પીએમ યશસ્વી યોજના (PM Yasasvi Yojana) : ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી L યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતરમાં આર્થિક રૂપે સહાય મળી રહે તે માટે એક યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ પીએમ યશસ્વી યોજના છે. તો ચાલો આ યોજના વિશે જેમ કે યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવું અને કેવી રીતે આ શિષ્યવૃત્તિની સહાય સરકાર તરફથી આપવામાં આવશે તે વિશે સમગ્ર માહિતી આ લેખ દ્વારા મેળવીશું. આ લેખને તમારા બધા જ મિત્ર અને ફેમિલી મેમ્બર સાથે whatsapp દ્વારા શેર કરવા વિનંતી.
પીએમ યશસ્વી યોજના (PM Yasasvi Yojana)
આ યોજના નું પૂરું નામ પીએમ યંગ એચીવર કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા (pm young achievers scholarship award scheme for vibrant india). જેના દ્વારા ઓબીસી (OBC), ઈબીસી (EBC) અને ડીએનટી (DNT) વિદ્યાર્થીઓ માટે આ યોજના વર્ષ 2022-2023 માં અમલમાં મુકાણી છે. આ યોજના હેઠળ શિષ્યવૃતિ મેળવવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જરૂરી છે. આ યોજના થકી શિષ્યવૃત્તિ મેળવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને ધોરણ 11 ના ઓબીસી (OBC), ઈબીસી (EBC) અને ડીએનટી (DNT) આરક્ષણ હેઠળ આવતા વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજના હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓની શાળાની ફી, ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી આ બધી ચુકવણી નો સમાવેશ કરતા વિદ્યાર્થીને વધુમાં વધુ 75 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. તેમજ ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની ફી, ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી આ બધી ચુકવણીનો સમાવેશ કરતા વિદ્યાર્થીઓની વધુમાં વધુ 1,25,000 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની ફીની ચૂકવણી કરવી પડતી નથી. આ યોજનામાં આપવી પડતી પરીક્ષાનો અભ્યાસક્રમ, લાયકાત, પરીક્ષાના કેન્દ્રો, શહેર, તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા (પીએમ યશસ્વી યોજનામાં માન્ય શાળા) નક્કી કરાયેલી માન્ય સંસ્થા લિસ્ટ તેમજ આ યોજના ને લગતી બીજી અન્ય માહિતી ઓફિસિયલ વેબસાઈટ એટલે કે https://yet.hta.ac.in/ માં દર્શાવવામાં આવી છે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ની પાત્રતા
- અરજદાર વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
- આ યોજનાનો લાભ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે.
- અરજદાર ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નો જન્મ તારીખ 1 એપ્રિલ 2004 થી તારીખ 31 એપ્રિલ 2008 ની વચ્ચે હોવો જરૂરી છે. તેમજ અરજદાર ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નો જન્મ તારીખ 1 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે હોવી જરૂરી છે.
- આ યોજનામાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્ય કરાયેલી સંસ્થા (2023-24) માં ધોરણ 9 અને ધોરણ 11 ના અભ્યાસ કરતા અને OBC, EBC અને DNT આરક્ષણ હેઠળ આવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- આ યોજનામાં અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના માતા પિતાની આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. યોજનામાં અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના માતા પિતાની કુલ વાર્ષિક આવક રૂપિયા ₹2,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ.
પીએમ યશસ્વી શિષ્યવૃતિ યોજના નો હેતુ
અગાઉ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની આર્થિક રીતે સહાય પુરી પાડવા માટે ઘણી બધી પ્રકારની શિષ્યવૃત્તિઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી આ બધી શિષ્યવૃત્તિ યોજના નો જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યો ન હતો તેમજ 1944 પછીથી કોઈપણ પ્રકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ જાહેર કરાઈ ન હતી. જેના કારણે વર્તમાન સમયને અનુરૂપ એક ખાસ પ્રકારની શિષ્યવૃતિ યોજના ની જરૂર ઊભી થઈ હતી. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ યશસ્વી યોજના શરૂ કરવાની પહેલ કરી છે. જેના વડે કેન્દ્ર સરકાર તેજસ્વી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની આ યોજના દ્વારા ઉચ્ચ ગુણવત્તાનું અને સરળતાથી શિષ્યવૃત્તિ યોજના નો લાભ મળી શકે તે માટે આ યોજના બનાવવામાં આવી .
- આ યોજના વડે ભારત સરકારનો હેતુ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.
- પાત્રતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવી.
- વિદ્યાર્થીઓની આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.
પીએમ યશસ્વી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજો
- અરજદાર વિદ્યાર્થી પાસે ધોરણ 10 પાસ થયેલા ની માર્કશીટ
- માતા-પિતાના આવકના પુરાવા
- અરજદાર વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- અરજદાર વિદ્યાર્થીનું ઇમેલ એડ્રેસ અને રહેઠાણના પુરાવો.
- તેમજ અરજદાર વિદ્યાર્થીઓ જે પણ શ્રેણીમાં આવતો હોય જેમકે OBC/EBC/DNT SAR/NT/SNT માંથી કોઈપણ એક શ્રેણીનું પ્રમાણપત્ર.
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પીએમ યશસ્વી યોજના માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
આ યોજના દ્વારા આર્થિક લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક ઓનલાઈન અરજી કરવી જરૂરી છે . આ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
- પીએમ યશસ્વી યોજનામાં અરજી કરવા માટે ની પ્રક્રિયા બે ભાગમાં વહેંચવામાં આવી છે. 1.રજીસ્ટ્રેશન અને 2.અરજી પ્રક્રિયા. સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે ત્યારબાદ અરજી માટેની પ્રક્રિયા શક્ય છે.
1. રજીસ્ટ્રેશન
- આ યોજનામાં અરજી કરવા માટે યોજનાની ઓફિશિયલ વેબસાઈટ (https://yet.nta.ac.in) પર વિઝીટ કરો. ક્લિક થઈ શકે તેવી વેબસાઈટ ની લીંક આ લેખના અંતમાં બોક્સમાં દર્શાવેલી છે. ઓફિસિયલ વેબસાઈટના હોમપેજ ઓપન કર્યા બાદ જમણી બાજુના વિભાગમાં આવેલા મેનુ માથી New candidates registration ઓપ્શન પર ક્લિક કરો. નીચે ફોટામાં દર્શાવેલું છે.
ક્લિક કર્યા બાદ નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે. જેમાં અરજદાર વિદ્યાર્થી ની વિગતો જેવી કે નામ, ઇ-મેલ આઇડી , જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સિક્યુરિટી ક્વેશ્ચન અને તમારે પસંદગીનો કોઈપણ પાસવર્ડ દાખલ કરવાનો છે. ત્યારબાદ Submit and Send OTP ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ બટન ક્લિક કર્યા બાદ તમારી પાસે દાખલ કરાયેલા નંબરમાં એક ઓટીપી આવશે જે OTP માંગેલી જગ્યામાં દાખલ કરીને Verify બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સમક્ષ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જેની સાચવીને રાખવાનો છે. અહીં તમારી રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પૂરી થાય છે.
2. અરજી પ્રક્રિયા
આ યોજના ની અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
- અરજદાર વિદ્યાર્થીએ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, યોજનાની ઓફિશિયલ વેબસાઈટ (https://yet.nta.ac.in) પર વિઝીટ કરો. યોજનાના હોમ પેજ ની જમણી બાજુમાં નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે Only Registered Candidate Login Here નામનો એક વિભાગ દેખાશે.
- જેમાં તમારે જનરેટ થયેલો એપ્લિકેશન નંબર અને તમારા દ્વારા દાખલ કરાયેલો પાસવર્ડ એન્ટર કરીને અને સિક્યુરિટી નંબર દાખલ કરીને Login બટન પર ક્લિક કરવાનું છે.
3. For Registered users guide SOURCE: https://yet.nta.ac.in/
- ત્યારબાદ તમારી સમક્ષ નીચે દર્શાવેલા ફોટા પ્રમાણે એક પેજ ઓપન થશે જેમાં તમારે ફોટામાં દર્શાવ્યું છે એ પ્રમાણે એપ્લિકેશન (Application) પર ક્લિક કરવાનું છે.
- ત્યારબાદ નીચે દર્શાવેલા ફોટા પ્રમાણે તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે જેમાં માંગેલી તમામ ડીટેલ દાખલ કરવાની રહેશે. દાખલ કરાયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અને અરજદાર વિદ્યાર્થી નો ફોટો અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સમક્ષ ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવા માટેનો એક ઓપ્શન આવશે જેના વડે પ્રિન્ટ કાઢીને પ્રિન્ટ સાચવી રાખવા વિનંતી અહીં તમારે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
પીએમ યશસ્વી યોજનામાં માન્ય શાળા નું લિસ્ટ કેવી રીતે ચેક કરવું?
પીએમ યશસ્વી યોજનામાં લાભ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ આ યોજના દ્વારા માન્ય સ્કૂલમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. તો ચાલો જાણીએ કે આ શાળાનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું તેના માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
- સૌપ્રથમ પીએમ યશસ્વી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ (https://yet.nta.ac.in) ઓપન કરો. જેમાં ડાબી બાજુઓના વિભાગમાં નીચેના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે તમારી સમક્ષ Click Here to know your school ના વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
- આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે જે નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે હશે. જેમાં અરજદાર વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે ધોરણ સિલેક્ટ કરો. ધોરણ સિલેક્ટ કરાયા બાદ અરજદાર વિદ્યાર્થી જે રાજ્યમાં અભ્યાસ કરતો હોય તે રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરો. ત્યારબાદ સર્ચ (search) બટનના વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારા ડિસ્ટ્રિક્ટ માં પીએમ યશસ્વી યોજના દ્વારા માન્ય તમામ સ્કૂલનું લિસ્ટ દેખાશે.
યોજનાને લગતી મહત્વની વેબસાઈટ લીંક
પીએમ યશસ્વી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ | https://yet.nta.ac.in/ |
પીએમ યશસ્વી યોજના માં રજીસ્ટ્રેશન કરવાની લીંક | અહીં ક્લિક કરો |
યોજનાની અરજી કરવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |