12 પાસ માટે સ્ટાફ સિલેક્શન કમિશનની નવી મોટી ભરતી, છેલ્લી તારીખ 23 ઓગસ્ટ, અહીં ભરો ફોર્મ

Staff Selection Commission Bharti 2023, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: જો તમે અથવા તમારા મિત્ર સર્કલ અથવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી ની ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તો અહીં તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જાહેરાતમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D પરીક્ષા ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. તો ચાલો આ આર્ટીકલ દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશનની સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D પરીક્ષા ની ભરતી ની જાહેરાત, પગાર ધોરણ, આયુ મર્યાદા, કુલ ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફી અને આ ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી મેળવીશું.

ભરતી જાહેર કરતી સંસ્થા નું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D પરીક્ષા
કુલ ખાલી જગ્યા 1207
અરજી કરવાની શરૂઆત ની તારીખ 2 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/
બીજી ભરતીની અપડેટ મેળવવા whatsapp ગ્રુપ જોઈન્ટ કરો ગ્રુપ જોઈન્ટ કરો

પોસ્ટ ના નામ અને પગારધોરણ

 • સ્ટેનોગ્રાફર ગ્રેડ C – રૂપિયા 9,300 થી 34,800 માસિક
 • સ્ટેનોગ્રાફર ગ્રેડ D – રૂપિયા 5,200 થી 20,200 માસિક

આયુ મર્યાદા

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં બે પોસ્ટ માટે અરજી મંગાવાઈ રહી છે. આ બંને પોસ્ટ માટે આયુ મર્યાદા અલગ અલગ છે.

 1. સ્ટેનોગ્રાફર ગ્રેડ C ના અરજદારની ઉંમર 18 થી 30 વર્ષની હોવી જરૂરી છે, (1,ઓગસ્ટ 2023 મુજબ)
 2. સ્ટેનોગ્રાફર ગ્રેડ D ના અરજદારની ઉંમર 18 થી 27 વર્ષની હોવી જરૂરી છે. (1,ઓગસ્ટ 2023 મુજબ)

તેમજ આરક્ષણ શ્રેણી મુજબ આયુ મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવેલી છે. જે નીચે મુજબ છે.

આરક્ષણની શ્રેણી વધારે આયુ મર્યાદામાં આપવામાં આવતી છૂટછાટ
General કોઈ છૂટછાટ નથી
SC/ST 5 વર્ષ
OBC 3 વર્ષ
Pwd (General) 10 વર્ષ
Pwd (OBC) 13 વર્ષ
PwD (SC/ ST) 15 વર્ષ

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ સિલેક્શન કમિશનની આ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલો હોવો જરૂરી છે.

GSRTC ડ્રાઇવર અને કંડકટર ની મોટી ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 18,500 થી શરૂઆત

સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને શોર્ટહેન્ડ પ્રાવીણ્ય

1.સ્ટેનોગ્રાફર ગ્રેડ C ની પોસ્ટ માટે

 • સ્ટેનોગ્રાફર ગ્રેડ C ની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 40 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 55 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે યોગ્યતા ધરાવશે.
 • અરજદારોને CBE માં સ્ક્રાઈબનો ઉપયોગ કરવાની મંજૂરી- અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 55 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 75 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે યોગ્યતા ધરાવશે.

2.સ્ટેનોગ્રાફર ગ્રેડ D ની પોસ્ટ માટે

 • સ્ટેનોગ્રાફર ગ્રેડ D ની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 50 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 65 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે યોગ્યતા ધરાવશે.
 • અરજદારોને CBE માં સ્ક્રાઈબનો ઉપયોગ કરવાની મંજૂરી – અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 70 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 90 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે પણ પાત્ર હશે.
  આ ભરતીની શૈક્ષણિક લાયકાત તપાસવા માટે એકવાર ભરતી જાહેર કરતી સંસ્થાની ઓફિશિયલ ભરતી ની જાહેરાતની PDF ચેક કરી લેવી . જેની લીંક આ લેખના અંતમાં દર્શાવેલી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

 1. ફોટો આઇડી પ્રુફ, (કોઈપણ એક – આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
 2. બે પાસપોર્ટ સાઇઝના કલર ફોટો
 3. જાતિનું પ્રમાણપત્ર
 4. શૈક્ષણિક લાયકાત ની માર્કશીટ
 5. અપંગતા ધરાવતા ઉમેદવારને અપંગતાનું સર્ટિફિકેટ

અરજી ફી

સ્ટાફ સિલેક્શન ની આ સ્ટેનોગ્રાફી ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણે ફી ની ચુકવણી કરવી જરૂરી છે.

 • General / OBC શ્રેણીના અરજદારો માટે 100 રૂપિયા
 • SC/ST/Pwd/Female શ્રેણીના અરજદારો 0 રૂપિયા

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

ભરતીમાં અરજી કરતા પહેલા ભરતી જાહેર કરતી સંસ્થાની ભરતીની જાહેરાત ની પીડીએફ ડાઉનલોડ કરો અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્યતા કરાવો છો.

ભરતી ની અરજી કરવા માટેની આ પ્રોસેસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. 1. રજીસ્ટ્રેશન 2. અરજી

SSC સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મોટી ભરતી, અહીં કરો અરજી, છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023

રજીસ્ટ્રેશન

 1. આ ભરતીમાં અરજી કરતાં પહેલાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે રજીસ્ટ્રેશન કરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર વિઝીટ કરો.
 2. સત્તાવાર વેબસાઇટ નું હોમપેજ (Homepage) ઓપન કર્યા બાદ જમણી બાજુના વિભાગમાં લોગીન વિભાગની નીચે ન્યુ રજીસ્ટ્રેશન (New Registration) ના વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે. જેમાં માંગેલી તમામ માહિતી દાખલ કરો અને રજીસ્ટ્રેશન ની પ્રક્રિયાની પૂર્ણ કરો.
 3. રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયા બાદ તમારી પાસે એક રજીસ્ટ્રેશન નંબર (Registration Number) આવશે જેને સાચવીને રાખો. જે આગળની પ્રક્રિયા માટે ઉપયોગી છે.

અરજી પ્રક્રિયા

 1. રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટના હોમપેજ (Home page) પર વિઝીટ કરવાની છે. ( https://ssc.nic.in/)
 2. હોમ પેજ માં ડાબી બાજુના ભાગમાં લોગીન (Login) કરવા માટેનો ઓપ્શન દેખાશે. જેમાં રજીસ્ટ્રેશન નંબર (Registration number) અને રજીસ્ટ્રેશન કરતી વખતે તમારા દ્વારા દાખલ કરાયેલો પાસવર્ડ (Password) અહીં દાખલ કરો. ત્યારબાદ લોગીન (Login) બટન પર ક્લિક કરો.
 3. ત્યાર પછી તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી શૈક્ષણિક લાયકાત અને પર્સનલ માહિતી દાખલ કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો ને અપલોડ કરો.
 4. ત્યાર પછી જો અરજદાર ઓબીસી અથવા જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેને 100 રૂપિયા ફી ની ઓનલાઇન ચુકવણી કરવી પડશે. ચુકવણી કર્યા બાદ તમારી સમક્ષ તમારા દ્વારા ભરાયેલ ફોર્મની પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન આવશે જેની મદદથી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કરી લો. આ પ્રિન્ટને સાચવી રાખો અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

PM YASASVI YOJANA પીએમ યશસ્વી યોજના : ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીને મળશે 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ સહાય. અહીં ફોર્મ ભરો

મહત્વની વેબસાઈટ લીંક

ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બીજી ભરતીની અપડેટ મેળવવા whatsapp ગ્રુપ જોઈન્ટ કરો whatsapp ગ્રુપ જોઈન કરો