પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ને લઈને કેન્દ્રીય બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાઈ, તો હવે આપણા નાણામંત્રી એવા નિર્મલાબેન સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા ઘણું બધું વધારે બજેટ આપવાની જાહેરાત કરી દીધી છે.પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી લોકો માટે શહેરી આવાસ હેઠળ મકાનો બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. અને મકાનો બનાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને ઘર ઓછી કિંમતે લોન આપીને મળી રહે તે યોજના કરવામાં આવી હોય છે. આ યોજનામાં વાર્ષિક જે લોકો ત્રણ લાખ કે તેથી ઓછી આવક ધરાવી રહ્યા છે અને તેમની પાસે પોતાનું ઘર નથી તો આ અરજી કરી શકે છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના 25 મી જુન 2015 થી શરૂ કરવામાં આવી હતી. જે આ 2024 માં પણ ચાલુ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના |
રાજ્ય | તમામ ભારતીય રાજ્યો |
લાભાર્થી | ભારતીય નાગરિક |
અરજી માધ્યમ | ઓનલાઇન અથવા જિલ્લા કચેરી |
સત્તાવાર વેબસાઇટ | https://pmaymis.gov.in/ |
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ: આ યોજનામાં વાર્ષિક 3,00,000 કે તેથી ઓછી આવક ધરાવતા લોકોને અને તેઓ પાસે પોતાનું ઘર હોતું નથી તો તેવા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનામાં સરકાર 2,50 ,000 સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં ત્રણ હપ્તા થી રૂપિયા આપવામાં આવે છે. તેમાં પહેલો હપ્તો 50000 રૂપિયાનો પછી 1.50 લાખનો અને અંતમાં 50,000 રૂપિયાનો એવી રીતે કુલ ત્રણ હપ્તાથી પૈસાની ચુકવણી થાય છે. જેમાં કુલ રૂપિયાના એક લાખ રૂપિયા રાજ્ય સરકાર અને 1.50 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ની યોગ્યતા માપદંડ:
- મકાનના માલિક અરજદાર પોતે હોવા જોઈએ.
- અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા હોવા જોઈએ નહીં.
- કૌટુંબિક વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પ્રધાનમંત્રી આવાસ યોજના ના અન્ય કોઈ પણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની કોઈપણ બીજી યોજના નો લાભ ક્યારેય લીધેલું હોવો જોઈએ નહીં.
પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ યાદીઓ
- જમીન માલિકીના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ, સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ, 7/12 ની નકલ).
- લાભાર્થી ના કુટુંબની વાર્ષિક આવક દર્શાવવો મામલતદાર શ્રી/ તલાટી નો દાખલો (ત્રણ લાખથી ઓછી આવક મર્યાદા).
- અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય માટે ભારતભરમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન હોવું જોઈએ નહીં તે અંગેનું 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર નું નોટરાઈઝ સોગંદનામુ.
- કુટુંબના બધા મેમ્બર ની આધાર કાર્ડ ની નકલ.
- મતદાન કાર્ડ ની નકલ.
- બેંક પાસબુક અને કેન્સલ ચેક ની નકલ.
- રહેઠાણનો લાભાર્થી સાથે નો ફોટો.
- લાભાર્થી ના પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
- સંયુક્ત માલિકીના હિસ્સામાં જે જમીનના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે કોઈ વાંધો ન હોય તે બાબતે નો સંમતિપત્ર ₹50 નું સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝર આપવાનો રહેશે..
પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી?
જ્યારે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની અરજી કરો છો ત્યાર પછી તમે એ પણ ચકાસો કે તમે આ યોજનાના લાભાર્થીઓમાં તેની યાદીમાં આવ્યા છો કે નહીં. PMAY યાદીમાં નામ જોવા માટે તમારે પહેલા pmaymis.gov.in ની વેબસાઈટ પર જઈને તપાસવાનું રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2024: લાભાર્થીની પસંદગીનું ધોરણ
- લાભાર્થીની પસંદગી SECC-2011 ના ડેટા પ્રમાણે કરવામાં આવતી હોય છે.
- સરકારે ફાળવેલ ઘડતર પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બંધાવાનું હોય છે.
- યોજનાની ગાઈડલાઈન મુજબ આવાસ ની મંજૂરીના એક જ વર્ષમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની પસંદગી ગ્રામસભા દ્વારા થતી હોય છે.
- આવાસ બાંધકામ માટે નિયત પાંચ જોનની 44 પ્રકારની ટાઈપોલોજી ડિઝાઇનમાંથી પોતાની પસંદગી મુજબ આવાસની બાંધકામ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે. જે જુદા જુદા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિની અને સ્થાનિક લોકોની રુચિનીકરણને ધ્યાનમાં લઈને બનાવવામાં આવતું હોય છે. રાજ્યના પાંચ ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર છે .
- યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામસભા દ્વારા પણ થાય છે.
- આ યોજનામાં પસંદગીના ક્રમ નીચે મુજબ રહે છે
-
- માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ( ઓછામાં ઓછી ૪૦ ટકા વિકલાંગ ધરાવતી હોવી જોઈએ.
- શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ( ઓછામાં ઓછી ૪૦ ટકા વિકલાંગ ધરાવતી હોવી જોઈએ.
- વિધવા, છુટાછેડા તેમજ ઘર છોડેલ સ્ત્રીઓ અને અત્યાચાર નો ભોગ બનેલ અથવા કુટુંબના વડા સ્ત્રીઓ હોય.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી ક્યાં અને કેવી રીતે આપી શકાય?
- પ્રધાનમંત્રી આવાસ યોજના ની અરજી મહાનગરપાલિકાના વિસ્તારના રહીશોએ મહાનગરપાલિકાની સીલીમ અપ્લ્રેડેશન કચેરી નો સંપર્ક કરીને કરી જોઈએ. જિલ્લા કા તો નગરપાલિકાના વિસ્તારમાં રહેતા રહીશોએ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો જોઈએ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો જોઈએ.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો ઉમેદવારોએ હેલ્પલાઇન નંબરો 011-23060484, 011-23063620, 011-23063285, 1800113377 વગેરે વગેરે નંબરો પર સંપર્ક કરી શકે છે.
આ લેખ પણ વાંચો:- E Olakh Gujarat Portal – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ
પ્રધાનમંત્રી આવાસ યોજના સત્તાવાર સૂચના PDF
PDF ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ લાગી હશે અને જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો ફટાફટ તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરી દો જેથી તે લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે. અને આવીને આવી અવનવી નવી નવી માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો. તેમજ નીચે આપેલા whatsapp ના આઈકન ઉપર ક્લિક કરી અમારે whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તેમ જ નીચે આપેલી અમારી instagram ની લીંક પર પણ જોડાઈ શકો છો. અને તેમાં ફોલો કરી શકો છો. જેથી નવી માહિતી આવે એ તરત જ તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો સહકાર આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર