SSC bharti 2023,SSC ભરતી 2023: આપણા દેશમાં લગભગ યુવાનો સરકારી નોકરી મેળવવા માટે વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છે આમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ નો કોર્સ કરતા અથવા કોર્સ પૂર્ણ થઈ ગયો હોય તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય છે કારણકે હાલમાં દર વર્ષે કેટલા એન્જિનિયરો બહાર પડે છે તેના કરતાં નોકરીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી એન્જિનિયરિંગ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવી ખૂબ જ કઠિન છે. અહીં અમે એન્જિનિયરિંગ નો નો કોર્સ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે એક સારી ખબર લઈને આવ્યા છીએ. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા જુનિયર એન્જિનિયર (JE) ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમજ આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો ચાલો આલેખ દ્વારા આપણે આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે મહત્વની તારીખો, આ ભરતી માટે ઉંમર મર્યાદા, પરીક્ષાની તારીખ, પોસ્ટ નું નામ, કુલ ખાલી જગ્યા અને આ ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે વિશેની તમામ માહિતી મેળવીશું.
SSC JE ભરતીની મહત્વની તારીખો
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતીની જાહેરાત તારીખ 26 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો તારીખ 26 જુલાઈ 2023 થી ફોર્મ ભરી શકે છે તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 છે. તેમજ આ ભરતી માટે ફી ભરવાની છેલ્લી તારીખ પણ 16 ઓગસ્ટ 2023 છે. એમ જ અરજી ફોર્મ માં સુધારા કરવા માટેની ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 છે.
SSC JE પસંદગી પ્રક્રિયા
સ્ટાફ સિલેક્શન કમિશનની આ જુનિયર એન્જિનિયરિંગ માટેની ભરતી માં પાસ થવા માટે અરજદારોએ નીચેની પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ થવું જરૂરી છે.
સૌ પ્રથમ અરજદારોએ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે અને ડિસ્ક્રિપ્ટીવ ટેસ્ટના આધારે અરજદારોની પસંદગી કરવામાં આવશે. ટેસ્ટમાં પાસ થયેલા અરજદારોને મેડિકલ ચેકઅપ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ની પણ પ્રોસેસ માંથી પણ પાસ થવાનું રહેશે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતીની પરીક્ષા ઓનલાઇન કોમ્પ્યુટર માધ્યમ દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષા ની તારીખ ઓગસ્ટ મહિનામાં રાખવામાં આવશે હજુ સુધી સ્ટાફ સિલેક્શન દ્વારા કોઈ ચોક્કસ તારીખ નિર્ધારિત કરી નથી. પરીક્ષાની ચોક્કસ તારીખની અપડેટ મેળવવા માટે સ્ટાફ સિલેક્શન કમિશનની વેબસાઈટ ચેક કરતા રહેવું જરૂરી છે.
પગાર ધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી મા સિલેક્ટ થયેલા અરજદારોની વાર્ષિક ₹35,400 થી 1,12,400 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
આ ભરતી વિશે પણ જાણો
લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશનની આ જુનિયર ભરતી માટે અરજદારોએ ઓછામાં ઓછું ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે. તેમજ આ ભરતી માં અરજી કરવા માટે અરજદાર ની ઉંમર 18 થી 32 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે. તેમજ આ ભરતી ની એક પોસ્ટ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન મા ખાલી પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકે છે.
SSC JE ભરતી ની કુલ ખાલી જગ્યા
સ્ટાફ સિલેક્શન કમિશનની આ જુનિયર એન્જિનિયરો માટેની ભરતીમાં કુલ 1324 જુનિયર એન્જિનિયરિંગ ભરતી કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજ
- આધારકાર્ડ અથવા પ્રિન્ટ આઉટ કરેલું E-aadhar card
- SC/ST/OBC (લાગુ પડતું હોય તો તેમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર)
- ડિગ્રી નું સર્ટિફિકેટ
- ડિપ્લોમા નું સર્ટિફિકેટ
- Pwd નું સર્ટિફિકેટ (જો શારીરિક અપંગતા હોય તો)
- ધોરણ 10 નો SSC Board નો રોલ નંબર અને ધોરણ 10 પાસ કર્યાનું વર્ષ
SSC JE ની ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર એન્જિનિયર માટેની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
આ અરજીને બે ભાગમાં વહેંચવામાં આવી છે 1. રજીસ્ટ્રેશન 2.એપ્લિકેશન
1.રજીસ્ટ્રેશન
- સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જુનિયર એન્જિનિયર ભરતી માટેની જાહેરાતને ડાઉનલોડ કરીને તપાસવાનું છે કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં. આ જાહેરાત PDF આ લેખના અંતમાં દર્શાવેલી છે.
- જો તમે યોગ્યતા ધરાવવો છો તો સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ ના https://ssc.nic.in/ હોમપેજ પર વિઝીટ કરવાની છે.
- હોમપેજ ના જમણી બાજુના વિભાગમાં લોગીન ની નીચે ન્યુ રજીસ્ટ્રેશન (NEW REGISTARTION) નામનો વિકલ્પ દેખાશે એના પર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન ની પ્રોસેસ આગળ વધારવાની છે. આ રજીસ્ટ્રેશન ની પ્રોસેસ માટે તમારી પાસે નીચે મુજબની સામગ્રી હોવી જરૂરી છે. 1. મોબાઈલ નંબર 2. ઇ-મેલ આઇડી 3. આધાર નંબર 4. ધોરણ 10 નો SSC Board નો રોલ નંબર અને ધોરણ 10 પાસ કર્યાનું વર્ષ 5. વિકલાંગતા ધરાવતા હોય તો સર્ટિફિકેટ.
- ન્યુ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ માહિતી અને પાસવર્ડ દાખલ કરો અને Register Now બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સમક્ષ રજીસ્ટ્રેશન નંબર આવશે જેને સાચવી રાખો.
આ ભરતી વિશે પણ જાણો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી, વિવિધ પોસ્ટ, પગાર ધોરણ 50,000 થી 2,80,000
2.એપ્લિકેશન (અરજી)
- અરજી કરવા માટે તમારે સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટના https://ssc.nic.in/ હોમપેજ પર વિઝીટ કરવાની છે.
- હોમ પેજ ઓપન કર્યા બાદ ડાબી બાજુના વિભાગમાં લોગીન કરવા માટેનો ઓપ્શન દેખાશે જેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને તમારા દ્વારા દાખલ કરાયેલું પાસવર્ડ દાખલ કરો ત્યારબાદ લોગીન બટન પર ક્લિક કરો.
- લોગીન કર્યા બાદ જુનિયર એન્જિનિયર ની ભરતી માટેના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી શૈક્ષણિક અને પર્સનલ માહિતી માંગેલી હશે જે જે દાખલ કરો.
- માહિતી દાખલ કરાયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ સબમીટ બટન પર સિલેક્ટ કરો. ત્યારબાદ તમારે પરીક્ષા ની ફી ની ચૂકવણી કરવાની રહેશે.
- ચૂકવણી કરાયા બાદ તમારી સમક્ષ ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ કરવા માટેનો ઓપ્શન આવશે. જેની મદદથી પ્રિન્ટ કાઢી લ્યો અને આ પ્રિન્ટને સાચવી રાખવા વિનંતી. અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
SSC JE ભરતી ની મહત્વની વેબસાઈટ લીંક
સ્ટાફ સિલેક્શન કમિશનની PDF જાહેરાતને ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
SSC સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
જરૂરી નોંધ: આ ભરતીને લગતી સમગ્ર માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર માહિતી નો રેફરન્સ સ્ટાફ સિલેક્શન કમિશનની જાહેરાત નો અભ્યાસ કર્યા બાદ સમજાય તેવી ભાષામાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા SSC ની ભરતી જાહેરાત ડાઉનલોડ કરી તમને યોગ્ય માહિતી તપાસી લેવી.