SBI કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળી રહ્યા છે 3 લાખ રૂપિયા, જાણો અહીં કેવી રીતે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ

ખેડૂતોને આર્થિક રીતે મજબૂત અને સશક્ત બનાવવા માટે SBI કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જે પ્રધાનમંત્રી ના આત્મ નિર્ભર ભારત તરફ દોરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ યોજના બનાવવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોની આવશ્યક પ્રવૃત્તિ જેવી કે બિયારણ ખરીદી અને જમીન ખેડાણમાં આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો ને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ લેખ દ્વારા SBI કિસાન ક્રેડિટ કાર્ડ શું છે, આ યોજના ના લાભો, આ યોજના ના લાભો મેળવવા માટેની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો, તેમજ આ યોજના નો વ્યાજ દર, આ યોજના માટે કેવી રીતે અરજી કરવી આ બધા વિષયો વિશે આપણે માહિતી મેળવીશું.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું?

sbi કિસાન ક્રેડિટ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની ખેતી વિશેની નાણાકીય ચિંતાઓને દૂર કરવાનો અને ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. આ યોજનાનો લાભ કોઈપણ બેંકમાં ખાતું શરૂ કરીને ત્રણ લાખ લાખ સુધીનું ધિરાણ મેળવી શકાય છે. બેંક દ્વારા અપાયેલ આ નાણા ધિરાણ નો ઉપયોગ કૃષિ ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ના ખર્ચ માટે ઉપયોગ કરી શકાય છે. જેમ કે બિયારણ ખરીદી, સબમર્સીબલ પંપ ની ખરીદી, ખેડકામ મજૂરી, અન્ય મજૂરીઓ જેવા વિવિધ પ્રવૃત્તિઓના ખર્ચા માં ઉપયોગમાં લઈ શકાય છે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડના (KCC) ફાયદાઓ

  • કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂત જો દર 45 દિવસમાં આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એકવાર કરે છે તો, જેવા ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ (વીમા) એક્સિડન્ટ મળી શકે છે.
  • આ કિસાન ક્રેડિટ કાર્ડ એક ધિરાણ ખાતા તરીકે કાર્ય કરે છે. જે ખેડૂતોને તેમની જરૂરિયાત અનુસાર નાણા મેળવવા અને ભરપાઈ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
  • જો ક્રેડિટ કાર્ડ નું બેન્ક એકાઉન્ટ માં વ્યવસ્થિત લેવડદેવડ થઈ હોય તો ખેડૂતોની તેમાં પડેલી રાશિ નું બેંકના વ્યાજ દર પ્રમાણે વ્યાજ પણ મળે છે.
  • જો આ ખાતા માં લેવડદેવડ સમયસર કરવામાં આવી રહી છે તો શરૂઆતના પાંચ વર્ષમાં, દર વર્ષે બેંક દ્વારા પૂરી પડાતી લોનની મર્યાદા માં 10% નો વધારો થાય છે.
  • લીધેલી લોનની ભરપાઈ ખેડૂત તેમને મળનારી પાકની ઉપજ અનુસાર લોન ભરવાની સમયસીમા નક્કી કરી શકે છે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ માટેની યોગ્યતા

આ કિસાન ક્રેડિટ કાર્ડ ની યોજના નો લાભ લેવા માટે ખેડૂતની ઉંમર 18 થી 75 વર્ષની હોવી જરૂરી છે. અહીં ભલે વ્યક્તિગત જમીન માલિક હોય કે સંયુક્ત જવાબદારી જૂથના સભ્ય તેમાં ભાડું ખેડૂતો મૌખિક ભાડે લેનાર અને તેનો સમાવેશ થાય છે. જેથી માટે કોઈપણ ખેડૂત આ લાભકારી યોજના માટે પાત્ર થઈ શકે છે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ

SBI કિસાન ક્રેડિટ કાર્ડ ની અરજી કરવા માટે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજી કરતી વખતે આપવા જરૂરી છે.

રહેણાંક સરનામાનો પુરાવો
પાસપોર્ટ સાઈઝ નો ફોટો
ઓળખનો પુરાવો (પાનકાર્ડ, આધારકાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
ખેતી લાયક જમીનનો દસ્તાવેજ
સાઇન કરેલો બ્લેન્ક ચેક પાછળની તારીખમાં

SBI કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળતી લોનનો વ્યાજ દર

સરકારની ખેડૂતોને આર્થિક સશક્ત બનાવવાની આ પ્રયાસ દ્વારા ખેડૂતોને મહત્તમ 3 લાખ સુંધી ની લોન મળવા પાત્ર છે. લોન શબ્દ આવતા મનમાં સૌથી પહેલા વ્યાજદર વિચાર આવો સ્વાભાવિક છે. આ લોન નો વ્યાજ દર સાત ટકા છે તેમ છતાં ખેડૂતો આ લોનની ભરપાઈ સમય મર્યાદામાં કરતા રહે છે તો તેમને વ્યાજદરમાં 3% સુધીનું રાહત પણ આપવામાં આવે છે. એટલે કે સમયસર લોન ભરતા ખેડૂતોનો વ્યાજ દર ઘટીને 4% થાય છે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ ના લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી?

SBI કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે નીચે જણાવ્યા અનુસાર સ્ટેપનું પાલન કરીને અરજી કરી શકો છો.

  1. સૌ પ્રથમ નીચે દર્શાવેલી લીંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો અથવા તેને મેળવવા માટે નજીકની કોઈપણ બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું અરજી ફોર્મ આપવા કહો.
  2. ત્યારબાદ ડાઉનલોડ કરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લો અને તેમાં માંગેલી તમામ જરૂરી માહિતીઓ વ્યવસ્થિત રીતે ભરી લો
  3. આ ભરેલું ફોર્મ નજીકની બેંક શાખામાં જઈને જમા કરાવી આપો.
  4. ત્યારબાદ તમે જમા કરાવેલા ફોર્મ ની બેન્ક અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવશે જો કોઈ ભૂલ હશે તો અધિકારી તમને જણાવશે અને જો વ્યવસ્થિત રીતે ફોર્મ ભરાયેલું હશે તો બેંક દ્વારા બેંકની સમય સીમા મુજબ તમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

SBI કિસાન ક્રેડિટ કાર્ડ લગતી મહત્વની વેબસાઈટ લીંક

SBI કિસાન ક્રેડિટ કાર્ડ નું pdf અરજી ફોર્મ અહીં ક્લિક કરો
આવી અવનવી ખબર મેળવવા માટે અમારું whatsapp ગ્રુપ જોઈન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ ની લીંક     અહીં ક્લિક કરો

 

આ લેખ વિશે પણ વાંચો
ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર, છોડ દીઠ 10,000 મેળવો
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.