GSRTC ડ્રાઇવર અને કંડકટર ની મોટી ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 18,500 થી શરૂઆત

GSRTC DRIVER BHARTI, GSRTC ડ્રાઇવર અને કંડકટર ની ભરતી: શું તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ અથવા તમારા મિત્ર વર્તુળ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે? તો અહીં અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડકટર અને ડ્રાઇવરની સીધી ભરતી કરવામાં આવી રહી છે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ચાલો આલેખ દ્વારા આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે કુલ ખાલી જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત જરૂરી દસ્તાવેજો, તેમજ આ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે વિશેની સમગ્ર માહિતી મેળવીશું. આજકાલના સમયમાં નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેથી આલેખને આ લેખને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેરથી કોઈ વ્યક્તિની આખી જિંદગી બદલાઈ શકે છે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ ભરતી ની જાહેરાત તારીખ 4 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે જેમાં કંડકટર માટેની કુલ ખાલી જગ્યા 3342 છે જ્યારે ડ્રાઇવર માટેની સ્કૂલ ખાલી જગ્યા 4062 છે. તેમજ આ ભરતી માટે અરજદાર તારીખ 7 ઓગસ્ટ 2023 થી અરજી કરી શકશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023 સુધીનું છે. અરજદાર તેમની અરજી https://ojas.gujarat.gov.in/ આ વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.

પગાર ધોરણ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા જાહેર કરાયેલી જાહેરાત માં જણાવ્યા અનુસાર ડ્રાઇવર અને કંડકટર ને નોકરીના શરૂઆતના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન માસિક 18,500 રૂપિયા લેખે પગાર ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની આ ભરતી માં અરજી કરવા માટે નીચે મુજબની જરૂરી દસ્તાવેજોની સૂચિ હોવી જરૂરી છે.

  • ધોરણ 12 પાસ માર્કશીટ ની માર્કશીટ (ધોરણ 10 પછી ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા નું સર્ટિફિકેટ)
  • જાતિનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સહી નો ફોટો
  • દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

UPSC ની વિવિધ પોસ્ટ અને પગારધોરણ, કલેકટર નો હોદ્દો તો ખૂબ જ નાનો છે, જાણો અહીં ભારતની સરકારી નોકરીનું સૌથી મોટામાં મોટું પદ અને પગાર ધોરણ

GSRTC ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની ભરતી માં અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ ઉપર દર્શાવેલા સમયગાળા દરમિયાન અરજી કરવા વિનંતી. અરજી કરવા માટે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ આ વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરો
ત્યારબાદ APPLY ONLINE બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારે ડ્રાઇવર માટે અરજી કરવી હોય તો ડ્રાઇવર ના વિકલ્પ પર ક્લિક કરો જો, તમારે કંડકટર ની નોકરી માટે અરજી કરવાની હોય તો કંડકટર ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તેની નીચે દર્શાવેલા APPLY NOW બટન પર ક્લિક કરો. આ ક્લિક કરવાથી તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે તેમાં તમારી પર્સનલ ડિટેલ અને શૈક્ષણિક ડિટેલ દાખલ કરો અને સબમિટ કરો.

ત્યારબાદ સેલ્ફ ડિકલેરેશન પર ક્લિક કરો ત્યારબાદ શરતો લાગુ કરવા માટે નીચેના વિભાગમાં I AGREE ના બોક્સ મા માર્ક કરો. ત્યારબાદ તમારી સમક્ષ સેવ (save) બટન નો ઓપ્શન દેખાશે જેમાં ક્લિક કરો. ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે.

ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે પાસપોર્ટ સાઈઝ નો ફોટો, તમારી સહી નો ફોટો શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ નો ફોટો વગેરે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અપલોડ કરાયા બાદ CONFIRM APPLICATION ના બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારી સમક્ષ એક કન્ફર્મેશન નંબર આવશે. આ નંબરને અન્ય પ્રોસેસ માટે સાચવીને રાખવા વિનંતી. જનરલ કેટેગરીમાં આવતા અરજદારો માટે આગળની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ ફીની ચૂકવણી કરવી પડશે આ પી ની કિંમત 59 રૂપિયા છે. ફી ની જે ચુકવણી કર્યા બાદ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ની મદદથી તમારા દ્વારા ભરાયેલ ફોર્મની પ્રિન્ટ કાઢવા વિનંતી. અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

ભારતીય રેલવે વિભાગ દ્વારા જાહેર થઈ મોટી ભરતી, ધોરણ 10, ITI અને ડિપ્લોમા માટે, પગાર ધોરણ 19,900 થી 1,12,200

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
GSRTC ભરતીની જાહેરાતને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

જરૂરી નોંધ: આ ભરતી ની અરજી કરતા પહેલા નીચે દર્શાવેલી GSRTC ની આ ભરતીની જાહેરાતને ડાઉનલોડ કરીને એકવાર ચકાસી લેવી ત્યારબાદ યોગ્ય નિર્ણય કરવો