દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ (Top 5 biggest dam in the world): જો દુનિયાના ડેમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઈટાઇપુ (Itaipu) ડેમ અને ચાઇના નો ધ જીનપીંગ વન નું નામ સૌથી મોખરે આવે છે પરંતુ આ બંને ડેમ પોતપોતાનામાં અલગ અલગ વિશેષતા ધરાવે છે દુનિયાના ડેમોમાં સૌથી વધુ વીજળી કરનાર ડેમ જો કોઈ હોય તો તે બ્રાઝિલ અને પેરાગોવાઇ દેશ વચ્ચે પારાના નદી ઉપર બંધાયેલો ડેમ ઈટાઇપુ છે. તેમજ દુનિયાના સૌથી ઊંચાઈ ધરાવતા ડેમની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ ચાઇનામાં બનેલો ધ જીનપીંગ વન ડેમ આવે છે આ ડેમની ઊંચાઈ 305 મીટર સાથેવિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ડેમ છે. પરંતુ ચાઇનાના આ ડેમ નું નામ લાંબા સમય સુધી સૌથી વધુ ઊંચાઈ ધરાવતા ડેમો ની યાદીમાં રહેવાનું નથી કારણ કે તાજિકિસ્તાન માં એનાથી વધુ ઊંચાઈ (335 મીટર) ધરાવતા ડેમનું બાંધકામ થઈ રહ્યું છે પરંતુ આપણે આ બ્લોગમાં દુનિયાના સૌથી વધુ પાણી સંગ્રહ શક્તિ ધરાવતા ડેમ, ડેમ નું સ્થળ, તેની ઊંચાઈ અને લંબાઈ અને વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા વિશે આ બ્લોગમાં માહિતી મેળવીશું.
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ (Top 5 biggest dam in the world)
1. કરીબા ડેમ (KARIBA DAM)
ડેમ નું નિર્માણ | 1955 |
કયા દેશમાં આવેલો છે | જામીબિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે |
ઉંચાઇ | 128 મીટર |
લંબાઈ | 579 મીટર |
જળસંગ્રહ શક્તિ | 185 બિલિયન ક્યુબિક મીટર |
કરીબા ડેમ જામીબિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે આવેલી ઝાંબેઝી નદી ઉપર ફ્રેન્ચ આર્કિટેક ની ડિઝાઇન અનુસાર 1955 માં આ ડેમના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. આ ડેમનું બાંધકામ પૂર્ણ થતા ચાર વર્ષનો સમય લાગ્યો છે આ ડેમ બનાવતી વખતે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. આ ડેમની ઊંચાઈ 128 મીટર તેમજ 579 મીટર ની લંબાઈ ધરાવે છે. જળ સંગ્રહ શક્તિની વાત કરવામાં આવે તો આ ડેમની કેપેસિટી 185 બિલિયન ક્યુબિક મીટર ની સાથે વિશ્વનો સૌથી મોટો પાણી સંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે. આ ડેમ ઉપર વીજળી ઉત્પાદન કરવા માટે બે ટર્બાઇન યુનિટ કાર્યરત છે જેના થકી 1320 મેગા વોટ નું વીજળી ઉત્પાદન દેશોની ભાગીદારી વચ્ચે કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ હાલમાં આ ડેમની મરામત અને સમારકામ ચાલી રહ્યું છે.
