શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 | ડીલેવરી માટે મેળવવો રૂપિયા 37,000 ની સહાય

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : શું તમને ખબર છે કેન્દ્ર સરકાર બાળકોની જન્મ સમયે ગુજરાત સરકાર સહાય પૂરી પાડે છે? નથી ખબર તો ચાલો આ પોસ્ટ દ્વારા આપણે પ્રસુતિ સહાય શું છે, તેના માપદંડ – લાયકાત તેના લાભ ,જરૂરી ડોક્યુમેન્ટ, કેવી રીતના અરજી કરવી અને યોજના દ્વારા પૂરી પડાતી નાણા સહાય વિશે માહિતી મેળવીએ.

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે પ્રસુતિ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા દ્વારા ચાલુ કરવામાં આવી છે.

યોજનાનું નામ શ્રમયોગી પ્રસુતિ સહાય યોજ
આ યોજના કયા વિભાગ નીચે આવે છે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
આ યોજના દ્વારા મળવા પાત્ર નાણા સહાય રૂપિયા 37,500 સુધીની સહાય
આ યોજના માટેની ઓફિશિયલ વેબસાઈટ Sanman.Gujarat.gov.in

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના શું છે?

  • ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલાઓ અથવા પુરુષ શ્રમયોગી ની પત્નીને પ્રસુતિ થાય ત્યારે દવા હોસ્પિટલનો ખર્ચ, પ્રસુતિ સમયે જરૂર પડતો વિવિધ પૌષ્ટિક આહાર નો ખર્ચ માં નાણા સહાય પુરી પાડતી રોજના એટલે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

  • યોજના નો લાભ મેળવવાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક (મજુર) અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજના નો લાભ મળવા પાત્ર છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ને લગતા નિયમો

  • આ યોજના હેઠળ મળતી નાણા સહાય અરજદારોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી થી સહાય પૂરી પાડવામાં આવે છે.
  • જો કોઈ મહિલાને કસુવાવડ થઈ હોય તો પણ આ યોજના દ્વારા સહાય મળે છે .
  • મૃત બાળકના જન્મ તથા કસુવાવડ ની ઘટનામાં માનનીય પીએસસી ડોક્ટર નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ( નોંધ : ગર્ભ રહ્યા પછી થી 26 માં અઠવાડિયા પહેલા અથવા આ 26 અઠવાડિયામાં અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુવાવડ થયેલ હોય તેવા કિસ્સામાં માં જ મળવા પાત્ર છે)
  • આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમય ગર્ભ રહિયાના તારીખથી છ મહિનાની અંદર કરવાનો રહેશે.
  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસુતિ સહાય પહેલાની નાણા સહાય રૂપિયા 17,500 માટે ગર્ભ રહ્યા પછી છ મહિનાની અંદર કરવાની રહે છે. આ ઉપરાંત ગાયનેક ડોક્ટર અથવા પીએસસી માન્ય ડોક્ટર નું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડ ની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા 6 માસ પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના – અહીંથી ફોર્મ ભરો યોજના માટે અને મેળવો 1,10,000 રૂપિયા આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભ

  1. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક ની પત્ની હોય તો તેના કિસ્સામાં રૂપિયા 6,000 નો લાભ મળવા પાત્ર થશે
  2. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ માટે સગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 તથા અશુદ્ધિ થયા બાદ ₹20,000 ની નાણા સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર છે.
  3. આ રીતે આ યોજના હેઠળ મળવા પાત્ર કુલ રકમ 37,500 ની છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચેના ટેબલમાં દર્શાવ્યા મુજબ છે.

1. મમતા કાર્ડની નકલ
2. કસુવાવડ ના કિસ્સામાં પીએસસી માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર
3. રેશનકાર્ડ ની નકલ
4. બેંક પાસબુક ની નકલ
5. લાભાર્થી મહિલા નું આધારકાર્ડ
6. સોગંદનામુ

આ લેખ પણ વાંચો:- પ્રધાનમંત્રી આવાસ યોજના

પ્રસુતિ સહાય યોજના માટેની અલગ અલગ મહત્વની વેબસાઈટ લીંક

સગર્ભાવસ્થા દરમિયાન મળતી સહાય માટેનું ફોર્મ  અહીંયા ક્લિક કરીને ડાઉનલોડ કરો
પ્રસુતિ થયા બાદ મળતી સહાય માટેનું ફોર્મ અહીંયા ક્લિક કરીને ડાઉનલોડ કરો
આ યોજના ની અરજી કરવા માટે ની ઓફિશિયલ વેબસાઈટ અહીંયા ક્લિક કરીને વિઝીટ કરો
આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ અહીંયા ક્લિક કરીને વિઝીટ કરો 
Homepage અહીંયા ક્લિક કરીને વિઝીટ કરો 
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

જરૂરી નોંધ: આ યોજના ની અરજી કરતા પહેલા યોજનાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર વિઝીટ કરીને તમામ માહિતી એક વાર ચકાસી લેવી આર્ટિકલ દ્વારા અમારો ઉદ્દેશ્ય સત્તાવાર વેબસાઈટ ની માહિતી તમારા સુધી પહોંચાડવાનો છે બની શકે છે કે આર્ટિકલ લખાયા બાદ સંસ્થા દ્વારા પૂરી પડાતી આ યોજના હેઠળ ની નાણા સહાયક માં કોઈપણ જાતનો બદલાવ થઈ શકે છે માટે આર્ટિકલમાં આપેલી ઓફિસિયલ વેબસાઈટ એકવાર વિઝિટ કરી લેવી.