 લાખ થી ઓછી હોવી જરૂરી છે.
  3. અરજદાર ગરીબ રેખા એટલે કે બીપીએલ કાર્ડ ધારક નીચે હોવો જરૂરી છે.
  4. અરજદાર કોઈ પણ સરકારી નોકરી કે રાજકીય પદ પર કાર્યરત ન હોવો જોઈએ.
  5. અરજદાર પાસે પોતાની માલિકી નું ઘર હોવું જરૂરી છે.
  6. અરજદાર કોઈપણ રીતે ઇન્કમટેક્સના ટેક્સ સ્લેબ માં ટેક્સ ભરવાના સ્લેબમાં ન હોવો જરૂરી છે.

પીએમ સૂર્યઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ

સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી આ pm સૂર્ય ઘર યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. નીચે જણાવેલા દસ્તાવેજો હશે તો જ તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકશો.

  1. આધાર કાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણનો પુરાવો
  4. બીપીએલ કાર્ડ
  5. આવકનું પ્રમાણપત્ર
  6. બેંક ખાતાની પાસબુક સ્ટેટમેન્ટ સાથે
  7. છેલ્લું લાઈટ બિલ
  8. અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પીએમ સૂર્ય ઘર યોજના ઓનલાઈન અરજી

પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત સોલાર પેનલના પ્લાન્ટમાં મળતી સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. અરજી કરવા માટે તમારે આ યોજના અંતર્ગતની અધિકૃત સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરવું પડશે. તો ચાલો આ યોજનામાં અરજી કરવા માટેની અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું. અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  1. અરજી કરવા માટે સૌપ્રથમ આ યોજના અંતર્ગતની અધિકૃત વેબસાઈટ અથવા સત્તાવાર વેબસાઈટ https://solarrooftop.pmsuryaghar.gov.in/  તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
  2. આ વેબસાઈટનું હોમ પેજ ઓપન થયા બાદ તેમાં APPLY FOR ROOFTOP SOLAR ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે તમારી સામે એક માહિતી નાખવા માટે નું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં માંગેલી તમામ માહિતી ધ્યાનથી દાખલ કરો. જેમ કે તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર
  4. આ બધી માહિતી દાખલ કર્યા બાદ ફરી એકવાર ચકાસી લો.. જો માહિતી સાચી છે તો સબમિટ બટન પર ક્લિક કરીને આગળ વધો.
  5. ત્યારબાદ તમારી સામે જરૂરી ડોક્યુમેન્ટ ના ઈમેજ અપલોડ કરવાના રહેશે. માંગેલા તમામ ડોક્યુમેન્ટો અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  6.  જો તમારી માહિતી અમને ડોક્યુમેન્ટ બરાબર રીતે અપલોડ કરેલા હશે તો તમારી પાસે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જે સાચવીને રાખો. અહીં તમારી ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
whatsapp ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો
facebook પેજ લાઈક કરવા અહીં ક્લિક કરો
અમારું instagram ફોલો કરવા અહીં ક્લિક કરો