સુરતનું ડાયમંડ બોર્સ બન્યું દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ડાયમંડ બોર્સ બિલ્ડીંગ માં 67,000 થી વધુ ડાયમંડ બિઝનેસ ને લગતા માણસો કામ કરી શકશે. આમાં રત્ના કલાકાર, ડાયમંડ ના વેપારીઓ, સાઈનર, ગેલેક્સી પ્લાનર વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્પોરેટ બિલ્ડિંગમાં ડાયમંડ ને લગતા તમામ કામ એક જગ્યાએ થઈ શકે એ રીતે બનાવાયેલું છે.
સુરત ડાયમંડ બોર્સ બિલ્ડીંગની ખાસિયતો
દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ સુરતમાં બની છે. જેનું નામ સુરત ડાયમંડ બોર્સ છે. આ બિલ્ડીંગ 3200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. મળતી વિગતો અનુસાર આ બિલ્ડીંગ 35 એકર જમીનમાં અને 15 માળ ની ઊંચાઈ ધરાવતું બિલ્ડીંગ છે. જેમાં નવ અલગ અલગ ટાવર છે. જે ટાવર બિલ્ડીંગની વચ્ચે આવેલી લોબીમાં કનેક્ટેડ છે. આ બિલ્ડીંગ ના બિલ્ડર દ્વારા મળતી માહિતી અનુસાર જેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટ નો કાર્પેટ એરિયા છે. આ ઉપરાંત બધા જ ટાવરમાં દુબઈના બુર્જ ખલીફામાં જે લિફ્ટનો ઉપયોગ કરાયો છે તે જ લિફ્ટ આ બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવાયો છે જે ઘણી જ ફાસ્ટ છે. આ લિફ્ટ પ્રતિ સેકન્ડ 3 મીટર જેટલું અંતર કાપે છે. તેમજ આ બિલ્ડિંગમાં ટોટલ 122 લિફ્ટ નો ઉપયોગ કરાયો છે. જેથી કોઈ કર્મચારી કે બિઝનેસમેનને લિફ્ટની વાટ જોવામાં ટાઈમ બરબાદ ના કરવો પડે. એમ જ આ બિલ્ડિંગની ખાસિયત એ જ છે કે તમે કોઈપણ ગેટ થી એન્ટ્રી કરો એટલે ચાર મિનિટમાં તમારી ઓફિસમાં પહોંચી જાવ એવું બિલ્ડીંગના બિલ્ડર દ્વારા જાણવા મળ્યું છે. સુરતનું ડાયમંડ બોર્સ ની આ બિલ્ડિંગમાં 4200 કરતાં વધુ કંપનીઓની ઓફિસો બની રહી છે. આ બિલ્ડીંગ બનવાથી દોઢ લાખ વધુ લોકોને ડાયરેક્ટ રોજગારી મળવાની સંભાવના છે.
બિલ્ડીંગ ને બનાવવા માં ચાર વર્ષ કરતા વધુનો સમય ગાળો લાગ્યો છે. આ બિલ્ડીંગ દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ બની ગઈ છે. આ ખિતાબ પહેલા અમેરિકાના પેન્ટાગોન શહેરના એક બિલ્ડિંગ ના નામે હતો જે હવે સુરતની આ બિલ્ડીંગે પોતાના નામે કરી લીધો છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat’s diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv
— Narendra Modi (@narendramodi) July 19, 2023