હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની મોટી આગાહી. જાણો અહીં કયા-કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા વરસાદની મોટી આગાહી: જુનાગઢમાં સર્જાયેલા વરસાદી કેરના દ્રશ્યો તમે જોયા જ હશે. ભારે વરસાદને લીધે જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આજે પણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ રેખા ના લીધે રાજ્યમાં આજે ભારે વરસાદ ની આગાહી કરાઈ છે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મેઘ તાંડવ ના દ્રશ્યો સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે રાજ્યના લગભગ જિલ્લામાં વરસાદના કહેર અને જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીમાં ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓનો સમાવેશ થઈ જાય છે. આ સાત જીલ્લાઓમાં કોઈ જિલ્લામાં રેડ અને કોઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપીને આગાહી કરાઈ છે. હવામાન વિભાગે પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ સિગ્નલ જાહેર કર્યું છે. તેમજ જુનાગઢ વલસાડ દમણ દાદરા નગર હવેલી અને કચ્છ વગેરે જિલ્લામાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ નવસારી, આણંદ, ભાવનગર, અમરેલી સુરત,ગીર, સોમનાથ અને વડોદરામાં યલો સિગ્નલ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં સામાન્યથી મધ્ય માત્રામાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તમને જણાવી દઈએ કે આવતા બે દિવસ સુધી હજુ વરસાદનું જોર વધવાની શક્યતા છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે 24 જુલાઈ પછી થી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ ની આગાહી શું કહે છે?

હવામાન શાસ્ત્રી અથવા ગુજરાતના પ્રખ્યાત વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે કે વડોદરા આણંદ ખેડા નડિયાદ અને સાવલીમાં આવતા 24 કલાકમાં થતી ભારે વરસાદ થશે એવી આગાહી કરે છે તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બનાસકાંઠા પંચમહાલ અને અરવલ્લીના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તેમજ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ મધ્યમથી ધીમા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાય છે.

કયા કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાત રાજ્યમાં વરસાદ જાવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ 24 કલાકમાં ગુજરાતના 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ 246 તાલુકાઓ માંથી સૌથી વધારે વરસાદ નવસારીમાં 12 ઇંચ વરસાદ 24 કલાકમાં વરસ્યો છે.

જલાલપોરમાં 11 ઇંચ જુનાગઢ શહેર અને તાલુકાઓમાં 10 ઇંચ ભાવનગરના ઉમરાળા તાલુકામાં 8 ઇંચ વરસાદ, અને વલભીપુર તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદ બોટાદ વિસાવદર ગણદેવી વલભીપુર ખંભાળિયા અને મેંદરડા માં 5 ઇંચ કરતાં વધારે વરસાદ હવામાન વિભાગના આંકડા પ્રમાણે નોંધાયો છે. જ્યારે દેહગામ, ચીખલી, વંથલી, ધરમપુર, સાણંદ, મહુવા, પારડી અને કેશોદ માં 4 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો છે.

આ લેખ વિશે પણ વાંચો
10 પાસ માટે ડ્રાઇવરની સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક
બાપ રે અંબાલાલ પટેલે આ શું આગાહી કરી નાખી
10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ભરતી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા મોટી ભરતી, પગાર 18,000 થી ₹2,18,200
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો.