E Olakh Gujarat Portal – મૃત્યુ અને જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન

E Olakh Gujarat Portal | મૃત્યુ અને જન્મ પ્રમાણપત્ર: મૃત્યુ અને જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન કઈ રીતે મળે છે. અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. તે ચાલો અત્યારે જ જાણીએ. ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં રોજબરોજ ઓનલાઈન સેવાઓ વધતી જતી હોય છે. તેમ આપણે બધા જાણીએ છીએ. તેમજ આપણી ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ અને સંબંધિત બધી સેવાઓ ઓનલાઈન કરી રહ્યા છે. તેમાં બાળકોના આધારકાર્ડ પણ આપણે ઘરે બેઠા મેળવી શકીએ છીએ. તેમજ આપણે ઘરે બેઠા કઢાવી પણ શકીએ છીએ. અને ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રાઇવિંગ લાઇસન્સ. શિષ્યવૃતિના ફોર્મ જેવા વગેરે-વગેરે ફોર્મ હોય તે ઓનલાઈન થવા જઈ રહ્યા છે. અને અમુક એવા જે અત્યારે ઓનલાઇન થઈ ગયા છે. જેથી આપણે બધા વ્યક્તિઓએ સરળ રીતે ઘરે બેઠા બધા ડોક્યુમેન્ટ સરળતાથી મેળવી શકીએ છીએ. પરંતુ આજે આપણે એક આરોગ્ય વિભાગની એવી સેવા ની વાત કરશું કે જેને E Olakh Gujarat State Portal કહે છે.

મિત્રો આજના ડિજિટલ યુગમાં આપણે બધા જાણીએ છીએ કે જન્મ તારીખનું પ્રમાણપત્ર કેટલું આપણા માટે અગત્યનું ડોક્યુમેન્ટ થઈ ગયું છે. તેમ જ આપણે બધાને ખબર છે કે આપના બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકને જન્મની નોંધણી તેનો અધિકાર એ વાલીની નૈતિક ફરજ હોય છે.જનમ અને મરણની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ બધાં નાગરિકોએ આ નોંધણી ને પોતાની ફરજ સમજીને કરાવી જ જોઈએ. જેથી ભારતના બધા નાગરિકો આ નોંધણી કરાવે તેના આ નાગરિકોને ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. તેમજ આપણે એક ભારતના સારા એવા નાગરિક તરીકે આપણે આપણા બાળકનું જન્મ જે સ્થળ ઉપર થયો હોય તે સ્થળની નજીકમાં આવેલા નોંધણી કેન્દ્ર ઉપર જઈને નોંધણી કરાવી શકીએ છીએ. તેમજ આ લેખમાં બાળકનું જન્મ થયા બાદ તેનું જન્મ ના પ્રમાણપત્રને ઓનલાઈન કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકીએ અને ઓનલાઇન કઈ રીતે મેળવી શકીએ છીએ તેની માહિતી આપી છે. તો મિત્રો આ માહિતીને છેલ્લે સુધી વાંચતા રહેજો. જેથી તમને પૂરેપૂરી માહિતી મળી શકે કે તમે તમારા બાળકનું જન્મનું પ્રમાણપત્ર કઈ રીતે ઓનલાઇન મેળવી શકશો!

E Olakh Gujarat Portal – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન

લેખની માહિતી E olakh જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ પ્રક્રિયા
કયા વિભાગ હેઠળ પ્રક્રિયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર
E Olakh હેલ્પલાઈન નંબર 079-232-53341
E Olakh Emai crs.guj@gmail.com
E Olakh સત્તાવાર વેબસાઇટ https://eolakh.gujarat.gov.in/

E olakh Portal માં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કઈ રીતે બનાવશો?

આજના ડિજિટલ યુગમાં ઘરે બેસીને તમે ફટાફટ 5 થી 10 મિનિટમાં જન્મ તારીખના પ્રમાણપત્ર માટેની અરજી કરી શકો છો. તેમજ તમે રૂબરૂ કચેરીએ જઈને ઓફલાઈન પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર બનાવી શકો છો. પણ ઓફલાઈન થોડું કામ અઘરું રહે છે. તેમજ તમારે ત્યાં સુધી જવું પણ પડે છે. કારણકે ત્યાં તમે ઓફિસે રૂબરૂ જશો તેમજ લાઈનમાં ઊભા રહીને ત્યારે તમારો વારો આવશે ત્યારે તમે તમારું કામ કરી શકશો . એની કરતાં તમે ઓનલાઇન જ ઘરે બેસીને સરળતાથી તમારું જન્મ તારીખનું પ્રમાણપત્ર બનાવી શકો છો.

જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

જન્મ તારીખ નો દાખલો કઢાવવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  1. બાળકના પિતાનું આધાર કાર્ડ
  2. બાળકના માતાનું આધાર કાર્ડ
  3. રહેણાંક પ્રમાણપત્ર
  4. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  5. ઈમેલ આઈડી
  6. મોબાઈલ નંબર

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ ઓનલાઈન | Licence Download online – ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું થયું ખૂબ જ સરળ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 : મેળવો ફ્રી માં સરકારી ગેસ કનેક્શન, મેળવો ચૂલા થી મુક્તિ

UGVCL Bill Download 2024 : યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ ઓનલાઈન

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કઈ રીતે તમે અરજી કરી શકશો?

રાજ્યના બધા નાગરિકોની સુખાકારી માટે સરકારે રોજબરોજ ખૂબ જ વધુ ઓનલાઈન સેવાઓ કરી દીધી છે. અને બધા નાગરિકોને સરળતા રહે તેનું ધ્યાન પણ રાખી રહ્યા છે. જો તમે પણ તમારા બાળકનું જન્મ તારીખ નું પ્રમાણપત્ર મેળવ્યું ન હોય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જન્મ તારીખનું પ્રમાણપત્ર ઓનલાઈન google માં સર્ચ કરીને પણ મળી શકશે.

E Olakh Gujarat Portal - જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ

ગૂગલમાં E olakh gujarat ટાઈપ કરો

 

  • ત્યારબાદ તેના Homepage ઉપર જાઓ.
E Olakh Gujarat Portal - જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ process
E Olakh Gujarat નું Homepage

 

  • હોમ પેજ ઉપર ગયા બાદ “Download Certificate” બટન હશે એની ઉપર ક્લિક કરો.
E Olakh Gujarat Portal - જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ process
Download Certificate ઉપર ક્લિક કરો

 

  • તે પછી નીચે  જેમ બતાવ્યા પ્રમાણે એક નવું પેજ ઓપન થશે.
E Olakh Gujarat Portal - જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ process
નવું પેજ
  • તે પેજ ખુલ્યા બાદ તેમાં તમે તમારી અરજીનો ક્રમાંક અને રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર થી આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.
  • અને તમારે જો રજીસ્ટ્રેશન મોબાઈલ ઉપર તમારું પ્રમાણપત્ર મેળવવું હોય તો તમે ત્યાં મોબાઈલ નંબર વાળો પણ ઓપ્શન હશે તે સિલેક્ટ કરી શકો છો.
  • તે સિલેક્ટ કર્યા પછી એન્ટર કેપ્ચા હશે તે કેપ્ચા દાખલ કરીને “Search Data” તેની ઉપર ક્લિક કરો.
  • તે થઈ ગયા બાદ તમારી માહિતી જો સાચી હોય તો તમે તમારું જન્મ તારીખનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.

આ લેખ પણ વાંચો:- રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન તપાસો

E Olakh સંબંધિત વારંવાર પૂછાતા સવાલો| FAQ

1.ક્યાં વિભાગ દ્વારા E olakh Portal ચલાવવામાં આવે છે?

આ પોર્ટલ Health and Family Welfare Department, Gandhinagar દ્વારા ચલાવવામાં આવે છે.

2.E Olakh પોર્ટલનું અધિકૃત URL શું છે?

આ પોર્ટલનું ઓફિશિયલ URL https://eolakh.gujarat.gov.in/ છે.

3.જન્મ પ્રમાણપત્ર Download કરવા માટે શું જોઈએ?

તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન Download કરવા માટે એપ્લિકેશન નંબર અથવા રજીસ્ટ્રર મોબાઈલ નંબર જોઈએ.

મિત્રો ઉપરોક્ત માહિતીમાં દર્શાવ્યા મુજબ તમે તમારા બાળકનો જન્મ તારીખનું પ્રમાણપત્ર સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશો. અને તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરો જેથી તે લોકો પણ તેમના બાળકનું જન્મ તારીખ નું પ્રમાણપત્ર સરળતાથી ઘરે બેઠા મેળવી શકે. અને આવી જ નવી નવી માહિતીઓ જાણવા માટે તમે નીચે આપેલા whatsapp ના Button ઉપર ક્લિક કરી અમારા whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને નીચે આપેલ instagram ની લીંક ઉપર ક્લિક કરી અમારા instagram ના પેજમાં પણ જોડાઈ શકો છો. જેથી કરીને તમને કોઈ પણ નવી માહિતી હોય તે તરત જ મળી રહે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Instagram Logo Png - Free Vectors & PSDs to DownloadFacebook png images | PNGWing