બાપ રે અંબાલાલ પટેલે આ શું આગાહી કરી નાખી! આગામી 30 દિવસ મેઘો ગુજરાતનો મહેમાન થવાનો છે.

અંબાલાલ પટેલ ની આગાહી (Ambalal Patel aagahi) ગુજરાતમાં આગળના 30 દિવસ માં અતિ ભારે વરસાદની આગાહી કરાય છે. ગુજરાતના પ્રખ્યાત વરસાદ આગાહીકાર એટલે કે અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 30 દિવસ સુધી વરસાદ ગુજરાતમાં મહેમાન બનવાનો છે એવી આગાહી કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ડિપ્રેશન ની સ્થિતિ બની હોવાને લીધે તારીખ 18 થી 24 તારીખ માં ભારેથી અતિ ભારે વરસાદ ની શક્યતાઓ છે.

કયા કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી?

આગાહી મુજબ વરસાદ મહેસાણા, ડીસા થરાદ પાલનપુર અને સાબરકાંઠાના પ્રાંતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 19, 20,21 અને 22 જુલાઈ એ કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રાંતોમાં ખૂબ જ વરસાદ આવવાની શક્યતાઓ છે. અતિ ભારે વરસાદ સાથે ખૂબ જ ઝડપી પવન પવન ફૂંકાવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ દ્વારા એ પણ જણાવાયું છે કે અતિભારે વરસાદના લીધે ગુજરાતની નદીઓ જેમ કે સાબરમતી નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે તેમજ તેમાં હલકા પુરની શક્યતા પણ છે. આ ઉપરાંત એમણે એમ પણ જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ શકે છે. જોકે હાલમાં ડેમની સપાટી ઘણી જ ઉપર આવી ગયેલી છે.

અંબાલાલ પટેલ ની આગાહી – નદીઓમાં હળવા પુર ની શક્યતા

આગાહીકાર અંબાલાલ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે તારીખ 27 28 અને 29 જુલાઈના દિવસોમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ હિંદ મહાસાગરમાં અતિ ભારે વરસાદ થાય તેવું વાતાવરણ બન્યો હોવાથી ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ તારીખ 2,3,4 અને 5 ઓગસ્ટ ના દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પકડવાની શક્યતાઓ છે. તારીખ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નો મેઘો મહેમાન થવાનો છે. વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે ઓગસ્ટ મહિનામાં પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આગાહીકાર અંબાલાલ સાથે સાથે ગુજરાતના હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરેલી છે. તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આગાહીના દિવસોમાં નદી, તળાવ, કોઝવે, ડેમના પટમાં, કે દરિયાકાંઠે અવરજવર કે નાહવા નું ટાળવું જોઈએ.

આ લેખ વિશે પણ વાંચો
પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તા વિશે માહિતી. ચેક કરો તમારું નામ યાદીમાં છે કે નહીં.
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.
દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ બન્યું સુરતનું ડાયમંડ બોર્સ, જાણો આ બિલ્ડીંગની ખાસિયત

 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

જરૂરી નોંધ : આ લેખ દ્વારા અમે આપેલ માહિતી અલગ અલગ પોર્ટલ પર સંશોધન કર્યા બાદ મેળવેલી છે જેની બધા લોકોએ નોંધ લેવી આપેલ સમાચાર પરથી કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરીને એકવાર માહિતી ચકાસી લેવી પછી યોગ્ય નિર્ણય કરવો.