10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ભરતી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા મોટી ભરતી, પગાર 18,000 થી ₹2,18,200

Central University of Gujarat recruitment 2023, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી: જો તમે અથવા તમારા મિત્ર અથવા તમારા ફેમિલી સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરીની રાહ જોતા હોય તો તેમના માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરાય છે. જેમાં 10 પાસ થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ લેખ દ્વારા આપણે આ ભરતીની લાયકાત મહત્વની તારીખો વિવિધ પોષ પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા કુલ ખાલી જગ્યા અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કઈ રીતે કરવી તે વિશેની તમામ માહિતી મેળવીશું. તમને બધાને એક વિનંતી કરવામાં આવે છે કે આ લેખને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી એક વ્યક્તિની આખી જિંદગી બદલાઈ શકે છે.

ભરતી જાહેરાત કરતી સંસ્થા નું નામ  સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)
નોકરીનું સ્થાન ગાંધીનગર
પગારધોરણ  18000 થી 2,42,000
પોસ્ટ અલગ અલગ
ભરતી જાહેરાત તારીખ 19, જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 19, જુલાઈ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18, ઓગસ્ટ 2023
સંસ્થાની સત્તાવાર વેબસાઈટ www.cug.ac.in

CUG ભરતીની વિવિધ પોસ્ટ ના નામ

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, અને એસોસિયેટ પ્રોફેસર ની ભરતી ટીચિંગ કામ માટે કરવામાં આવી રહી છે. તેમજ નોન-ટીચિંગ ના વિવિધ પદો જેવા કે ઇન્ટર્નલ ઓડિટ અધિકારી, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન, ફાઇનાન્સ અધિકારી, લાઇબ્રેરીયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન, પ્રાઇવેટ સેક્રેટરી (PA), મેડિકલ અધિકારી, પર્સનલ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ડિવિઝન ક્લાર્ક, કૂક,મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, લાઈબ્રરી અટેન્ડન્ટ અને કિચન અટેન્ડન્ટની ના પદોની ભરતી જાહેર કરાય છે.

CUG ભરતી નું પગાર ધોરણ 

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા વિવિધ પદોની ભરતી જાહેર કરાય છે, આ ભરતીમાં પદની મહત્વતા ના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે.

નોન-ટીચિંગ સ્ટાફ નું પગાર ધોરણ

 • ફાઈનાન્સ ઓફિસર – ₹1,44,200 થી ₹2,18,200
 • કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન – ₹1,44,200 થી ₹2,18,200,
 • લાઇબ્રેરીયન – ₹1,44,200 થી ₹2,18,200,
 • ઇન્ટર્નલ ઓડિટ અધિકારી – ₹78,800 થી ₹2,09,200
 • મેડિકલ અધિકારી – ₹56,100 થી ₹1,77,500
 • આસિસ્ટન્ટ લાયબ્રેરીયન – ₹57,700 થી ₹1,82,400
 • પ્રાઇવેટ સેક્રેટરી – ₹44,900 થી ₹1,42,400
 • પર્સનલ આસિસ્ટન્ટ – ₹44,900 થી ₹1,42,400
 • ટેકનિકલ આસિસ્ટન્ટ – ₹29,200 થી ₹92,300
 • ફાર્માસિસ્ટ – ₹29,200 થી ₹92,300
 • લાઇબ્રેરી આસિસ્ટન્ટ – ₹25,500 થી ₹81,100
 • લોવર ડિવિઝન ક્લાર્ક – ₹19,900 થી ₹63,200
 • કૂક – ₹19,900 થી ₹63,200
 • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ – ₹18,000 થી ₹56,900
 • લાઇબ્રેરી એટેન્ડન્ટ – ₹18,000 થી ₹56,900
 • કિચન એટેન્ડન્ટ – ₹18,000 થી ₹56,900

ટીચિંગ સ્ટાફનું પગાર ધોરણ

 • પ્રોફેસર – ₹1,44,200 થી ₹2,18,200
 • આસિસ્ટન્ટ પ્રોફેસર – ₹57,700 થી ₹1,82,400
 • એસોસીએટ પ્રોફેસર – ₹1,31,400 થી ₹2,17,100

CUG ભરતીની વિવિધ પોસ્ટ માટેની લાયકાતો

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ની આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. પદની મહત્વના આધારે વિવિધ પોસ્ટની લાયકાત પણ અલગ અલગ છે જે તમે નીચે દર્શાવેલી જાહેરાતમાં ચેક કરી શકો છો આ લેખના અંત માં જાહેરાતની લીંક આપેલી છે.

CUG ભરતીની મહત્વની તારીખો

આ CUG ની ભરતી ની જાહેરાત 19 જુલાઈ 2023 ના રોજ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા કરાઈ છે. આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર તારીખ 19-જુલાઈ-2023 થી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-ઓગસ્ટ-2023 છે.

CUG ભરતીની પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે નોકરી ઈચ્છુક ઉમેદવાર ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

CUG ભરતીની વિવિધ પોસ્ટો પ્રમાણે કુલ ખાલી જગ્યાઓ

ટીચિંગ સ્ટાફ કુલ ખાલી જગ્યા 

પ્રોફેસર 07
આસિસ્ટન્ટ પ્રોફેસર 06
એસોસિયેટ પ્રોફેસર 13

         નોન-ટીચિંગ સ્ટાફ કુલ ખાલી જગ્યા 

ફાઇનાન્સ અધિકારી 01
કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન 01
લાઇબ્રેરીયન 01
ઇન્ટર્નલ ઓડિટ અધિકારી 01
મેડિકલ અધિકારી 01
આસિસ્ટન્ટ લાયબ્રેરીયન 01
પ્રાઇવેટ સેક્રેટરી 02
પર્સનલ સેક્રેટરી 01
ટેકનિકલ આસિસ્ટન્ટ 01
ફાર્માસિસ્ટ 01
લાઇબ્રેરી આસિસ્ટન્ટ 01
લોવર ડિવિઝન ક્લાર્ક 04
કૂક 03
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 06
લાઇબ્રેરી એટેન્ડન્ટ 04
કિચન એટેન્ડેન્ટ 02

જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજો

આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગતા હોવ તો તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 • જાતિનું પ્રમાણપત્ર
 • DD ડિમાન્ડ ડ્રાફ્ટ
 • CCC પ્રમાણપત્ર
 • શૈક્ષણિક માર્કશીટ અનુભવનું (સર્ટિફિકેટ જો અનુભવ હોય તો)
 • લિવિંગ સર્ટિફિકેટ
 • ડિગ્રી
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
આ લેખ વિશે પણ વાંચો
10 પાસ માટે ડ્રાઇવરની સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક
GSRTC માં સરકારી નોકરીની ભરતી જાહેર, છેલ્લી તારીખ 5-8-2023
7 પાસ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી, પગાર 1 લાખ રૂપિયા
12 ધોરણ પાંચ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક. 759 ખાલી જગ્યા પગાર ધોરણ 63200
12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023

CUG ની આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

 • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગતા હોવ તો સૌપ્રથમ નીચે દર્શાવેલી જાહેરાત ડાઉનલોડ કરવાની લીંક પરથી જાહેરાત ડાઉનલોડ કરી લો અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્ય છો કે નહીં.
 • જો તમે યોગ્ય યોગ્ય છો તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એટલે કે CUG ની ઓફિશિયલ વેબસાઈટ (www.cug.ac.in) ઓપન કરો અને કેરિયર ઓપ્શન પર મુલાકાત કરો. આ ઓફિસિયલ વેબસાઈટ આ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
 • કેરિયર વિભાગ ઓપન કર્યા બાદ તમારી સમક્ષ બે વિકલ્પો દેખાશે જેમ કે ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ, જેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટ પ્રમાણે સિલેક્ટ કરો અને આગળ વધો.
 • ત્યારબાદ એપ્લાય નાવ (APPLY NOW) ના બટન પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ ડીટેલ ખંતપૂર્વક ભરી લ્યો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ત્યારબાદ તમારી સામે ફીની ચૂકવણી કરવા માટે નું એક પેજ ઓપન થશે. જેમાં ફીની ચૂકવણી કરી લો.
 • ચુકવણી બાદ તમારી સમક્ષ ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન આવશે આટલું કરાયા બાદ તમારી અરજી સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.
નોન ટીચિંગ સ્ટાફ માટે જાહેરાત ડાઉનલોડ કરવા માટે ની લીંક અહીં ક્લિક કરો
ટીચિંગ સ્ટાફ માટે જાહેરાત ડાઉનલોડ કરવા માટે ની લીંક અહીં ક્લિક કરો
નોન ટીચિંગ સ્ટાફ માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ટીચિંગ સ્ટાફ માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો
CUG ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો