દુનિયાના 10 સૌથી મોટા શહેરો. અમુક શહેરો તો ભારત ના રાજ્ય થી પણ મોટા છે. જાણો ભારતના કેટલા શહેર ટોપ 10 શહેરોની યાદીમાં આવે છે

(world’s top 10 biggest cities) વિશ્વના 10 સૌથી મોટા શહેરો: આ બ્લોગ આર્ટીકલ માં આપણે દુનિયાના 10 સૌથી મોટા શહેરો વિશે વાત કરીશું તેમજ આ શહેરો કયા દેશમાં આવેલા છે કેટલી વસ્તી છે, દરેક શહેરોના કલ્ચર ત્યાંની મુખ્ય સમસ્યાઓ અને કયુ શહેર કઈ વિશેષતાને કારણે ખૂબ જ વધુ વસ્તી ધરાવે છે આ બધી માહિતી આપણે આ બ્લોગ આર્ટીકલ માં વિસ્તૃતમાં મેળવીશું

(world’s top 10 biggest cities) વિશ્વના 10 સૌથી મોટા શહેરો

10.ઓસાકા જાપાન (OSAKA, JAPAN)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 10 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? જાપાન
શહેરની વસ્તી 1 કરોડ 92 લાખ
શહેરનો એરીયા 223 ચોરસ કિ.મી

 

ઓસાકા જાપાન (OSAKA, JAPAN)
ઓસાકા જાપાન (OSAKA, JAPAN) SOURCE: WIKIPEDIA

જાપાન ના બીજા સૌથી મોટા શહેરમાં ઓસાકા શહેરનું નામ મોખરે આવે છે. આ શહેરની વસ્તી 1 કરોડ 92 લાખની સાથે દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં દસમું સ્થાન ધરાવે છે. આ શહેર નાણાકીય અને ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ મોખરે નું સ્થાન ધરાવે છે. તેમજ શહેરમાં ઘણી બધી જાપાનની મલ્ટી નેશનલ કંપનીઓ સ્થાપિત છે. ઓસાકા શહેરની ખાણી પીણી અને આધુનિક આર્કિટેક્ચર માટે જગવિખ્યાત છે. જે પ્રવાસીઓ માટે આ શહેર ને આકર્ષણનું કેન્દ્ર બનાવી રાખે છે. તેમજ જાપાની ટેકનોલોજી ની મેટ્રો ટ્રેન પણ સિટીમાં કાર્યરત છે. જે વર્ષ દરમિયાન 900 મિલિયનથી પણ વધારે પ્રવાસીઓના આવન જાવન નું સંચાલન કરે છે. આ શહેરમાં બીજા મેટ્રો શહેરની જેમ વધારે વસ્તીના કારણે શહેરના લોકો રોડ રસ્તા પર વધારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

9. બેઇજિંગ ચાઇના (BEIJING, CHINA)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 9 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? ચાઇના
શહેરની વસ્તી 1 કરોડ 94 લાખ
શહેરનો એરીયા 12,796 ચોરસ કિ.મી

 

બેઇજિંગ ચાઇના (BEIJING, CHINA)
બેઇજિંગ ચાઇના (BEIJING, CHINA)
Source: theeconomictimes

બેઇજિંગ ચાઇના દેશનું બીજું સૌથી મોટું અને ચાઇના નું પ્રાચીન શહેર માનવામાં આવે છે. શહેરમાં વધતા ધંધાને કારણે છેલ્લા ૫૦ વર્ષમાં નોંધપાત્ર એવો વસ્તીનો વધારો થયો છે. હાલમાં શહેરમાં એક કરોડ 94 લાખની વસ્તી સાથે શહેર દુનિયાનું નવમું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર છે. બેઇજિંગને ઘણા બધા દેશોની મલ્ટી નેશનલ કંપનીઓની હેડ ઓફિસ માટેનું કેન્દ્ર પણ માનવામાં આવી રહ્યું છે. અહીંયા ધંધાકીય વિકાસને કારણે અહીંના લોકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે મળતી માહિતી અનુસાર બેન્ઝીનમાં દુનિયાના સૌથી વધુ અબજોપતિ નું ઘર પણ માનવામાં આવે છે. આ શહેરમાં પ્રતિ ચોરસ કિલોમીટર માં 4600 કરતા વધુ વસ્તી ધરાવે છે. પરંતુ વધતી વધતી ફેક્ટરી અને બિઝનેસ ના લીધે વાતાવરણમાં પણ ઘણો બદલાવ આવે છે જેમકે વાહનોના પ્રદૂષણ, ફેક્ટરી માંથી નીકળતા ધુમાડાના પ્રદૂષણ તેમજ અવાજ પ્રદુષણ ના લીધે ત્યાંના લોકો ના આરોગ્ય ઘણું જોખમમાં મુકાય છે. ત્યાંના રહેવાસીઓ ખરાબ અને જોખમી હવા પ્રદુષણ ના કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે.

દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય. આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

8.મુંબઈ ઇન્ડિયા (MUMBAI, INDIA)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 8 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? ભારત
શહેરની વસ્તી 2 કરોડ 1 લાખ
શહેરનો એરીયા 157 ચોરસ કિ.મી

 

મુંબઈ ઇન્ડિયા (MUMBAI, INDIA)
મુંબઈ ઇન્ડિયા (MUMBAI, INDIA) SOURCE: Tripsavvy.com

મુંબઈ શહેરમાં હાલની વસ્તી 2 કરોડ 1 લાખની છે. જે મુંબઈને દુનિયાની વધારે વસ્તી ધરાવતા શહેરની યાદીમાં આઠમું સ્થાન અપાવે છે. મુંબઈ શહેર ભારતની સૌથી મોટી આર્થિક રાજધાની ગણાય છે. શહેર મુખ્યત્વે દરિયાકાંઠે વસેલું શહેર છે મુંબઈ શહેર ઐતિહાસિક અને કલાથી ભરપૂર છે તેમજ શહેર ભારતના ફિલ્મો ઉદ્યોગનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ બોલિવૂડના ફિલ્મો અને તેના સંગીત ના લીધે પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. મુંબઈ શહેરમાં લગભગ બધી જ મલ્ટીનેશનલ કંપનીની હેડ ઓફિસ આવેલી છે એટલે શહેરને ભારતની નાણાકીય રાજધાની માનવામાં આવે છે. રોજગારીની વિવિધ તકોને લીધે ગ્રામીણ પબ્લિકનો મુંબઈમાં ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ વધતી જતી વસ્તી અને શહેરની મોંઘવારીના લીધે ગ્રામીણ પબ્લિક ને મુંબઈમાં સેટ થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત મુંબઈ શહેરમાં વધારે વસ્તીના લીધે પ્રદૂષણ પણ એટલું જ જોવા મળે છે. શહેર ના મુખ્યત્વે સમસ્યામાં નબળી ગુણવત્તા વાળા આવાસ, ટ્રાફિક સમસ્યા, હવા પ્રદુષણ અને વસ્તીના પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ના અભાવને લીધે સામાન્ય માણસને ભારે હાલાકીના સામનો કરવો પડે છે.

7. ઢાંકા બાંગ્લાદેશ (DHAKA, BANGLADESH)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 7 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? બાંગ્લાદેશ
શહેરની વસ્તી 2 કરોડ 2 લાખ
શહેરનો એરીયા 306 ચોરસ કિ.મી

 

ઢાંકા બાંગ્લાદેશ (DHAKA, BANGLADESH)
ઢાંકા બાંગ્લાદેશ (DHAKA, BANGLADESH) Source: dhaka tribune

બાંગ્લાદેશની રાજધાની એવું ઢાકા શહેર ખૂબ જ ઝડપથી વિકાસ પામતું શહેર છે સાથે સાથે વસ્તી માં પણ નોંધપાત્ર એવો વધારો થયો છે હાલમાં મળતી માહિતી અનુસાર શહેરની વસ્તી 2 કરોડ 2 લાખની છે જે ઢાંકા શહેરને દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં સાતમું સ્થાન અપાવે છે. અહીંયા પ્રકાશન અને પબ્લિકેશન ઉદ્યોગ નો ઢાકા શહેરના વિકાસમાં નોંધપાત્ર ફાળો છે. આ ઉદ્યોગ ના લીધે શહેરમાં ઊંચી બિલ્ડીંગ અને કોમર્શિયલ બિલ્ડીંગ માં થોડા વર્ષોમાં જ ઘણો વધારો જોવા મળ્યો છે ઢાંકા શહેર ને બંગાળી સંસ્કૃતિનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ સંસ્કૃતિના લીધે શહેરમાં વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવો અને ધાર્મિક કાર્યકર્મોનું આયોજન થતું રહે છે આ શહેરમાં નિમ્તલી અને લાલ કિલ્લા પણ સ્થાપિત છે બાંગ્લાદેશની ભૌગોલિક સ્થળ અને ગંગા નદીની ડેલ્ટા સ્થિતિને કારણે વાવાઝોડા અને ચોમાસાની ઋતુમાં પુર આવવાની વધારે સંભાવના રહે છે.

વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો. એક પરીક્ષા તો એવી છે કે 34 કલાક પરીક્ષા ચાલે છે. આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

6. કૈરો ઇજિપ્ત (CAIRO, EGYPT)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 6 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? ઇજિપ્ત
શહેરની વસ્તી 2 કરોડ 4 લાખ
શહેરનો એરીયા 214 ચોરસ કિ.મી

 

કૈરો ઇજિપ્ત (CAIRO, EGYPT)
કૈરો ઇજિપ્ત (CAIRO, EGYPT) Source: thoughtco.com

કૈરો શહેર ઇજિપ્ત દેશનું પ્રાચીન અને ઐતિહાસિક બાંધકામના લીધે ઘણું જાણીતું શહેર છે. તેમજ શહેરમાં વિશ્વની સાત અજાયબી માંથી એક અજાયબી ગીઝા પિરામિડ કૈરો શહેરમાં આવેલી છે. શહેરની વસ્તીની વાત કરવામાં આવે તો 2 કરોડ 4 લાખની વસ્તી સાથે ઈજીપ્તનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. આ ઉપરાંત કૈરો શહેર દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરની યાદીમાં છઠ્ઠું સ્થાન અપાવે છે. ઇજિપ્તના ટોટલ વસ્તીના 11% લોકો કૈરો શહેરમાં રહે છે. કૈરો શહેરમાં પ્રવાસી અને ત્યાંના રહેવાસીની આવન જાવન માટે મનો મોનો રેલવે કાર્યરત છે જે શહેરની મુખ્ય ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ઘણી જ મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે શહેરની આસપાસ નો વિસ્તાર રણ વિસ્તાર હોવાને લીધે શહેરની વસ્તીને ઘણીવાર ધૂળના ચક્રવાત નો સામનો કરવો પડે છે પરંતુ ગીજા પિરામિડ અજાયબીને કારણે આ ધૂળનું ચક્રવાત પ્રવાસીને કૈરો શહેરમાં આવતા રોકી શકતું નથી.

5. મેક્સિકો સીટી (MEXICO CITY, MEXICO)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 5 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? મેક્સિકો
શહેરની વસ્તી 2 કરોડ 6 લાખ
શહેરનો એરીયા 1485 ચોરસ કિ.મી

 

મેક્સિકો સીટી (MEXICO CITY, MEXICO)
મેક્સિકો સીટી (MEXICO CITY, MEXICO)
Source:explorepartsunknown.com/

મેક્સિકો દેશનું મેક્સિકો સીટી શહેર દરિયાની સપાટીથી 2240 મીટર ની ઊંચાઈ પર આવેલું છે જેને વેલી ઓફ મેક્સિકો તરીકે પણ ઓળખાય છે. મેક્સિકો સિટી અમેરિકા ખંડનું સૌથી પ્રાચીન રાજધાની માનવામાં આવે છે. આ શહેરનો વિકાસ ખૂબ જ નોંધપાત્ર છે આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરમાં 1900 ની સાલમાં શહેરની વસ્તી માત્ર પાંચ લાખ હતી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો રોજગારીની શોધમાં શહેરમાં આવતા ગયા અને 1970 સુધીમાં આ વસ્તી પાંચ લાખમાંથી ૯૦ લાખ કરતાં પણ વધી ગઈ. ગ્રામીણ વિસ્તાર ના લોકોનો સિટીમાં ભારે ઘસારાના લીધે શહેરમાં આવાસની અછત વર્તાતા લોકોએ શહેરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડાઓ-મકાનો ના બાંધકામ કર્યા.

હાલમાં મળતી માહિતી મુજબ મેક્સિકો સિટી ની વસ્તી 2 કરોડ 6 લાખની વસ્તી સાથે દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં પાંચમું સ્થાન અપાવે છે. હાલમાં મેક્સી કોઈ સીટી ધંધાકીય ક્ષેત્ર માટે ઘણું ફેમસ શહેર બની ગયું છે. બિઝનેસની સાથે સાથે મેક્સિકો સીટીમાં પ્રવાસી લોકોની પણ ખૂબ જ આવન જાવન જોવા મળે છે. આ પ્રવાસી લોકોને લીધે મેક્સિકો સિટીમાં પાણી પીણી અને મ્યુઝિયમના બિઝનેસ ની આવકમાં ઘણો વધારો થયો છે તેના લીધે મેક્સિકોસિટી આર્થિક રીતે ઘણું આગવું સ્થાન ધરાવે છે . મેક્સિકોસિટીની અર્થ વ્યવસ્થા નો એ વાત ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે જો મેક્સિકોસિટી એક અલગ દેશ હોત તો અમેરિકા ખંડનો પાંચમો સૌથી મોટો વ્યવસ્થા ધરાવતો દેશ હોય શકે છે.

4. સાઓ પાઉલો, બ્રાઝિલ (SAO PAULO, BRAZIL)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 4 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? બ્રાઝિલ
શહેરની વસ્તી 2 કરોડ 18 લાખ
શહેરનો એરીયા 1521 ચોરસ કિ.મી

 

સાઓ પાઉલો, બ્રાઝિલ (SAO PAULO, BRAZIL)
સાઓ પાઉલો, બ્રાઝિલ (SAO PAULO, BRAZIL)
Source: AP News

સાઓ પાઉલો બ્રાઝિલ દેશનું 2 કરોડ 18 લાખની વસ્તી સાથે દુનિયાનું પાંચમું સૌથી વસ્તી ધરાવતું શહેરમાં નું એક છે. જ્યાં ગરીબોની ઝૂંપડપટ્ટી સાથે સાથે સાથે ખૂબ જ મોટી મોટી ગગનચુંબી ઈમારતો જોવા મળે છે. જે શહેરને એક વિપરીત શહેર બનાવે છે. આ શહેરમાં ગગન ચૂંબી ઇમારતો સાથે ઝૂંપડપટ્ટીઓ પણ એટલી જ જોવા મળે છે જે વિસ્તારને ફાવેલા તરીકે ઓળખાય છે. સાઓ પાઉલો શહેરની મુખ્ય સમસ્યા પાણીની સમસ્યા છે અહીંયા પીવાના પાણીની પણ ખૂબ જ તંગી છે. આ માટે શહેરના આડેધડ કરાયેલા બાંધકામ અને શહેરની વ્યુરચના જવાબદાર છે. આ શહેરમાં થોડા વર્ષો પહેલા ક્રાઈમ નું પ્રમાણ પણ ખૂબ જ વધુ હતું પરંતુ હાલમાં શહેરમાં ક્રાઈમ અને પ્રદૂષણ ના દરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે જે ત્યાંના નાગરિકો માટે આ એક સારી વાત છે.

3. શાંઘાઈ ચાઇના (SHANGHAI, CHINA)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 3 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? ચાઇના
શહેરની વસ્તી 2 કરોડ 63 લાખ
શહેરનો એરીયા 6333 ચોરસ કિ.મી

 

શાંઘાઈ ચાઇના (SHANGHAI, CHINA)
શાંઘાઈ ચાઇના (SHANGHAI, CHINA)
SOURCE: Celonis.com

શાંઘાઈ શહેર 2 કરોડ 63 લાખ ની વસ્તી સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા સાંઘાઇ સીટી એક નાનું માછીમારો માટેનું ગામ હતું પરંતુ શહેરની ભૌગોલિક સ્થિતિના લીધે શહેર થોડાક જ વર્ષોમાં વિશ્વનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું. શાંઘાઈ શહેર માં નાનજીંગ રોડ ઘણો ફેમસ છે. જે આધુનિક મોલનું હબ ગણવામાં આવે છે. આ નાનજીંગ સ્ટ્રીટ 5.5 કિલોમીટર લાંબી છે. જે યુનાઇટેડ કિંગડમ ના ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને પેરિસના એલિસિસ સ્ટ્રીટ જેમ ખૂબ જ વ્યસ્ત સ્ટ્રીટ માનવામાં આવે છે આ નાનજીંગ રોડ સ્ટ્રીટ ઉપરથી દરરોજ 10 લાખ લોકો કરતા પણ વધુ લોકો ચીજ વસ્તુઓની ખરીદી કરે છે.

2. દિલ્હી ઇન્ડિયા (DELHI, INDIA)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 2 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? ભારત
શહેરની વસ્તી 2 કરોડ 93 લાખ
શહેરનો એરીયા 42.7 ચોરસ કિ.મી

 

દિલ્હી ઇન્ડિયા (DELHI, INDIA)
દિલ્હી ઇન્ડિયા (DELHI, INDIA) SOURCE: toshiba-clip.com/

દિલ્હી શહેર ભારતની રાજધાની સાથે સાથે 2 કરોડ 93 લાખની વસ્તી ધરાવતું દુનિયાનું બીજુ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર માનવામાં આવે છે. દિલ્હી શહેર લગભગ 2000 વર્ષ પ્રાચીન શહેર છે આ શહેરીની ગણિત મુખ્ય સમસ્યાઓ છે જેમકે ખરાબ હવા અવાજ પ્રદુષણ મને ટ્રાફિક સમસ્યા. શહેર માં જુના બાંધકામ અને જુના પ્લાન ના રોડ રસ્તા ના લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યા અને હવા પ્રદુષણ મુખ્ય સમસ્યાઓ છે. જોકે નવા રોડ અને બાંધકામ ને લીધે ટ્રાફિકની સમસ્યા થોડી હળવી કરવામાં મદદરૂપ જણાય છે.

1. ટોક્યો જાપાન (TOKYO, JAPAN)

દુનિયા માં વધુ વસ્તી ધરાવતા શહેર ની યાદીમાં 1 સ્થાન પર આવે છે.
શહેર કયા દેશમાં આવેલું છે? જાપાન
શહેરની વસ્તી 3 કરોડ 74 લાખ
શહેરનો એરીયા 2194 ચોરસ કિ.મી

 

ટોક્યો જાપાન (TOKYO, JAPAN)
ટોક્યો જાપાન (TOKYO, JAPAN)
Source: en.japantravel.com

શહેર જાપાનનું અને દુનિયાનું સૌથી મોટું વધુ વસ્તી ધરાવતું શહેરમાંનું એક છે શહેર 3 કરોડ 74 લાખની વસ્તી ધરાવતું શહેર છે. શહેરનો કુલ એરીયા 13,452 ચોરસ કિલોમીટરનો છે એટલે કે આખા ટોક્યો શહેરની પ્રતિક ચોરસ કિલોમીટર માં 2642 લોકો વસવાટ કરે છે. આટલી બધી વસ્તી ના લીધે ત્યાંના રહેવાસીઓ માટે રહેવાની જગ્યા અને મુસાફરીની બાબતમાં ખૂબ જ સમસ્યા કરતા વિષયો છે. જેના લીધે શહેરમાં રહેવા માટેના ઘરની અછત ઊભી થાય છે જેના લીધે ખૂબ જ નાની સાઈઝના ઘરમાં વધારે લોકો રહેવા માટે અને ઊંચા ભાવો આપવા માટે મજબૂર છે. શહેરની આસપાસ ના રોડ રસ્તા પણ માણસોથી ભરેલા હોવાથી ટ્રાફિક સમસ્યા અને ફૂટપાથ પર ચાલનારા લોકો માટે પણ અગવડ ઊભી કરે છે.

વ્હાલી દીકરી યોજના – અહીંથી ફોર્મ ભરો યોજના માટે અને મેળવો 1,10,000 રૂપિયા આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

 

વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ રકુલના સાડી લૂક અને ઇશા ગુપ્તાના ગાઉન લુકને ફેન્સે વખાણ્યો નફો કમાવવાની લાલચ આપીને આચરવામાં આવતા મુખ્ય પાંચ નાણાકીય સ્કેમ થી હંમેશા સાવધાન રહો દુનિયાના 10 સૌથી મોટા શહેરો ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર
વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ રકુલના સાડી લૂક અને ઇશા ગુપ્તાના ગાઉન લુકને ફેન્સે વખાણ્યો નફો કમાવવાની લાલચ આપીને આચરવામાં આવતા મુખ્ય પાંચ નાણાકીય સ્કેમ થી હંમેશા સાવધાન રહો દુનિયાના 10 સૌથી મોટા શહેરો ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર