Highest paid ipl player 2024 list | IPL 2024 ખેલાડીઓની યાદી

Indian Premier League: ઓસ્ટ્રેલિયાના ધુરંઘર બોલર એવા મિશેલ સ્ટાર્ક માટે IPL ની હરાજીમાં ઐતિહાસિક જંગ જોવા મળ્યો હતો. તેના પર એટલી વાર બોલી લગાવવામાં આવી હતી કે આઇપીએલના ઇતિહાસમાં આ પહેલા ક્યારે જોવા જ નથી મળ્યું.

આ વખતની IPL માં જો કોઈ ખેલાડી સૌથી વધુ જોવામાં આવશે તો એ છે મિચેલ સ્ટાર્ક. તેના માટે ખૂબ જ મોટો ઐતિહાસિક જંગ જોવા મળી રહ્યો હતો. તેના ઉપર બધી ટીમના લોકો એટલી વાર બોલી લગાવવામાં આવી કે આઈપીએલના ઇતિહાસમાં આ રીતે બોલી ક્યારેય જોવા જ નથી મળી.

99 વખત તેના ઉપર બોલી લગાવવામાં આવી હતી. છેલ્લી બોલી કોલકાતા નાઈટ રાઈડર્સે લગાવી હતી. અને કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્ક ને 24.75 કરોડ રૂપિયામાં ખરીદીને આ બોલીનો ફેસલો લાવ્યો હતા અને 99 મી બોલી લગાવીને આ ફ્રેન્ચાઇઝીયેમિચેલ સ્ટાર્કને કે કે આર નો ખેલાડી બનાવી દીધો હતો અને અન્ય ફ્રેન્ચાઇઝીઓએ હાર સ્વીકારી હતી.

મિચેલ સ્ટાર્ક 8 વર્ષ પછી IPL માં તેના ચાહકોને બોલિંગ નાખતો દેખાશે.મિચેલ સ્ટાર્ક ને 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી બોલિંગ કરતા તેના ચાહકોએ જોયા હશે. ત્યારબાદ 2018 માં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને રૂપિયા 9.40 કરોડ આપીને ખરીદ્યા હતા. પરંતુ ઇજાને કારણે તે મેદાન પર આવી શક્યા ન હતા. અને ક્યારેક તો તેમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નિયમ રાખ્યો હોવાથી આઈપીએલમાં રમ્યા ન હતા તો ક્યારેક ઇજાને કારણે રમ્યા ન હતા . પરંતુ છ વર્ષ પછી કોલકત્તા નાઈટ રાઈડર્સ ની જૂની ઈચ્છા પૂરી થાય તેવું આ 2024 ની સિઝનમાં લાગી રહ્યું છે. મિચેલ સ્ટાર્ક હવે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી 2024 માં રમવા જઈ રહ્યા છે. તો જે લોકો તેમના ચાહક હોય તે થોડાક જ સમયમાં મિચેલ સ્ટાર્કને મેદાનમાં રમતા જોશે.

મોટી રાહ અને મોટી કિંમતના કારણે IPL 2024માં મિચેલ સ્ટાર્ક પર ઘણું દબાણ રહેશે. જેવો સ્ટાર્કને જાણે છે તેઓ પણ કહે છે કે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન દબાણ હેઠળ જ બહાર આવવાનું છે. અને વર્લ્ડ કપ 2023 આનો મોટો સાક્ષી છે ભારતમાં રમાયેલા વર્લ્ડકપની લીંક મેચોમાં મિચેલ સ્ટાર્ક પોતાના રંગમાં દેખાયા ન હતા. પરંતુ વિકાસના નિષ્ણાતોથી લઈને ચાહકો તેના ફોર્મને લઈને ચિંતા હતા. પરંતુ જ્યારે નોકાઉન્ટ માં એટલે કે સેમિફાઇનલ અને ફાઇનલી વાત આવી ત્યારે મિચેલ સ્ટાર્ક કે તેનું ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન દેખાડી પાછા ફોર્મમાં આવ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.

હવે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે ની ટીમ IPL 2024 માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ માં રમવા આવશે. ત્યારે તે સ્ટાર્ક પાસેથી આજ સર્વોચ્ચ ફોર્મની અપેક્ષા રાખશે. અને પહેલા બોલથી વિકેટ લેનાર મિચેલ સ્ટાર્ક નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરે છે. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 10 કરતા પણ વધુ અડધી સદીઓની સાક્ષી પણ પુરાવો આપે છે. અને રસપ્રદ વાત એ છે કે મિચેલ સ્ટાર્ક નો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 99 છે. અને કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ની હરાજીમાં 99મી બોલી લગાવીને તેને ખરીદી લીધો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 9 વર્ષ પહેલા આઇપીએલનો ખિતાબ જીત્યો હતો.
89 ટેસ્ટ મેચ અને 121 વન-ડે મેચ રમી ચૂકેલા મિચેલ સ્ટાર્કનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ વ્યૂહ રચના ઘડીને કરે છે. તેમજ બોલિંગ ચેન્જ હોય કે વર્ક લોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવાનો હોય પણ મિચેલ સ્ટાર્ક ની કેપ્ટન હંમેશા કાળજી રાખે છે. અને કોલકાતા નાઈટ રાઈડર્સને પણ આ વાત ધ્યાનમાં રાખવી પડશે. આ 34 વર્ષીય ખેલાડી નો ઇતિહાસ ઈજાથી ભરેલો છે. આવી સ્થિતિમાં કોલકત્તા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટને પણ વિચારવું પડશે કે શું મિચેલ સ્ટાર્કને આખી મેચમાં રમાડવામાં આવે કે પછી તેને વચ્ચે આરામ આપવો જોઈએ. તે નિશ્ચિત છે કે IPL 2024 માં કોલકત્તા નાઈટ રાઈડર્સની સફળતા મોટા ભાગે મિચેલ સ્ટાર્ક ઉપર નિર્ભર રહેશે. જે નવ વર્ષથી ખિતાબની રાહ જોઈ રહ્યા છે તે કોલકાતા નાઈટ રાઈડર્સ 2014માં ipl જીત્યું હતું. પરંતુ 2023 સુધી ત્યારબાદ એક પણ ખિતાબ જીત્યું નથી. તો શું તમને લાગે છે 2024 માં કોલકત્તા નાઈટ રાઈડર્સ ખિતાબ જીતશે કે નહીં?

કોલકાતા નાઈટ રાઈડર્સની આખી ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, ફિલ સોલ્ટ, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, મિશેલ સ્ટાર્ક, સુનીલ નારાયણ, શેરફેન રધરફોર્ડ, અનુકુલ રોય, સુયશ શર્મા, હર્ષિત રાણા , વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કે.એસ. ભરત, ચેતન સાકરિયા, અંગકૃષ રઘુવંશી, રમનદીપ સિંહ, મુજીબ ઉર રહેમાન, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન.

Highest paid ipl player 2024 list

પ્લેયર
ટીમ
પ્રારંભિક કિંમત અંતિમ કિંમત
Mitchell Starc Kolkata Knight Riders (KKR) 2.00 Cr 24.75 Cr
Pat Cummins Sunrisers Hyderabad (SRH) 2.00 Cr 20.50 Cr
Daryl Mitchell Chennai Super Kings (CSK) 1.00 Cr 14.00 Cr
Harshal Patel Punjab Kings (PBKS) 2.00 Cr 11.75 Cr
Alzarri Joseph Royal Challengers Bangalore (RCB) 1.00 Cr 11.50 Cr
Spencer Johnson Gujarat Titans (GT) 0.50 Cr 10.00 Cr
Sameer Rizvi Chennai Super Kings (CSK) 0.20 Cr 8.40 Cr
Rilee Rossouw Punjab Kings (PBKS) 2.00 Cr 8.00 Cr
Shahrukh Khan Gujarat Titans (GT) 0.40 Cr 7.40 Cr
Rovman Powell Rajasthan Royals (RR) 1.00 Cr 7.40 Cr

 

તો મિત્રો શું લાગે છે તમને આ વખતે આઈપીએલનો ખિતાબ કોણ લઈ જશે? મને તો લાગે છે આ વખતનો ખિતાબ જીતવા માટે બધી ટીમ પૂરેપૂરી મહેનત કરશે અને ખરેખર બધી મેચો ખૂબ જ મજા આવે તેવી થશે. અને છેલ્લે સુધી કંઈ જ ખબર નહીં પડે કે કોણ જીતશે અને કોણ હારશે? ખરેખર 2024 ની IPL સીઝન જોવાની ખૂબ જ મજા આવવાની છે. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? મને એવું લાગે છે કે આ માહિતી તમને ખૂબ જ સારી લાગી હશે. અને આવીને આવી અવનવી નવી નવી માહિતીઓ માટે અમારી સાથે નીચે આપેલા whatsapp ના આઈકન ઉપર ક્લિક કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો. તેમજ અમારી instagram ની પ્રોફાઈલનું પણ લિંક આપેલી છે તો instagram માં પણ ફોલો કરીને નવી નવી માહિતીઓ જાણી શકો છો. તેમજ તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરો અને તેમને પણ અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે કહો અને instagram માં ફોલો કરાવો. જેથી તે લોકો પણ આવી નવી માહિતીઓ માટે અમારી સાથે જોડાઈ અને કંઈકને કંઈક નવું દરરોજ જાણી શકે.
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત…

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો