ભારતીય રેલવે વિભાગ દ્વારા જાહેર થઈ મોટી ભરતી, ધોરણ 10, ITI અને ડિપ્લોમા માટે, પગાર ધોરણ 19,900 થી 1,12,200

ભારતીય રેલવે વિભાગ ભરતી 2023 (Indian railway recruitment 2023): જો તમે અથવા તમારા પરિવાર નો કોઈ સભ્ય મિત્ર સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરવા ઇચ્છતા હોય તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. ભારતીય રેલવે વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ લેખ દ્વારા ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલી આ ભરતીની તમામ માહિતી જેવી કે કુલ ખાલી જગ્યા, પગાર ધોરણ, લાયકાત પસંદગી પ્રક્રિયા અને આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી આ તમામ માહિતીની વિગતવાર ચર્ચા કરીશું. આલેખ ને તમારા ફેમિલીમાં મિત્ર સર્કલમાં અને તમારા સોશિયલ મીડિયામાં વધારેમાં વધારે શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી નોકરી શોધતા માણસની જિંદગી બદલાઈ શકે છે. જેથી આ લેખને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ભરતી ની જાહેરાત કરતી સંસ્થા ભારતીય રેલવે વિભાગ
પોસ્ટનું નામ વિવિધ
ભરતી ની જાહેરાત તારીખ 18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
ભરતી જાહેર કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://secr.indianrailways.gov.in/

ભારતીય રેલવે વિભાગ ભરતી ની મહત્વની તારીખો

ભારતીય રેલવે વિભાગ દ્વારા એક ભરતીની જાહેરાત કરાઈ છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે અરજદારો પાસે અરજી મંગાવાઇ રહી છે. રેલવે વિભાગ દ્વારા આપ ભરતીની જાહેરાત તારીખ 18 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. તેમજ આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 22 જુલાઈ 2023 છે. તેમજ તારીખ 21 ઓગસ્ટ 2023 ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે.

ભરતીમાં કુલ ખાલી જગ્યા

ભારતીય રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે આ ભરતીમાં કોલ 1016 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ લોકો પાયલટની 820 ખાલી જગ્યા ટેકનિશિયનની કુલ 132 તથા જુનિયર એન્જિનિયર ની કુલ 64 ખાલી જગ્યાઓ જાહેર કરાયેલી છે.

પોસ્ટ ના નામ, લાયકાત અને પગાર ધોરણ

પોસ્ટના નામો લાયકાત પગાર ધોરણ
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ (Asstt. Loco Pilot) 10 પાસ + ITI (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મેન્ટેનન્સ મિકેનિક, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ટ્રેક્ટર મિકેનિક) અથવા ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, ઓટોમોબાઇલ)
19,900 થી 63,200
ટેકનિશિયન-III/AC 10 પાસ + ITI (રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક) 19,900 થી 63,200
Tટેકનિશિયન-III/TL 10 પાસ + ITI (ઇલેક્ટ્રોનિક મિકેનિક ઇલેક્ટ્રિશિયન વાયરમેન H.T / L.T કેબલ જોઈનિંગ) 19,900 થી 63,200
ટેકનિશિયન-III//TRD 10 પાસ + ITI (ઇલેક્ટ્રોનિક મિકેનિક ઇલેક્ટ્રિશિયન વાયરમેન H.T / L.T કેબલ જોઈનિંગ) 19,900 થી 63,200
ટેકનિશિયન-III//TRS 10 પાસ + ITI (પાવર ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન) 19,900 થી 63,200
ટેકનિશિયન-I/Signal B.sc (ફિઝિક્સ , ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેન્શન) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Signal 10 પાસ + ITI (મેકાટ્રોનીક, ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિશિયન) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Tele 10 પાસ + ITI (મેકાટ્રોનીક  ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Bridge 10 પાસ + ITI (સ્ટ્રકચરલ, વેલ્ડર, ફીટર) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/TM 10 પાસ + ITI (ઇલેક્ટ્રોનિક, મેકાટ્રોનીક ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિશિયન, વાયરમેન) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Welder/Engg. 10 પાસ + ITI (વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રીક વેલ્ડર, ગેસ કટર) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Ancillary/ Diesel 10 પાસ + ITI (મિકેનિક, મિકેનિક ડીઝલ, મિકેનિક ઓટો મોબાઇલ, મોટર વ્હીકલ) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/ Diesel/Electrical 10 પાસ + ITI  (ઇલેક્ટ્રીક, ઓટો ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક, વાયરમેન, પાવર ઇલેક્ટ્રોનિક) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/ Diesel/Mechanical 10 પાસ + ITI (મિકેનિક, મિકેનિક ડીઝલ, મિકેનિક ઓટો મોબાઇલ, મોટર વ્હીકલ) 19,900 થી 63,200
ટેકનિશિયન-III/Welder/Mechanical 10 પાસ + ITI (વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રીક વેલ્ડર, ગેસ કટર) 19,900 થી 63,200
જુનિયર એન્જિનિયર/Electrical(G) ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Electrical/TRS ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Electrical/TRD ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/C&W  ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ, પ્રોડક્શન, ઓટોમોબાઇલ ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Diesel/Mech. ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Diesel/Elect. ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ) ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Works ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા B.sc સિવિલ એન્જિનિયરિંગ ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/P.Way ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા B.sc સિવિલ એન્જિનિયરિંગ ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Bridge ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા B.sc સિવિલ એન્જિનિયરિંગ ₹35,400 થી ₹1,12,400
જુનિયર એન્જિનિયર/Tele ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આઇ.ટી, કોમ્પ્યુટર સાયન્સ) ₹35,400 થી ₹1,12,400

પસંદગી પ્રક્રિયા

કોઈપણ સરકારી અથવા પ્રાઇવેટ ભરતીમાં ભરતી જાહેર કરતી સંસ્થા દ્વારા એક નિયત પસંદગી પ્રક્રિયા નક્કી કરેલી હોય છે આ ભારતીય રેલવે વિભાગની આ ભરતીમાં પણ એક ચોક્કસ પસંદગી પ્રક્રિયા બનાવેલી છે જેમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો એ સૌપ્રથમ લેખિત પરીક્ષા માંથી પાસ થવું જરૂરી છે ત્યારબાદ તેમની ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે. આ બંને ટેસ્ટમાંથી પાસ થયેલા ઉમેદવારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો અથવા ડોક્યુમેન્ટ

ભારતીય રેલવે વિભાગની આ ભરતીમાં અરજી કરતાં પહેલાં તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે

  • ડિગ્રી સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • SC/ST/OBC નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • અરજદારની સહી નો નમુનો
  • રહેઠાણનો પુરાવો

ભારતીય રેલવે વિભાગની આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

ભારતીય રેલવે વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન માધ્યમ થી અરજી મંગાવાઈ રહી છે. આ ભરતીમાં અરજી કરવા માટે નીચે દર્શાવેલા પગલાનું પાલન કરો.

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ આ લેખના અંતમાં દર્શાવેલી રેલવે વિભાગ ભરતી ની જાહેરાત ડાઉનલોડ કરો અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્યતા ધરાવો છો.
  • જાહેરાત ચેક કર્યા પછી જો તમે યોગ્યતા ધરાવવો છો તો ભારતીય રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ https://secr.indianrailways.gov.in/ પર વિઝીટ કરો. આ વેબસાઈટ આલેખના અંતમાં ક્લિક થઈ શકે તેવી દર્શાવેલી છે.
  • ભારતીય રેલવે વિભાગની વેબસાઈટ ઓપન કર્યા બાદ વેબસાઈટ ના હોમપેજ માં રિક્રુટમેન્ટ નામના વિભાગ પર ક્લિક કરો ત્યારબાદ તમે જે પોસ્ટ માટે યોગ્યતા ધરાવવો છો તે પોસ્ટ ની બાજુમાં દર્શાવેલા એપ્લાય બટન પર ક્લિક કરો.
  • એપ્લાય બટન પર ક્લિક કરાયા બાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ જરૂરી ડિટેલ દાખલ કરો.
  • માહિતી દાખલ કરાયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ સબમીટ બટર પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સમક્ષ ઓનલાઈન ફીની ચૂકવણી કરવા માટેનું એક પેજ ઓપન થશે. જેમાં ફી ની ચુકવણી કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ આઉટ કરવાનો એ ઓપ્શન દેખાશે જેના મદદથી પ્રિન્ટ આઉટ કરી લો અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા સમાપ્ત થાય છે.

ભરતી માટે મહત્વની વેબસાઈટ લીંક

ભારતીય રેલવે વિભાગની ભરતી ની જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ભારતીય રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો