અંબાલાલ પટેલે કરી આગાહી:ગુજરાતની જનતા ને સાવચેત કરતી ગુજરાતની પબ્લિક ને વરસાદના મારથી સાવચેત કરતી આ ચોમાસાની સૌથી મોટી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત અને સાથે સાથે સમગ્ર ભારત માં અનારાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા આગાહી કરનાર અંબાલાલ પટેલે આ ચોમાસાની સૌથી મોટી આગાહી કરીને લોકોને સાવચેત કર્યા છે કે તોફાની વરસાદના રાઉન્ડ માટે તૈયાર રહેજો.
20 જુલાઈ થી ગુજરાતમાં ચાલુ થઈ શકે છે ત્રીજો રાઉન્ડ: અંબાલાલ પટેલ ની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 14 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જેથી 20 જુલાઈથી ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારતમાં ખૂબ જ તોફાની પવન સાથે વરસાદ ફુકાવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના દ્વારા જણાવાયું છે કે આ રાઉન્ડ વરસાદના પાછળના બધા રાઉન્ડ કરતા ખૂબ જ તોફાની હશે. અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે કે પાછળ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસું જુલાઈ મહિનામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 17 જુલાઈ પછી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના લીધે નદીઓ બે કાંઠે વહેતી થાશે.
બંગાળની ખાડીમાં લો ડિપ્રેશન ના લીધે ભારે પવનની સાથે અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ડિપ્રેશન થતા સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ નું જોર વધી શકે છે. રાજ્યમાં આ ચોમાસા ના વરસાદ નો બીજો રાઉન્ડ ઘણો જ તોફાની રહ્યો હતો. આ ઉપરાંત 11 ઇંચ નો વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ તોફાની થઈ શકે છે. સાથે સાથે ભારે પવન ફુકાવાની આગાહી પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા લેવામાં આવ્યું છે કે આ આ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ઘણો ભયાનક હશે એવા વરસાદ તમે ક્યારેય જોયો હશે નહીં.
ગુજરાતના આ ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ આ મહિનાની એટલે કે 23 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે આવવાની સંભાવના છે. આ ઉપરાંત 28 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધી માં મધ્યમથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સાથે મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદથી તરબતોળ થવાની શક્યતા છે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી સાથે સાથે જણાવ્યું કે ચોમાસાનું પ્રથમ ડિપ ડિપ્રેશન 18 ,19 અને 20 જુલાઈ થી શરૂ થવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન ના લીધે વરસાદ આખા ગુજરાતને ધમરોળશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે.
નદીઓમાં હળવા પુર ની શક્યતા
ગુજરાતની સાથે સાથે ભારતના ઘણા જિલ્લાઓ માં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ઘણા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આગાહીકાર અંબાલાલ દ્વારા જણાવ્યું હતું કે ભારત દેશના ઉત્તર-પૂર્વીય ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેના લીધે નદીઓ બે કાંઠે વહેતી થાશે. જેના લીધે ઘણા ભાગોમાં નદીઓના પૂરની પણ શક્યતાઓ છે. વારે વરસાદને લીધે ગંગા યમુના જમના નદી ની સપાટીઓ વધી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તેના લીધે અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં પણ ઘણો વધારો થઈ શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના લીધે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થઈ શકે છે. જેના લીધે સરદાર સરોવર ડેમની સપાટી પણ ઘણી ઉપર આવવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું હતું કે આ ભારે વરસાદને લીધે નર્મદા નદી અને તાપી નદીમાં હળવાપુરની શક્યતાઓ જણાઈ રહી છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચાર થી આઠ ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |