ભારતીય ટપાલ વિભાગ બમ્પર ભરતી, ધોરણ 10 પાસ માટે, છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023, અહીં ભરો ફોર્મ

ભારતીય ટપાલ વિભાગ GDS ભરતી (India Post Bharti): ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ) દ્વારા તાજેતરમાં એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી દ્વારા ભારતીય ટપાલ વિભાગ 30,041 ગ્રામીણ ડાક સેવા, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની ખાલી પડેલી જગ્યા માટે ટપાલ વિભાગ 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઇન અરજી સ્વીકારી રહ્યા છે. ચાલો આ લેખ દ્વારા આ ભરતીની વિસ્તૃત માહિતી જેવી કે કુલ ખાલી જગ્યા, લાયકાત, પગાર ધોરણ, જરૂરી દસ્તાવેજો, વય મર્યાદા,સિલેકશન પ્રોસેસ, અરજી ફી અને આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી મેળવી. આજકાલ બેરોજગારીના સમયમાં નોકરી મેળવવી ખૂબ જ જટીલ કાર્ય થતું જાય છે. તો આ લેખ ને તમારા બધા જ મિત્ર વર્તુળ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી કોઈ વ્યક્તિની જિંદગી બદલાઈ શકે છે.જેથી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ભારતીય ટપાલ વિભાગ ભરતી (India Post Bharti)

ભરતી ની સંસ્થાનું નામ ભારતીય ટપાલ વિભાગ (India Post)
પોસ્ટ ના નામ ગ્રામીણ ડાક સેવા (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
નોકરીનું સ્થાન ભારત (ઓલ ઇન્ડિયા)
કુલ ખાલી જગ્યા 30,041
અરજી કરવાની શરૂઆત ની તારીખ 3 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/

ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ ભરતી ની જાહેરાત તારીખ 31 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. તેમજ ભરતી નો જાહેરાત ક્રમાંક નંબર : No.17-67/2023-GDS છે. આ ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવા માટે આ લેખના અંતમાં આપેલી લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

GSRTC ડ્રાઇવર અને કંડકટર ની મોટી ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 18,500 થી શરૂઆત

આયુ મર્યાદા

ભારતીય ટપાલ વિભાગની GDS ભરતીમાં અરજદાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જરૂરી છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયુ મર્યાદા અરજદાર આરક્ષણની જે શ્રેણીમાં આવતા હોય તેના માટે અમુક છૂટછાટ આપવામાં આવેલી છે. જે નીચે દર્શાવ્યા મુજબની છે.

આરક્ષણ શ્રેણી આયુ મર્યાદા છૂટછાટ
SC/ST 5 વર્ષ
OBC 3 વર્ષ
EWS/ જનરલ કોઈપણ છૂટછાટ નહીં
PwD 10 વર્ષ
PwD + OBC 13 વર્ષ
PwD + SC/ST 15 વર્ષ

અરજી ફી

ભારતીય ટપાલ વિભાગ ની ગ્રામીણ ડાક સેવા, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેવી વિવિધ પોસ્ટ માટે અરજી કરવા માટે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની ફી નક્કી કરવામાં આવેલી છે.

EWS/ જનરલ/OBC 101 રૂપિયા
SC/ST/PwD નિશુલ્ક

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ભારતીય ટપાલ વિભાગની આ ભરતી માટે નોકરી કરવા ઈચ્છુક અરજદારોએ નીચે મુજબની પ્રક્રિયામાંથી પાસ થવાનો રહેશે.

  • ધોરણ 10 ના મેળવેલા માર્કસને આધારે ઉમેદવારની પસંદગી થશે.
  • ત્યારબાદ અરજદાર ના વિવિધ જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.
  • આ બંને કસોટી માંથી પાસ થયા બાદ અરજદારની મેડિકલ ફિટનેસ ચકાસવામાં આવશે.

SSC સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મોટી ભરતી, અહીં કરો અરજી, છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023

પગાર ધોરણ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર – ₹12,000 થી ₹29,380
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર- ₹10,000 થી ₹24,470

જરૂરી દસ્તાવેજો

ભારતીય ટપાલ વિભાગની આ ભરતી મા અરજી કરવામાં માટે અરજદાર પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • અરજદારની સહી નો નમૂનો
  • અપંગતાનું પ્રમાણપત્ર (અપંગતા હોય તો)
  • જાતિનું પ્રમાણપત્ર

ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

ઇન્ડિયા પોસ્ટ ની GDS ની ભરતી મા અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  • સૌપ્રથમ ભરતીમાં અરજી કરતા પહેલા ભારતીય ટપાલ વિભાગની આ ભરતીની જાહેરાતને એક વાર ચકાસો તેમજ ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્ય ઉમેદવાર છો. જો તમે આ ભરતી માટે યોગ્યતા ધરાવવો છો તો, ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.
  • ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઈટ ઓપન કર્યા બાદ, ડાબી બાજુના વિભાગમાં દર્શાવેલા Stage.1 Registration ના વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કરાયા બાદ તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી પાસે તમારો ઇમેલ આઇડી, મોબાઈલ નંબર, તમારું નામ તેમજ તમારા માતા પિતા નું નામ અને રાજ્યનું નામ ની માહિતી માંગેલી હશે. જેને યોગ્ય રીતે દાખલ કરો .( મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ બાજુમાં દર્શાવેલા Validate બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે એક ઓટીપી (OTP) આવશે જે મોબાઈલ નંબરની બાજુમાં દાખલ કરવો, આવી જ રીતે ઇ-મેલ આઇડી દાખલ કરીને ઓટીપી (OTP) આવશે જે ઇ-મેલ આઇડી ની બાજુમાં દાખલ કરવાનો રહેશે). ત્યારબાદ (Submit) સબમિટના બટન પર ક્લિક કરો.
  • સબમિટ (Submit) ના બટન પર ક્લિક કર્યા બાદ એ જ પેજમાં નીચે એક નવું ફોર્મ ઓપન થશે, જેમાં તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર જો તમે કોઈ અપંગતા ધરાવતા હોય તો તેનો ઓપ્શન તેમજ તમે જે ભાષામાં ધોરણ 10 નું પાસ કર્યું હોય તે ભાષા વિશેની માહિતી ફોર્મમાં માંગેલી હશે જેને દાખલ કરો.
  • માહિતી દાખલ કર્યા બાદ તમારે અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ અરજદારની સહી ના નમુના નો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો. સબમીટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક રજીસ્ટ્રેશન નંબર આવશે જેને સાચવી રાખો.
  • ત્યારબાદ તમારે ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઈટ ના હોમપેજ https://indiapostgdsonline.gov.in/ ને ફરીવાર ઓપન કરવાનું રહેશે.
  • જેમાં ઉપરના ભાગમાં દર્શાવેલા APPLY ONLINE માં APPLY ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સમક્ષ જે નવું પેજ ઓપન થશે તેમાં રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને તમે જે રાજ્ય માટે નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તે રાજ્ય સિલેક્ટ કરો અને સબમિટ (SUBMIT) બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી પાસે રજીસ્ટ્રેશન વખતે દાખલ કરાયેલા મોબાઈલ નંબર માં એક ઓટીપી (OTP) આવશે તે દાખલ કરો અને નેક્સ્ટ (NEXT) બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સમક્ષ અરજી કરવા માટેની ફોર્મ ઓપન થશે. જેમાં તમારા રહેઠાણ એડ્રેસ, તેમજ ધોરણ 10 ની વિગતો માંગેલી હશે તે દાખલ કરો. ત્યારબાદ Save and Continue બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ આ પ્રક્રિયા ને આગળ વધારવા માટે તમારા દ્વારા દાખલ કરાયેલું નોકરી માટેના સ્થળમાં તમે જુદા જુદા પોસ્ટ વિભાગ કેન્દ્ર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ પ્રોસિડ (Save and Proceed) પર ક્લિક કરો અહીં તમારી ભારતીય વિભાગ ની આ ભરતીમાં અરજી કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

મહત્વની વેબસાઈટ લીંક

ભરતી ની જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.