SBI ઈ મુદ્રા લોન ભારતીય નાગરિક માટે મેળવવી ખૂબ જ સરળ છે. જો તમારે પણ SBI બેંકમાં કોઈપણ પ્રકારનું એમ કે સેવિંગ કરંટ ખાતું છે તો PM ઈ મુદ્રા લોન હેઠળ સરળતાથી લોન મેળવી શકો છો. આ માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જરૂરી છે. તેમજ અરજી કરનારનો સિવિલ સ્કોર પણ યોગ્ય હોવો જરૂરી છે. તો જ તમને PM ઈ મુદ્રા લોન હેઠળ આ લોન મળી શકે છે.આ સિવાય કોઈપણ બેંક અથવા નોન બેન્કિંગ નાણાકીય ઓર્ગેન ઓર્ગેનાઈઝેશન પણ ઈ મુદ્રા લોન અરજદારને આપી શકે છે. જો તમારી sbi માંથી ઈ મુદ્રા લોન કરાવી હોય તો sbi માં તમારું એકાઉન્ટ હોવું ફરજિયાત છે.
SBI ઈ મુદ્રા લોન વિશે આ પોસ્ટમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું. sbi માં ની મુદ્રા લોન માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, સત્તાવાર માહિતી, તેમજ આ લોન ના હેલ્પલાઇન પોર્ટલ વિશેની વગેરે માહિતી મેળવીશું.
SBI ઈ મુદ્રા લોન
ભારત સરકાર દ્વારા માઈક્રો યુનિટ એટલે કે લઘુ ઉદ્યોગ ને વધુ વિકસિત કરવા માટે આર લોન ની જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા અરજદારો માટે આ લોન નું ધિરાણ વધુ સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે 27 સરકારી બેન્ક 17 ખાનગી બેંક 27 ગ્રામીણ બેંક અને 25 માઇક્રો ફાઇનાન્સ કંપની સાથે ભાગીદારી કરી છે. જેથી કોઈપણ લઘુ ઉદ્યોગ ગામડા કે શહેરમાં કોઈપણ નજીકની સરકાર દ્વારા નિર્ધારિત કરેલી બેંકમાંથી સરળતાથી લોન મેળવી શકે અને તેમના ઉદ્યોગને વિકાસની એક નવી દિશા આપી શકે.
SBI ઈ મુદ્રા લોન ની વિશેષતાઓ
લોનની ચુકવણી માટે 60 મહિનાનો ઋણ મુક્તિ સમયગાળો નક્કી કર્યો છે.
લોન મેળવનાર અરજદારને Mudra RUPAY કાર્ડ પણ પ્રદાન કરવામાં આવશે
ઈ મુદ્રા લોન નો પ્રોસેસિંગ ખર્ચ અન્ય લોન કરતાં ખૂબ જ નજીવો છે. જે 0.50% પ્લસ ટેક્સ છે. શિશુ અને તરુણવસ્થા ધરાવતા અરજદારો માટે બિલકુલ નિશુલ્ક છે.
ઈ મુદ્રા લોન પ્રોગ્રામ લઘુ ઉદ્યોગકારોને સરળતા થી નાણા મેળવવા મદદ કરે છે.
Sbi ઈ મુદ્રા લોનનું વ્યાજદર One-Year MCLR+2.75% છે.
SBI ઈ મુદ્રા લોન હેઠળ મળતી રકમ
શિશુ અરજદાર વધુમાં વધુ 50000 રૂપિયા સુધીની લોન
કિશોર અરજદાર ઓછામાં ઓછી 50000 અને વધુમાં વધુ 5,00,000 લાખ સુધીની લોન
કિશોર અરજદાર ઓછામાં ઓછી 5,00,000 અને વધુમાં વધુ 10 લાખ સુધીની લોન મેળવી શકે છે.
- Google pay પર્સનલ લોન: તુરંત મેળવો 10,000 થી 10 લાખની પર્સનલ લોન, અહીં કરો ઓનલાઇન અરજી
SBI ઈ મુદ્રા લોન ની પાત્રતા
ઈ મુદ્રા લોન નવો ધંધો શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકો માટે તેમની કંપનીની કામગીરીને વિસ્તારવા માટે અને વિકાસ કરવા માટે લોન આપે છે.
- નાના ઉત્પાદન એકમો
- સેવા ક્ષેત્રના એકમો
- દુકાન માલિકો
- ઉત્પાદન વિક્રેતાઓ
- ટ્રક ડ્રાઈવરો
- ફૂડ સર્વિસ ઓપરેટરો
- સમારકામની દુકાનો
- મશીન ઓપરેટરો
- નાના ઉદ્યોગો
- કારીગરો
- ફૂડ પ્રોસેસર્સ
આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા કોઈપણ ભારતીય નાગરિક ઈ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.
sbi ઈ મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો
શિશુ મુદ્રા લોન માટે દસ્તાવેજો
- જીએસટી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
- ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ
- sbi એકાઉન્ટ
- શોપ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ
કિશોર અને તરુણ મુદ્રા લોન માટે દસ્તાવેજો
- અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિનાના)
- સાધન અથવા મશીન ખરીદી કરવા માટેના કોટેશન
- સંસ્થાનો પુરાવો
SBI ઈ મુદ્રા લોન માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
જો તમે SBI બેંકમાંથી લોન મેળવવા માંગતા હોય તો નીચે મુજબના ઓનલાઈન પ્રક્રિયા કરવાના પગલાનું પાલન કરો.
1. sbi ઈ મુદ્રા લોન પોર્ટલ પર વિઝીટ કરો અને ઈ મુદ્રા નો વિકલ્પ સિલેક્ટ કરીને આગળ વધો.
2. ત્યારબાદ તમારે તમારો કાર્યરત મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તમારા sbi એકાઉન્ટનો એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે.
3. ત્યારબાદ તમારે જેટલા રૂપિયાની લોન ની જરૂર છે. તે માંગેલી જગ્યામાં આંકડા સ્વરૂપે દાખલ કરો. ત્યારબાદ Next પર ક્લિક કરો.
4. ત્યારબાદ તમારી સમક્ષ ડિજિટલ સાઇન કરવા માટેનો ઓપ્શન ઓપન થશે. જે તમે આધાર કાર્ડ નંબર દાખલ કરીને કરી શકો છો. ત્યારબાદ તમારામાં એક ઓટીપી આવશે જે દાખલ કરો. ત્યારબાદ તમારી સમક્ષ એપ્લિકેશન નંબર જનરેટ થશે જે સાચવીને રાખો.
5. અહીં તમારી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
SBI ઇ મુદ્રા લોન હેલ્પલાઇન નંબર
- 1800 1234
- 1800 11 2211
- 1800 425 3800
- 1800 2100
- 080-26599990
- Email – ceo@mudra.org.in
જો તમારે કોઈપણ પ્રકારની એ મુદ્રા લોન ને લગતી માહિતી અથવા કોઈપણ અરજી પ્રક્રિયા વિશે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ઉપર દર્શાવેલા નંબરમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો.
અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અમારું instagram પેજ ફોલો કરો | અહીં ક્લિક કરો |
અમારું facebook પેજ લાઈક કરો | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) SBI ઈ મુદ્રા લોન માટે
1. શું ગામડા વિસ્તારના ઉદ્યોગસાહસિક ઈ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે?
જવાબ: હા, ઈ મુદ્રા લોન ગામડા તેમજ શહેરના ઉદ્યોગ સાહસિક અરજી કરી શકે છે.
2. ઈ મુદ્રા લોન હેઠળ વધુમાં વધુ કેટલી લોન માટે અરજી કરી શકાય છે?
જવાબ: ઈ મુદ્રા લોન હેઠળ વધુમાં વધુ 10 લાખની લોન મેળવી શકાય છે.