દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ બન્યું સુરતનું ડાયમંડ બોર્સ, જાણો આ બિલ્ડીંગની ખાસિયત

સુરતનું ડાયમંડ બોર્સ બન્યું દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ડાયમંડ બોર્સ બિલ્ડીંગ માં 67,000 થી વધુ ડાયમંડ બિઝનેસ ને લગતા માણસો કામ કરી શકશે. આમાં રત્ના કલાકાર, ડાયમંડ ના વેપારીઓ, સાઈનર, ગેલેક્સી પ્લાનર વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્પોરેટ બિલ્ડિંગમાં ડાયમંડ ને લગતા તમામ કામ એક જગ્યાએ થઈ શકે એ રીતે બનાવાયેલું છે.

Surat Diamond Bourse Source: https://www.suratdiamondbourse.in/
Surat Diamond Bourse Source: https://www.suratdiamondbourse.in/

સુરત ડાયમંડ બોર્સ બિલ્ડીંગની ખાસિયતો

દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ સુરતમાં બની છે. જેનું નામ સુરત ડાયમંડ બોર્સ છે. આ બિલ્ડીંગ 3200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. મળતી વિગતો અનુસાર આ બિલ્ડીંગ 35 એકર જમીનમાં અને 15 માળ ની ઊંચાઈ ધરાવતું બિલ્ડીંગ છે. જેમાં નવ અલગ અલગ ટાવર છે. જે ટાવર બિલ્ડીંગની વચ્ચે આવેલી લોબીમાં કનેક્ટેડ છે. આ બિલ્ડીંગ ના બિલ્ડર દ્વારા મળતી માહિતી અનુસાર જેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટ નો કાર્પેટ એરિયા છે. આ ઉપરાંત બધા જ ટાવરમાં દુબઈના બુર્જ ખલીફામાં જે લિફ્ટનો ઉપયોગ કરાયો છે તે જ લિફ્ટ આ બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવાયો છે જે ઘણી જ ફાસ્ટ છે. આ લિફ્ટ પ્રતિ સેકન્ડ 3 મીટર જેટલું અંતર કાપે છે. તેમજ આ બિલ્ડિંગમાં ટોટલ 122 લિફ્ટ નો ઉપયોગ કરાયો છે. જેથી કોઈ કર્મચારી કે બિઝનેસમેનને લિફ્ટની વાટ જોવામાં ટાઈમ બરબાદ ના કરવો પડે. એમ જ આ બિલ્ડિંગની ખાસિયત એ જ છે કે તમે કોઈપણ ગેટ થી એન્ટ્રી કરો એટલે ચાર મિનિટમાં તમારી ઓફિસમાં પહોંચી જાવ એવું બિલ્ડીંગના બિલ્ડર દ્વારા જાણવા મળ્યું છે. સુરતનું ડાયમંડ બોર્સ ની આ બિલ્ડિંગમાં 4200 કરતાં વધુ કંપનીઓની ઓફિસો બની રહી છે. આ બિલ્ડીંગ બનવાથી દોઢ લાખ વધુ લોકોને ડાયરેક્ટ રોજગારી મળવાની સંભાવના છે.

આ લેખ વિશે પણ વાંચો
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ
વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ. આ હોટલમાં એક રાત્રી રોકાવાનું ભાડું તમારી પાંચ વર્ષની આવક બરાબર છે.
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો. 
દુનિયાના 10 સૌથી મોટા શહેરો. અમુક શહેરો તો ભારત ના રાજ્ય થી પણ મોટા છે.
Surat Diamond Bourse Source: https://www.suratdiamondbourse.in/
Surat Diamond Bourse Source: https://www.suratdiamondbourse.in/

બિલ્ડીંગ ને બનાવવા માં ચાર વર્ષ કરતા વધુનો સમય ગાળો લાગ્યો છે. આ બિલ્ડીંગ દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ બની ગઈ છે. આ ખિતાબ પહેલા અમેરિકાના પેન્ટાગોન શહેરના એક બિલ્ડિંગ ના નામે હતો જે હવે સુરતની આ બિલ્ડીંગે પોતાના નામે કરી લીધો છે.

આવી બીજી અપડેટ મેળવવા અમારું whatsapp ગ્રુપ જોઈન્ટ કરો અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો