12 ધોરણ પાસ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક. 759 ખાલી જગ્યા પગાર ધોરણ 63200 EMRS recruitment 2023

12th pass sarkari naukri, EMRS Recruitment 2023: જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કે કોઈ મિત્ર એક સારી એવી સરકારી નોકરી ની શોધમાં છે. તો તમારા માટે આ એક ઉત્તમ સરકારી નોકરી મેળવવાની તક છે. કારણ કે ધોરણ 12 પાસ સાથે 759 ખાલી જગ્યા તેમજ પગાર ધોરણ પણ 63,200 સુધીનું છે સાથે સાથે સરકારી નોકરી તો ખરી જ.

આજના આ હરિફાઈ અને મોંઘવારીના યુગમાં ઘણા યુવાનો સારી નોકરીની શોધમાં છે પરંતુ લગભગ મોટાભાગના યુવાનો સરકારી નોકરી મેળવી શકતા નથી. તેના માટે આ આર્ટિકલ લેખક દ્વારા તમને એક વિનંતી કરવામાં આવે છે કે આ આર્ટિકલ વધુમાં વધુ લોકો સાથે whatsapp થી શેર કરવા વિનંતી કારણ કે તમારું એક શેર એક યુવાનની જિંદગી બદલી શકે છે. પોસ્ટનું નામ ખાલી જગ્યા પગાર ધોરણ લાયકાત પસંદગી પ્રક્રિયા તેમજ આ ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી આ બધી માહિતી આપણે આ આર્ટીકલ દ્વારા જાણીશું.

પોસ્ટનું નામ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (ક્લાર્ક)
ભરતી ની જાહેરાત કરતી સંસ્થા  એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (EMRS)
ભરતી ની જાહેરાત તારીખ 29 જૂન 2023
નોકરી નું સ્થળ ગુજરાત અથવા ભારત
કુલ ખાલી જગ્યા 759 ખાલી જગ્યા
ફોર્મ ભરવાની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
ભરતી જાહેરાત કરતી સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/

1.પોસ્ટનું નામ

નોકરીની જાહેરાત કરતી આ સંસ્થા (EMRS) ની જાહેરાત મુજબ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક ની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવાર આ સંસ્થા શોધી રહી છે.

2. આ ભરતીની વિવિધ મહત્વની તારીખો

આ ખાલી પડેલી વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરતી સંસ્થા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (EMRS) દ્વારા 29 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 29 જૂન 2023 થી કરવામાં આવી રહી છે તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 સુધીની છે.

3. આ પોસ્ટની કુલ ખાલી જગ્યા

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (EMRS) ની આ ભરતીમાં જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (ક્લાર્ક) માટે કુલ 759 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

4. પોસ્ટ નું પગારધોરણ.

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ની આ ક્લાર્ક ની પોસ્ટ માટે જો તમે યોગ્ય ઉમેદવાર સાબિત થાવ છો તો પ્રતિ માસિક 19,900 થી 63,200 સુધીનું પગાર ધોરણ મેળવી શકો છો.

5.પોસ્ટ માટેની લાયકાત અથવા માપદંડ.

આ એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ ની ક્લાર્ક ની પોસ્ટ માટે એપ્લાય કરવા માટે ઉમેદવાર ધોરણ 12 ની કોઈપણ ફિલ્ડમાં જેવી કે કોમર્સ આર્ટસ અને સાયન્સ માથી પાસ થયેલો હોવો જરૂરી છે.

6.પસંદગી પ્રક્રિયા

એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ ની આ ભરતી ની આ પોસ્ટ માં સફળ થવા માટે તમારે નીચે મુજબની કસોટી માંથી પાસ થવાનું રહેશે.

લેખિત પરીક્ષા (વિકલ્પ આધારિત)
ઇન્ટરવ્યૂ
કૌશલ્ય કસોટી
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મેડિકલ ચેકઅપ

7. આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

ભરતીની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે નીચેના ભાગમાં આપેલી વેબસાઈટ ની લીંક ની મદદથી સંસ્થા દ્વારા બહાર પડાયેલી જાહેરાતને ડાઉનલોડ કરી લો અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ચેક કરો કે આ પોસ્ટ માટે તમે યોગ્ય છો કે નહીં.

  • જો યોગ્ય છો તો સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ (જે નીચે દર્શાવી છે) પર વિઝીટ કરીને રિક્રુટમેન્ટ (Recruitment) ના ઓપ્શન ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તો એ પોસ્ટ સિલેક્ટ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર પછી જનરેટ થયેલા આઈડી અને તમે એન્ટર કરેલા પાસવર્ડ ની મદદથી લોગીન કરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ તમારે એક ઓનલાઇન ફી ચુકવણી કરવાની રહેશે
  • ફી ની ચુકવણી કરાયા બાદ તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈને સબમિટ થઈ ગયું છે.

ભરતી ની જરૂરી વેબસાઈટ લીંક (Important Link of Recruitment of EMRS)

અરજી કરવા માટેની વેબસાઈટ લીંક અહીં ક્લિક કરો
સંસ્થા દ્વારા જાહેર કરાયેલી જાહેરાત ડાઉનલોડ કરવા માટે ની વેબસાઈટ લીંક અહીં ક્લિક કરો
આવી જરૂરી માહિતી માટે whatsapp ગ્રુપ જોઈન કરો અહીં ક્લિક કરો

 

10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર અહીં ક્લિક કરો