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
2.બરાતસક ડેમ (BRATSK DAM)
ડેમ નું નિર્માણ | 1954 |
કયા દેશમાં આવેલો છે | રશિયાના સાઇબરીયામાં |
ઉંચાઇ | 125 |
લંબાઈ | 1.5 km |
જળસંગ્રહ શક્તિ | 169 બિલિયન ટ્યુબિક મીટર |
બરાતસક ડેમ વિશ્વનો બીજો સૌથી મોટો ડેમ રશિયાના સાઇબરીયામાં આવેલો છે. જેનું બાંધકામ 1954 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ડેમના બાંધકામમાં દસ વર્ષનો સમય લાગ્યો હતો. ડેમનું બાંધકામ 1964માં પૂર્ણ થઈને કાર્યરત કરાયેલો છે. આ ડેમ 5.4 ચોરસ કિલોમીટર માં ફેલાયેલો છે. આ ઉપરાંત ડેમની ઊંચાઈ ૧૨૫ મીટર તેમજ 1.5 km ની લંબાઈ ધરાવે છે. આ ડેમની ઉપર રેલવે ટ્રેક અને હાઇવે પણ બનાવેલા છે. બરાતસક ડેમ વિશ્વનો બીજો સૌથી વધુ જળસંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે. આ ડેમની કેપેસિટી 169 બિલિયન ટ્યુબિક મીટર છે. આ ડેમ 18 વીજળી ઉત્પન્ન કરનારા ટર્બાઇન લગાવેલા છે. એ 4500 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
3. અકોસોમ્બો ડેમ (Akosombo dam)
ડેમ નું નિર્માણ | 1961 |
કયા દેશમાં આવેલો છે | ધાના દેશના દક્ષિણ ક્ષેત્રમાં |
ઉંચાઇ | 114 મીટર |
લંબાઈ | 660 મીટર |
જળસંગ્રહ શક્તિ | 144 બિલિયન ક્યુબિક મીટર |
આ ડેમ ધાના દેશના દક્ષિણ ક્ષેત્રમાં વિશ્વ બેંક અમેરિકા અને બ્રિટિશ સરકારની નાણાકીય સહાયથી 1961માં બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી આ ડેમના બાંધકામમાં ચારથી પાંચ વર્ષનો સમયગાળો લાગ્યો હતો . આ ડેમ વિશ્વનો ત્રીજો સૌથી વધુ જળસંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે જો ડેમના જળસંગ્રહ શક્તિની વાત કરવામાં આવે તો 144 બિલિયન ક્યુબિક મીટર છે તેમજ ડેમની ઊંચાઈ 114 મીટર અને 660 મીટર ની લંબાઈ ધરાવે છે. આ ડેમથી ઉત્પન્ન થતી વીજળીમાં ત્રણ દેશની ભાગીદારી છે.
4. ડેનિયલ જોન્સન ડેમ (DANIEL JOHNSON DAM)
ડેમ નું નિર્માણ | 1959 |
કયા દેશમાં આવેલો છે | કેનેડા ના ક્વિકબેક માં |
ઉંચાઇ | 214 મીટર |
લંબાઈ | 1300 મીટર |
જળસંગ્રહ શક્તિ | 140 બિલિયન ક્યુબિક મીટર |
ડેનિયલ જોન્સન ડેમ દુનિયાનો ચોથો સૌથી મોટો જળસંગ્રહ શક્તિ ધરાવતો ડેમ છે આ ડેમ કેનેડા ના ક્વિકબેક આવેલી મેનીકુઆગન નદી ઉપર બાંધવામાં આવેલો છે. આ ડેમની ઊંચાઈ 214 મીટર અને લંબાઈ 1300 મીટર છે જો જળસંગ્રશક્તિની વાત કરવામાં આવે તો 140 બિલિયન ક્યુબિક મીટરની કેપેસિટી સાથે વિશ્વનો ચોથો સૌથી મોટો ડેમ છે. આ ડેમનું બાંધકામ 1959માં શરૂઆત કરવામાં આવી હતી આ ડેમના બાંધકામમાં નવ વર્ષનો સમય લાગ્યો હતો.
5. ગુરી ડેમ (GURI DAM)
ડેમ નું નિર્માણ | 1978 |
કયા દેશમાં આવેલો છે | વેનેઝુએલા દેશમાં |
ઉંચાઇ | 162 |
લંબાઈ | 7.5 km |
જળસંગ્રહ શક્તિ | 135 બિલિયન ક્યુબિક મીટર |
આ ડેમ વેનેઝુએલા દેશમાં આવેલો છે. આ ડેમને સિમોન બોલીવર હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. આ ડેમની ઊંચાઈ 162 મીટર અને 7.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેમજ આ ડેમ 135 બિલિયન ક્યુબિક મીટરની જળ સંગ્રહ શક્તિ ધરાવતો વિશ્વનો પાંચમો સૌથી મોટો ડેમ છે આ ડેમની વીજળી ઉત્પાદન ક્ષમતા 10,200 મેગા વોટની છે જે દેશની 70% વીજળી જરૂરિયાત પૂરી પાડે છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |