ઘરઘંટી સહાય યોજના 2024. ઓનલાઇન અરજી કરીને મેળવો ઘરઘંટી. જાણો અહીં કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

ઘરઘંટી સહાય યોજના 2024 ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોના નવા વ્યવસાયો શરૂ કરવામાં અથવા વર્તમાન સાહસોમાં મદદરૂપ થવા માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરતી રહે છે. આવી જ રીતે ગુજરાત સરકારના માનવ કલ્યાણ વિભાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂલ કીટ સહાય યોજના રજૂ કરી છે. આગળના વર્ષની જેમ આ વર્ષે પણ 27 અલગ-અલગ ધંધાઓ માટે સરકાર દ્વારા ટૂલ કીટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આજે આપણે આ યોજના નો ઉદ્દેશ, આ યોજનાના ફાયદા અને વિશેષતા, યોજના નો લાભ લેવા માટેની પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને આ યોજના માટે કેવી રીતે અરજી કરવી ? આ બધા વિશે આપણે આ આર્ટિકલ દ્વારા વિગતવાર માહિતી મેળવીશું.

યોજનાનું નામ ઘરઘંટી સહાય યોજના
મુખ્ય યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના
ઉદ્દેશ્ય ટૂલકિટ સહાય આપવી
યોજના શરૂ થયાની તારીખ 01 એપ્રિલ, 2023
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન

ઘરઘંટી સહાય યોજના 

આ ઘરઘંટી ની સહાય યોજના ખરેખર માનવ કલ્યાણ વિભાગ દ્વારા બહાર જાહેર કરાયેલી ટૂલ કીટ સહાય યોજના ની અંદર સમાવેશ થાય છે. આ ટુલકીટ યોજના ગુજરાત સરકાર તરફથી ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓના અથવા કારીગર ના વિવિધ ઉદ્યમને પ્રોત્સાહન માટે રચના કરવામાં આવી છે. આ ટૂલકિટ યોજના દ્વારા કુલ 27 અલગ-અલગ ધંધા મા જરૂર પડતી સાધન સામગ્રી નો સમાવેશ થાય છે. ધંધાના પ્રકાર મુજબ ગુજરાત સરકાર તરફથી આ યોજના હેઠળ ધંધાના વિવિધ સાધન સામગ્રી લેવા માટે આર્થિક સહાય અલગ અલગ માત્રામાં અપાય છે. જે નીચે મુજબ છે.આ ઘરઘંટી સહાય યોજના પણ આ 28 અલગ અલગ દર્શાવેલ ધંધા માંથી એક છે. તેમજ આ યોજના ઘરેલુ સહાયની પણ જોગવાઈ આપે છે.

માનવ કલ્‍યાણ યોજના – ટુલકીટ્સ
માનવ કલ્‍યાણ યોજના – ટુલકીટ્સ Source: cottage.gujarat.gov.in

ઘરઘંટી સહાય યોજના નો ઉદ્દેશ

ગુજરાત સરકારે રાજ્યમાં યોગ્યતા ધરાવતા નાગરિકોને ઘરઘંટી સહાય આપવાના લક્ષ્યથી ઘરઘંટી સહાય યોજનાનો કાર્યક્રમ શરૂ કરાયું છે. આ યોજના થકી બેરોજગાર ગુજરાતના નાગરિકોને પોતાનો વ્યવસાય સ્થાપવા અથવા જેમની પાસે પહેલેથી જ કોઈ ઉદ્યમ છે તેને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવી છે.

ઘરઘંટી સહાય યોજના ના ફાયદા અને વિશેષતાઓ

 • ગુજરાત સરકારની ઘરઘંટી સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને એક ઉત્તમ અને સારી જીવનશૈલી પ્રદાન કરે છે.
 • આ સહાય યોજનાની ખાસિયત એ છે કે આ યોજનાની અરજી ઘર બેઠા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.
 • આ યોજના ની અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ઓનલાઈન ફીની ચૂકવણી કરવી પડતી નથી.
 • જો તમે આ સહાય યોજના માટે યોગ્યતા ધરાવવો છો તો સરકાર તરફથી રોકડ ચુકવણી ₹15,000 અથવા આ સહાય યોજના દ્વારા ઘરઘંટી આપવામાં આવે છે.
 • ગુજરાત સરકારના આ પ્રકારના પ્રયાસ થકી ગુજરાતની ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોને સારું જીવન પ્રદાન કરવા માટે એક સારો પ્રયાસ છે.

ઘરઘંટી સહાય યોજના ની પાત્રતા અથવા માપદંડ

 1. આ યોજનામાં ભાગ લેવા માટે ગુજરાતનો નાગરિકતા ધરાવતા ગુજરાતના રહેવાસી અરજી કરી શકે છે.
 2. ઘરઘંટી સહાય યોજનાની પાત્રતા મેળવવા માટે અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષની હોવી જરૂરી છે.
 3. જો અરજદાર વ્યક્તિ ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતો હોય તો, અરજદારની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
 4. જો અરજદાર વ્યક્તિ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો અરજદારની વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
 5. અરજદાર પાસે ગરીબી રેખા ના વર્ગમાં સમાવેશ કરતું બીપીએલ (BPL) એટલે કે રેશનકાર્ડ હોવું જરૂરી છે.
 6. તેમજ ગરીબી રેખા ના વર્ગમાં 0 થી 16 વચ્ચે ક્રમાંક ધરાવતા હોય એવા અરજદાર આવકના પુરાવા માંથી મુક્તિ આપવામાં આવે છે.
 7. જો અરજદારે પાછળના વર્ષમાં અરજી કરી હોય પરંતુ ડ્રોમાં પસંદગી થઈ ન હોય તો તેને આગળ પણ પસંદગી કરવામાં આવશે નહીં.
 8. આ યોજનાનો દાવો માત્ર અરજદારના પરિવારના એક જ સભ્ય દ્વારા કરી શકાય છે.

ઘરઘંટી સહાય યોજના ની ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ

અરજદારનું આધાર કાર્ડ
અરજદારના રાશનકાર્ડની પ્રથમ અને બીજા પાનાની ઝેરોક્ષ
અરજદારનું ઉંમરનું પ્રમાણપત્ર (ચૂંટણી કાર્ડ શાળાનું લિવિંગ સર્ટિફિકેટ)
બીપીએલ નું પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર ના અરજદાર માટે)
સુવર્ણકાર્ડ ની નકલ (શહેરી વિસ્તાર ના અરજદાર માટે)
સ્વ ઘોષિત પ્રમાણપત્ર (સેલ્ફ ડિક્લારેશન ફોર્મ)

આ યોજના માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

આ ઘરઘંટી સહાય યોજના ની ઓનલાઈન અરજી માટે નીચે મુજબના સ્ટેપનું પાલન કરો.

 1. સૌપ્રથમ આ યોજનાની અરજી કરવા માટે યોજનાની ઓફિસિયલ વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
 2. ઓફિસિયલ વેબસાઈટ ઓપન કર્યા બાદ તમને સતાવાર વેબસાઈટમાં હોમપેજ પર રીડ ડાયરેક્ટ કરવામાં આવશે.
 3. આગળની પ્રક્રિયા માટે સૌપ્રથમ લોગીન આઈડી અને પાસવર્ડ એન્ટર કરવો જરૂરી છે. એન્ટર કર્યા બાદ લોગીન બટન ઉપર ક્લિક કરવાનું છે.
 4. સફળતા પૂર્વક લોગીન કર્યા બાદ તમારા બ્રાઉઝરમાં નીચે ફોટામાં દર્શાવ્યા મુજબ માનવ કલ્યાણ યોજના વિકલ્પને જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું છે.  online application for gharghanti sahay yojana process reference image
 5. માનવ કલ્યાણ યોજના નો વિકલ્પ ઓપન કર્યા બાદ દરેક ધંધાના ટુલકીટ નું લિસ્ટ તમારી સમક્ષ આવશે આગળ વધવા માટે ઓકે બટન પર ક્લિક કરો અને પ્રોફાઈલની અપડેટ કરવા માટે એક નવું પેજ ઓપન થશે.
 6. ત્યારબાદ આ ઓપન થયેલા પેજમાં તમામ માંગેલી જરૂરી માહિતી ખાલી જગ્યામાં ભરો અને તમામ માહિતી ભરાયા બાદ એક વાર ચેક કરીને ખાતરી કરી લેવી કે માહિતી સાચી અને સચોટ છે.
 7. ઘરઘંટી સહાય યોજના એપ્લિકેશન માટે તમારી સ્ક્રીન ઉપર એક પોર્ટલ દેખાશે તમારે ટૂલકિત નું નામ, ઘરનું સરનામું , કમાણી ના આધારે આવક ની વિગતો, અનેક બીપીએલ અથવા પૂર્ણકાળની વિગતો જેવી માહિતી દાખલ કરવાની છે.
 8. ત્યારબાદ જરૂરી માંગેલા દસ્તાવેજો ને અપલોડ કરવાના છે. આ દસ્તાવેજો ની ફાઈલ થઈ 1 MB કરતાં વધારે ન હોવી જોઈએ એની ખાતરી કરવી. બધી વિગતો ભરાયા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ સબમીટ બટન પર ક્લિક કરીને તમારી અરજી પૂર્ણ કરવાની છે.

ઘરઘંટી સહાય યોજના ની જરૂરી વેબસાઈટ લીંક & હેલ્પલાઇન નંબર

માનવ કલ્યાણ યોજના નો સત્તાવાર હેલ્પલાઇન નંબર 9909926280
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
સ્વ ઘોષિત પ્રમાણપત્ર (સેલ્ફ ડિક્લારેશન ફોર્મ) અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો