UPSC ની વિવિધ પોસ્ટ અને પગારધોરણ, કલેકટર નો હોદ્દો તો ખૂબ જ નાનો છે, જાણો અહીં ભારતની સરકારી નોકરીનું સૌથી મોટામાં મોટું પદ અને પગાર ધોરણ

UPSC posts list and salary: મોટાભાગે લોકો માનતા હોય છે કે UPSC યુપીએસસી પાસ કરો એટલે કલેક્ટર નું પદ મળી જાય છે પરંતુ આ વાત અડધી જ સાચી છે. જોકે યુપીએસસી (UPSC)પાસ કર્યા બાદ અરજદાર યુપીએસસી કોર્સની અંદર આવતા વિવિધ હોદ્દા માટે પસંદગી કરી શકે છે. જેમ કે કલેક્ટર (IAS), પોલીસ સેવા (IPS) અને રેવન્યુ (IRS) જેવા ઉચ્ચ પદો યુપીએસસી ની નીચે આવે છે. જોકે યુપીએસસી ની અંતર્ગત ઘણા બધા ઉચ્ચ પદોનો સમાવેશ થાય છે જે આપણે આગળ વિસ્તૃતમાં જાણીશું.

UPSC ( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દર વર્ષે સિવિલ સિવિલ પરીક્ષાનું ભારત ભરમાં આયોજન કરે છે. તેના દ્વારા વિવિધ ખાલી પડેલા ઉચ્ચ હોદ્દાઓ માટે અરજદારોની પસંદગી કરે છે. યુપીએસસી પરીક્ષાને આપણા દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે, અને દુનિયામાં બીજા નંબરની સૌથી અઘરી પરીક્ષા ગણવામાં આવે છે. આ પરીક્ષા માટે દર વર્ષે 10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને સાત થી આઠ લાખ અરજદારો આ પરીક્ષા આપવા બેસે છે. પરંતુ આ પરીક્ષા આપતા અરજદારો માંથી ગણ્યાગાંઠિયા અરજદારો જ પરીક્ષાને પાસ કરી શકે છે. પરીક્ષાનું રિઝલ્ટ 0.50% કરતા પણ ઓછું હોય છે. જો કોઈ અરજદાર આ પરીક્ષાને પહેલા પ્રયત્ન મા પાસ કરી લે છે તો તે સ્વપ્ન થી કંઈ ઓછું નથી. ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ પહેલી ટ્રાય માં આ પરીક્ષા પાસ કરી શકે છે. પરીક્ષા પાસ કર્યા બાદ અરજદાર તેના માર્ક ના આધારિત અલગ અલગ હોદ્દાની પસંદગી કરી શકે છે. તો ચાલો આપણે યુપીએસસીની નીચે આવતા વિવિધ હોદ્દા અને તેમના પગાર ધોરણ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

UPSC ની વિવિધ પોસ્ટ

યુપીએસસી (UPSC) અંતર્ગત આવતી વિવિધ પોસ્ટઓને ત્રણ અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. જે નીચે દર્શાવ્યા મુજબ છે.

  1. અખિલ ભારતીય સેવાઓ (All India Services)
  2. ગ્રુપ A સેવાઓ અથવા કેન્દ્રીય સેવાઓ (Group A Services or Central Services)
  3. ગ્રુપ B સેવાઓ અથવા રાજ્ય સેવાઓ (Group B services or State services)

અખિલ ભારતીય સેવાઓ (All India Services)

આ ગ્રુપમાં સામાન્ય રીતે ભારતીય વહીવટ સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ (IFS) સેવા નો સમાવેશ થાય છે. આ ત્રણેય સેવા નો વહીવટ ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.

ગ્રુપ A સેવાઓ અથવા કેન્દ્રીય સેવાઓ (Group A Services or Central Services)

આ ગ્રુપમાં UPSC ની અંતર્ગત આવતા ૧૨ જેટલા વિવિધ કાર્યક્ષેત્ર ની વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે જે નીચે દર્શાવ્યા મુજબ છે.

  1. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવા (Indian Audit and Accounts Service)
  2. ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ (Indian Civil Accounts Service )
  3. ભારતીય કોર્પોરેટ લો સર્વિસ (Indian Corporate Law Service )
  4. ભારતીય સંરક્ષણ એકાઉન્ટ્સ સેવા (Indian Defence Accounts Service)
  5. ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવા (Indian Defence Estates Service)
  6. ભારતીય માહિતી સેવા (Indian Information Service)
  7. ભારતીય ટપાલ સેવા (Indian Postal Service)
  8. ભારતીય P&T એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસ (Indian P&T Accounts and Finance Service)
  9. ભારતીય રેલવે પ્રોટેક્શન ફોર્સ સેવા (Indian Railway Protection Force Service)
  10. ભારતીય મહેસૂલ સેવા Customs & Indirect Taxes (Indian Revenue Service)
  11. ભારતીય મહેસૂલ સેવા Income Tax (Indian Revenue Service)
  12. ભારતીય વેપાર સેવા (Indian Trade Service )

આ લેખ પણ વાંચો

વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો.

ગ્રુપ B સેવાઓ અથવા રાજ્ય સેવાઓ (Group B services or State services)

આ ગ્રુપની સેવામાં રાજ્ય અથવા કેન્દ્રશાષિત પ્રદેશોનો સમાવેશ થાય છે જેમકે દિલ્હી, પોંડીચેરી, અંદમાન નિકોબાર આ બધા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુકાતા અધિકારી ની પસંદગી ગ્રુપ B આધારિત થાય છે. આ ગ્રુપની નીચે આવતી વિવિધ સેવાઓ નીચે દર્શાવ્યા મુજબની છે.

  1. આર્મ્ડ ફોર્સીસ હેડક્વાર્ટર (Armed Forces Headquarters)
  2. દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી સિવિલ સર્વિસ (DANICS) (Delhi, Andaman, and the Nicobar Islands, Lakshadweep, Daman & Diu, and Dadra & Nagar Haveli Civil Service)
  3. દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી પોલીસ સેવા (DANIPS) (Delhi, Andaman, and the Nicobar Islands, Lakshadweep, Daman & Diu, and Dadra & Nagar Haveli Police Service)
  4. પોંડિચેરી સિવિલ સર્વિસ (Pondicherry Civil Service)

UPSC ની વિવિધ પોસ્ટો નું પગાર ધોરણ

UPSC માં ઘણા બધા ઉચ્ચ પદોનો સમાવેશ થાય છે. અહીં આપણે UPSC (યુપીએસસી) ના મુખ્ય હોદ્દાઓના પગાર ધોરણ અને જે તે પદોના પ્રમોશન દ્વારા મળેલા પદ અને તેમના પગાર ધોરણ વિશે માહિતી મેળવીશું.

UPSC IAS (ભારતીય વહીવટી સેવા) ની નોકરીનું પગારધોરણ અને પ્રમોશન ના પદો

IAS (ભારતીય વહીવટી સેવા) ના વિવિધ પદો સેવાનો સમયગાળો પગારધોરણ
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (Sub Divisional Magistrate) કલેક્ટર 1 થી 4 વર્ષ ₹56,100
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (Additional District Magistrate) કલેક્ટર 5 થી 8 વર્ષ ₹67,700
જીલ્લા મેજીસ્ટ્રેટ (District Magistrate) કલેક્ટર 9 થી 12 વર્ષ ₹78,800
સ્પેશિયલ સેક્રેટરી અથવા ડાયરેક્ટર (Special Secretary cum Commissioner. director) 13 થી 16 વર્ષ ₹1,18,500
ડિવિઝનલ કમિશનર, જોઈન્ટ સેક્રેટરી (Divisional Commissioner, Joint Secretary) 16 થી 24 વર્ષ  ₹1,44,200
પ્રિન્સિપલ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી (Principal Secretary, Additional Secretary) 24 થી 30 વર્ષ ₹1,82,200
ચીફ સેક્રેટરી એડિશનલ સેક્રેટરી (Chief Secretary, Additional Chief Secretary)  30 થી 33 વર્ષ ₹2,05,400
કેબિનેટ સેક્રેટરી અથવા સેક્રેટરી (Cabinet Secretary and Secretary) 34 થી 36 વર્ષ ₹2,25,000
કેબિનેટ સેક્રેટરી ઓફ ઇન્ડિયા (Cabinet Secretary of India) (સરકારી નોકરી માં સૌથી મોટામાં મોટું પદ) 37 વર્ષથી વધુ ₹2,50,000

IAS ના વિવિધ પદોમાં કેબિનેટ સેક્રેટરી નું પદ ભારતીય સરકારી નોકરી ના જગતમાં સૌથી મોટું પદ માનવામાં આવે છે. ભારતીય લોકસભાના વિવિધ કેબિનેટ મિનિસ્ટર ના વિવિધ ખાતાઓના વહીવટ તેમજ કોઈપણ મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાનો નિવારણ લાવવા માટે મોટાભાગે કેબિનેટ સેક્રેટરી ની બુદ્ધિ કુશળતા વડે ઉકેલાય છે. કેબિનેટ મિનિસ્ટ્રીના મોટાભાગના આંતરિક મોટા નિર્ણયો આ વહીવટી સેવાના લોકો દ્વારા જ લેવામાં આવે છે અને તેમના દ્વારા જ પાલન કરાવવામાં આવે છે.

UPSC IPS (ભારતીય પોલીસ સેવા) ની નોકરીનું પગારધોરણ અને પ્રમોશન ના પદો

IPS (ભારતીય પોલીસ સેવા) ના વિવિધ પદો પગારધોરણ
ડેપ્યુટી સુપ્રીડેન્ટ ઓફ પોલીસ (DSP) )Deputy Superintendent of Police) ₹56,100
એડિશનલ સુપ્રીડેન્ટ ઓફ પોલીસ (ASP) (Additional Superintendent of Police) ₹67,700
સિનિયર સુપ્રીડેન્ટ ઓફ પોલીસ (SSP)  (Senior Superintendent of Police) ₹78,800
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) (Deputy Inspector General of Police) ₹1,31,100
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) (Inspector-General of Police) ₹1,44,200
ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) (Director-General of Police) ₹2,05,400

UPSC IRS (ભારતીય મહેસૂલ સેવા) ની નોકરીનું પગારધોરણ અને પ્રમોશન ના પદો

IRS (ભારતીય મહેસૂલ સેવા) ના વિવિધ પદો પગારધોરણ
ઇન્કમટેક્સ આસિસ્ટન્ટ કમિશનર (Income Tax Assistant Commissioner) ₹15,600 થી ₹39,100 + ગ્રેડ પે ₹5400
ઇન્કમટેક્સ જોઈન્ટ કમિશનર (Income Tax Joint Commissioner) ₹15,600 થી ₹39,100 + ગ્રેડ પે ₹6600
ઇન્કમટેક્સ ડેપ્યુટી કમિશનર (Income Tax Deputy Commissioner) ₹15,600 થી ₹39,100 + ગ્રેડ પે ₹7600
એડિશનલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ (Additional Commissioner of Income Tax) ₹37,400 થી ₹67,000 + ગ્રેડ પે ₹8700
ઇન્કમટેક્સ કમિશનર (Income Tax Commissioner) ₹37,400 થી ₹67,000 + ગ્રેડ પે ₹10,000
ઇન્કમટેક્સ ચીફ કમિશનર (Income Tax Chief Commissioner) ₹75,000 થી ₹80,000
પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ (Principal Commissioner of Income Tax) ₹75,000 થી ₹80,000
પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ (Principal Chief Commissioner of Income Tax) ₹80,000

 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
Reference https://upsc.gov.in/

આ લેખ પણ વાંચો

વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ. આ હોટલમાં એક રાત્રી રોકાવાનું ભાડું તમારી પાંચ વર્ષની આવક બરાબર છે.