ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર, છોડ દીઠ 10,000 મેળવો. અહીં જાણો કેવી રીતે

કપાસ મગફળી અને તલ જેવી પરંપરાગત ખેતી કરતા સરગવાનું વાવેતર ઘણું જ નફાકારક રહે છે. છેલ્લા બે થી ત્રણ વર્ષ માં ગુજરાત ના સૌરાષ્ટ્ર પંથક ના ખેડૂતો સરગવાની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં સારું એવું વળતર મેળવી રહ્યા છે. તો તમે પણ વાટ શેની જોઈ રહ્યા છો. તો ચાલો જાણીએ સરગવાની ખેતી વિશે વિસ્તૃત માં.

વાવેતર

1. સરગવાના વાવેતર માટે 10 ફૂટ પહોળાઈ વાળા અને 3 ફૂટ ના અંતરે સરગવાના બિયારણ નું વાવેતર થઈ શકે એ માટે સાહ બનાવવું જરૂરી છે.

2.સરગવાનું વાવેતર જેઠ મહિનાની શરૂઆત પહેલા કરવો જોઈએ જેથી કરીને ઉત્પાદન સમયે સારો એવો બજાર ભાવ મળી રહે.

3. ત્યાર પછી સાહ માં દેશી ખાતર ભરીને સરગવા બિયારણના બીબડા વાવી દેવા જરૂરી છે.

4. સરગવાની સાથે સાહમાં અન્ય વસ્તુના વાવેતર પણ શક્ય છે જેમકે રીંગણા ટમેટા મગફળી મરચાં કપાસ. પરંતુ અન્ય વસ્તુના વાવેતર માં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અન્ય વાવેતર સરગવાના છોડ કરતાં ઓછી હાઈટ વાળો હોવો જોઈએ નહીંતર સરગવાના પાકને નુકસાન કરી શકે છે.

5. બિયારણનું વાવેતર કરાયા બાદ દસ દિવસ પછી પિયત જરૂરી છે. આ ઉપરાંત હાલ આવી ગયા પછી આઠ આઠ દિવસે પિયત આપવો જોઈએ. જો ઉનાળાની ઋતુ હોય તો આઠ આઠ દિવસના બદલે ત્રણ થી ચાર દિવસ સમયાંતરે પાણી આપવું જોઈએ.

6. ત્યારબાદ છોડ પાંચ થી છ ફૂટનો થાય ત્યારે સાઈડની અને ઉપરની ડાળીઓના ડોકા ક્રોસ કટીંગ કરવા જોઈએ. જ્યાં સુધી છોડ સરગવાથી ભરપૂર ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. કાપણી બાદ લીમડાનું તેલ અને શાક પાવડર નો છટકાવ કરવો જોઈએ જેનાથી ઉત્પાદનમાં સારો એવો વધારો આવે છે.

7. સરગવાના સારા ઉત્પાદન માટે 15 થી 20 દિવસના ગાળે દેશી ખાતર અને જીવામૃત નો પણ ઉપયોગ કરી શકો છો.

8. જો છોડમાં ગળો કે અન્ય કોઈ રોગ જણાય તો શાક પાવડર સાથે એક તારા દવાનો છટકાવ કરવો જોઈએ.

દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

ઉત્પાદન

1. જો યોગ્ય માવજત કરવામાં આવે તો એક છોડ દીઠ 4 થી 7 મણ નું એવું સારું ઉત્પાદન લઈ શકાય છે.

2 એક વીઘા દીઠ ૬૦ થી ૭૦ હજાર સુધીનું ઉત્પાદન મેળવી શકો છો. ( બજારભાવ અનુસાર આ વધઘટ થઈ શકે છે)

ખર્ચ

ખર્ચની વાત કરીએ તો બીજા પરંપરાગત ઉત્પાદન કરતા ખર્ચનું પ્રમાણ સરગવાના ઉત્પાદનમાં ઘણું જ ઓછું છે
1. એક વીઘા દીઠ એક કિલો સાત પાવડર

2. એક વીઘા દીઠ 19-19 ખાતર પાંચ થી સાત કિલો

3. એક વીઘા દીઠ 200 લીટર જીવામૃત ની જરૂર પડે છે.

4. એક વીઘા દીઠ 500 ગ્રામ જેટલું સરગવાનું બિયારણ જરૂર પડે છે. સરગવાના બિયારણ નો ભાવ અંદાજે ત્રણથી ચાર હજાર પ્રતિ મણ હોય છે.

બજાર ભાવ

સરગવાનો બજાર ભાવ સરગવાના બજાર ભાવની વાત કરવામાં આવે તો આ ભાવ સમયાંતરે ઋતુ પ્રમાણે, આવક, અને ઉત્પાદનના જથ્થા પ્રમાણે બદલાતો રહે છે. પરંતુ સરગવાની ખેતીના જાણકાર અનુસાર સરગવાના વાવેતર જેઠ મહિના ની પહેલા કરવામાં આવે તો ઉત્પાદન સમયે સારો એવો બજારભાવ મળી રહે છે.

અંદાજે સરગવાનો ભાવ, વધારે માંગ હોય ત્યારે 1500 થી 1700 પ્રતિ મણ મળી રહે છે. આ ઉપરાંત જ્યારે ભાવ ઓછો હોય ત્યારે પ્રતિ મણ 250 થી 300 પણ હોય છે.

સરગવાના માર્કેટ યાર્ડ ભાવ તપાસવા માટે અહીં ક્લિક કરો  

10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો