ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી: જો તમારે અથવા તમારા મિત્ર સર્કલ માંથી તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે અહીં એક સારી ખબર છે. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એક ભરતી જાહેર કરાય છે. તેમાં ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે ડ્રાઇવર અને એકાઉન્ટન્ટ ના પદ માટે આ ભરતી જાહેર થઈ છે. આ ગુજરાત વિદ્યાપીઠની ભરતીની સમગ્ર માહિતી જેવી કે મહત્વની તારીખો, પગાર ધોરણ, પોસ્ટ ના નામો, પસંદગી પ્રક્રિયા, લાયકાત, જરૂરી દસ્તાવેજો , કુલ ખાલી જગ્યા, તેમજ આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી તે વિશેની સમગ્ર માહિતી આ લેખ દ્વારા મેળવીશું.
આ લેખને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા માટે વિનંતી કારણ કે આ હરીફાઈના યુગમાં નોકરી મેળવવી ઘણી જ મુશ્કેલ થતી જાય છે માટે આ લેખને નોકરી કરવા ઈચ્છુક લોકો સુધી પહોંચાડવા વિનંતી.
ભરતી જાહેર કરતી સંસ્થાનું નામ | ગુજરાત વિદ્યાપીઠ |
નોકરીનું સ્થાન | ગુજરાત |
ભરતીની જાહેરાત તારીખ | 11 ઓગસ્ટ 2023 |
ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 11 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
સંસ્થાની સતાવાર વેબસાઈટ | https://www.gujaratvidyapith.org/ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ ભરતીની જાહેરાત તારીખ 11 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. તેમજ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર તારીખ 11 ઓગસ્ટ 2023 ના રોજથી ફોર્મ ભરી શકે છે. તથા અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટના નામો અને પગાર ધોરણ
ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતી ની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ડ્રાઇવર અને એકાઉન્ટ અથવા મેનેજર તથા ડાયરેક્ટરની જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠની જાહેરાત જોવા માટે આ આર્ટિકલ ના અંતમાં લિંક આપેલી છે. તેમજ આ ભરતીમાં દરેક પોસ્ટ અનુસાર પગાર ધોરણ પણ અલગ અલગ છે તે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર છે.
પોસ્ટ | પગાર ધોરણ |
ડાયરેક્ટર | ₹35,000 માસિક |
એકાઉન્ટ અથવા મેનેજર | ₹18,000 માસિક |
ડ્રાઇવર અથવા એટેન્ડન્ટ | ₹11,000 માસિક |
પસંદગી પ્રક્રિયા
ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતીમાં અરજદાર દ્વારા ફોર્મ ભર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એક નિયત તારીખે ઇન્ટરવ્યૂ તેમજ લેખિત પરીક્ષા લેવામાં આવશે જેના દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
લાયકાત
કોઈપણ સરકારી અથવા પ્રાઇવેટ નોકરીની ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી હોય છે તેવી જ રીતે ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં પણ એક લાયકાતોરણ નક્કી કરવામાં આવ્યું છે જે તમે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે વિવિધ પોસ્ટ ની લાયકાતો જોઈ શકો છો.
પોસ્ટ | લાયકાત |
ડાયરેકટર | ગ્રેજ્યુએશન |
એકાઉન્ટન્ટ અથવા મેનેજર | બેચલર ઓફ કોમર્સ (B.com) |
ડ્રાઇવર અથવા એટેન્ડન્ટ | ધોરણ 10 પાસ અથવા સમકક્ષ |
જરૂરી દસ્તાવેજો
ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારી પાસે નીચે દર્શાવ્યા મુજબના દસ્તાવેજો ની યાદી હોવી જરૂરી છે.
1. માર્કશીટ
2. આધાર કાર્ડ
3. કોમ્પ્યુટર કોર્સ નું પ્રમાણપત્ર
4. ડ્રાઇવિંગ લાઇસન્સ
5. પાસપોર્ટ સાઇઝના ફોટા
6. અરજદારની સહી નો નમુનો
7. જે તે ડિગ્રીનું સર્ટિફિકેટ
8. અન્ય જરૂરી દસ્તાવેજ
આયુ મર્યાદા
ગુજરાત વિદ્યાપીઠની ભરતી ના વિવિધ પોસ્ટ જેવી કે ડ્રાઇવર, એકાઉન્ટ અને ડાયરેક્ટરના પદ માટે કોઈપણ આયુ મર્યાદા જાહેરાતમાં દર્શાવેલી નથી. પરંતુ ડાયરેક્ટર ના પદ માટે અરજદાર ની ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કુલ ખાલી જગ્યા
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતી ની વિવિધ પોસ્ટ માટેની કુલ ખાલી જગ્યા ચકાસવા માટે આલેખના અંતમાં દર્શાવેલી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરીને ચેક કરો.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે આરક્ષણની કોઈપણ શ્રેણીમાં આવતા હોય કે ન હોય તે બધા માટે એક સમાન જ છે જે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ₹500 નક્કી કરવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠની ભરતીમાં કઈ રીતે અરજી કરવી?
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં અરજી કરતા પહેલા આ લેખના અંતમાં દર્શાવેલી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરીને ચેક કરો કે તમે આ ભરતી માટે યોગ્યતા યોગ્યતા ધરાવો છો. જો તમે યોગ્યતા ધરાવો છો તો નીચે મુજબના પગલાનું પાલન કરો.
સૌપ્રથમ આ ભરતીમાં અરજી કરવા માટે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર મુલાકાત લેવાની રહેશે. સત્તાવાર વેબસાઈટ ના હોમપેજ (Homepage) ઓપન કર્યા બાદ જમણી બાજુના ભાગમાં Recruitment ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ઓપન થયેલા પેજમાં Advertisement No. 07-2023-24 ની નીચેના ભાગમાં દર્શાવેલા Click here for Apply Online ના બટન પર ક્લિક કરો.
ત્યારબાદ નવા પેજમાં આ ભરતીની તમામ પોસ્ટ માટેની વિગતો દેખાશે હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરી હોય તેની બાજુમાં દર્શાવેલા ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર પછી તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ માહિતી દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ત્યારબાદ તમારે ઓનલાઇન ફી ની ચુકવણી કરવાની રહેશે. સબમીટ બટન પર ક્લિક કરીને ફોર્મ ને પ્રિન્ટ આઉટ કરવા માટેનો ઓપ્શન દેખાશે તેની મદદથી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો. અહીં તમારો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
ત્યારબાદ પ્રિન્ટ કરેલા આ ફોર્મ ની સાથે તમામ દસ્તાવેજોની નકલ કુરિયરના માધ્યમથી નીચે દર્શાવેલા સરનામા પર મોકલી આપો. આ ભરતી ને લગતી કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.
અરજી કરવા માટેનું સરનામું – સેન્ટ્રલ ઓફિસ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ – પીનકોડ- 380009
મહત્વની વેબસાઈટ
ભરતીની જાહેરાત ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર | 079-40016200 |
જરૂરી નોંધ : આલેખ દ્વારા અમારો ઉદ્દેશ્ય ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો જ છે, માટે કોઈપણ અગત્યનો નિર્ણય કરતા પહેલા ભરતીની જાહેરાત ચેક કરીને યોગ્ય નિર્ણય કરવો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશે પણ જાણો
- 10 પાસ માટે મોટી સરકારી ભરતી, ₹45,060 પગાર, છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, અહીં કરો અરજી
- 12 પાસ માટે સ્ટાફ સિલેક્શન કમિશનની નવી મોટી ભરતી, છેલ્લી તારીખ 23 ઓગસ્ટ, અહીં ભરો ફોર્મ
- ભારતીય ટપાલ વિભાગ બમ્પર ભરતી, ધોરણ 10 પાસ માટે, છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023, અહીં ભરો ફોર્મ
- SSC સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મોટી ભરતી, અહીં કરો અરજી, છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023