10 પાસ/ITI માટે સરકારી કંપની NCL માં ભરતી : 1140+ જગ્યાઓ પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી

ITI પાસ માટે સરકારી કંપનીમાં બમ્પર ભરતી

સરકારી નોકરી : એનસીએલ (NCL) એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમા ટ્રેડ આઈ.ટી.આઈ એપ્રેન્ટિસ ટ્રેનીના પદ માટે ( એનસીએલ એપ્રેન્ટિસ રિક્વાયરમેન્ટ 2023) એ ખાલી જગ્યાઓ માટેની જાહેરાત કરી છે તો આમાં જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે તેમની ઓફિસિયલ વેબસાઈટ nclsil.in પર જઈને અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં 1140 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે એપ્રેન્ટીસ ટ્રેનીની અરજી કરવા માટે કોઈપણ ફી ભરવાની જરૂર નથી.  એન.સી.એલ એટલે કે નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ એ આઈ.ટી.આઈ એપ્રેન્ટીસ ટ્રેનીના ની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે આ નોટિફિકેશન માં દર્શાવવામાં આવ્યું છે કે આઈ.ટી.આઈ માટે કુલ 1140 જગ્યાઓ ખાલી છે તે માટે 1140 ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની છે. આ એપ્લિકેશન શરૂ થઈ જાય તે પછી ઉમેદવારો તેમની ઓફિસિયલ વેબસાઈટમાં (nclcil.in) જઈને ઓનલાઈન પ્રક્રિયા કરી શકે છે.

આ વેકેન્સી ની અરજી 5 ઓક્ટોબર 2023 થી કરી શકાશે. એક વાત તમને જણાવી દઉં કે આ અરજી 15 ઓક્ટોબર 2023 સુધી ન જ કરી શકાશે. આ અરજી કરવા માટે માત્ર દસ દિવસનો જ સમય આપવામાં આવશે. એન.સી.એલ માંથી આ પરીક્ષાની અને એડમિટ કાર્ડ માટેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

વધું વાંચો:- કોચિંગ સહાય યોજના

એપ્લીકેશનની ફી અને વય મર્યાદા

એપ્રેન્ટિસ ટ્રેનીની પોસ્ટ માટે જે લોકો અરજી કરવા માંગતા હોય તેમને કોઈ એપ્લિકેશન ફી ભરવાની જરૂર નથી. અને તેમની અરજી માટે વયમર્યાદા નક્કી કરેલી છે તે વયમર્યાદા આ મુજબ છે 18 વર્ષથી લઈને મહત્તમ 26 વર્ષ સુધીના ઉમેદવારો જ આ ફોર્મ ભરી શકશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને મહત્તમ વહીમાં થોડીક છૂટછાટ મળશે.

કયા ક્ષેત્રમાં કેટલી વેકેન્સી છે એની વાત કરું તો ઇલેક્ટ્રોનિક મિકેનિકલ માટે 13 જગ્યાઓ ખાલી છે. અને આમાં અરજી કરનાર ઉમેદવારો વિશેની વાત કરું તો તેની પાસે આઈ.ટી.આઈ અને એન.સી.વી.ટી સર્ટિફિકેટ હોવું જોઈએ. આ સિવાય સંબંધિત ટ્રેડની જાનકારી નો સારો એવો અનુભવ હોવો જોઈએ. ઇલેક્ટ્રિશિયન ની 371 જગ્યાઓ ખાલી છે. ફીટર માટે 543 જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ સિવાયની વેલ્ડરો માટે 55 મોટર મિકેનિક માટે 47 અને હોલ ઓટો ઇલેક્ટ્રિશિયન માટે 12 ભરતી ની જગ્યાઓ ખાલી છે.

વધું વાંચો:- સફળ માણસની 7 આદતો

કઈ રીતે કરી શકાય એપ્લાય?

1. ઉમેદવારોએ અરજી કરવા માટે તેમની ઓફિસિયલ વેબસાઈટ એટલે કે nclcil.in આની પર જવું પડશે.
2. ઓફિસિયલ વેબસાઈટ પર જવા પહેલા તેમની ઓફિસિયલ નોટિફિકેશન એટલે કે નોટિસ વાંચી લેવી.
3.અરજી માટેના તમામ લાગતા વળગતા ડોક્યુમેન્ટો ની જરૂર પડશે. જે ડોક્યુમેન્ટો આ પ્રમાણે છે. આઈ ડી પ્રુફ ,ફોટો અને સિગ્નેચર. આ ડોક્યુમેન્ટો સાવધાની પૂર્વક અપલોડ કરવા .
4. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અરજી માટેની ફી ચૂકવવી.
5. તે પછી સબમીટ એપ્લિકેશન ની પ્રિન્ટ લઈ લેવી.

વધું વાંચો:- પીએમ યશસ્વી યોજના

વધું વાંચો:-10 પાસ માટે ONGC માં 2500 જગ્યાઓ માટે ભરતી

સ્ટાઈપેન્ડ ની વિગતો

દરેક પોસ્ટો માટે અલગ અલગ સ્ટાઈપેન્ડ આપવાની વિગતો છે જેવી કે ઈલેક્ટ્રિશિયન માટે 8050 રૂપિયા પ્રતિ મહિના સ્ટાઈપેન્ડ આપવાની વિગતો છે જ્યારે ઈલેક્ટ્રોનિક મિકેનિકના પદ માટે 8050 રૂપિયા પ્રતિ મહિના સ્ટાઈપેન્ડ આપવાની વિગતો છે. અને વેલ્ડર્સ માટે પણ અલગ સ્ટાઈપેન્ડ આપવાની વિગત છે વેલ્ડર્સ ને 7700 રૂપિયા આપવામાં આવશે. મોટર મિકેનિક્સ ને 8,050 રૂપિયા પ્રતિ મહિના સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સિવાય ઓટો ઇલેક્ટ્રિશિયન માટે 050 રૂપિયા પ્રતિ મહિના સ્ટાઈપેન્ડ આપવા ની વાત કરવામાં આવી છે.

જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

તો મિત્રો આ માહિતી તમને ખૂબ મહત્વની લાગી હશે તેવું હું માનું છું અને આ માહિતીનો તમને ખૂબ જ ઉપયોગ પણ થશે તો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તે લોકો પણ આઈટીઆઈની બહાર પડવામાં આવતી અરજી કરી શકે અને જો હજુ વધારે આવીને આવી અલગ અલગ માહિતીઓ જાણવી હોય તો અમારી સાથે જોડાઈ રહો.

જય હિન્દ જય ભારત.