10 પાસ માટે મોટી સરકારી ભરતી, ₹45,060 પગાર, છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, અહીં કરો અરજી

ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી: જો તમે અથવા તમારા મિત્ર સર્કલ અથવા તમારા પરિવાર ના કોઈ વ્યક્તિને સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા હોય તો તમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે. કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ધોરણ 10 પાસ માટે એક મોટી ભરતીનું જાહેરાત કરી છે. તો ચાલો આ લેખ દ્વારા આપણે આ કોલ ઇન્ડિયાની ભરતીની સમગ્ર માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખ, પગાર ધોરણ, પોસ્ટ ના નામો, કુલ ખાલી જગ્યા, લાયકાત, આયુ મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી તેમજ આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી મેળવીશું. આ સરકારી ભરતી ના આર્ટિકલને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી નોકરી શોધતા વ્યક્તિની જિંદગી બદલાઈ શકે છે.

નોકરી જાહેર કરતી સંસ્થાનું નામ કોલ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યા 338
અરજી કરવાની શરૂઆતની તારીખ 09 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ  31 ઓગસ્ટ 2023
ભરતી જાહેર તારીખ 07 ઓગસ્ટ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.nclcil.in/

મહત્વની તારીખ

આ ભરતીની જાહેરાત કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. તેમજ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર તારીખ 9 ઓગસ્ટ 2023 ના રોજ થી આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. તેમજ કોલ ઈન્ડિયા લિમિટેડ આ ભરતીની જાહેરાત અનુસાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટ ના નામો

કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ ભરતી ની વિવિધ પોસ્ટ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર છે.

પોસ્ટ ના નામો ખાલી જગ્યા
શોવેલ ઓપરેટર 35
ડમ્પર ઓપરેટર 221
સરફેસ માઈનર ઓપરેટર 25
ડોઝર ઓપરેટર 37
ગ્રેડર ઓપરેટર 06
પે લોડર ઓપરેટર 02
ક્રેઈન ઓપરેટર 12
કુલ ખાલી જગ્યા  338

પગાર ધોરણ

કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી સ્વીકારાઈ રહી છે. આ દરેક પોસ્ટનું ટ્રેનિંગ પિરિયડ દરમિયાન પગાર ધોરણ ગ્રેડ કેટેગરી-1 અનુસાર પ્રતિદિન ₹1,502 ના હિસાબે ચુકવણી કરવામાં આવશે. એટલે કે માસિક રૂપિયા 45060 લેખે ચુકવણી કરવામાં આવશે. દરેક પોસ્ટમાં શરૂઆતના ત્રણ વર્ષ ટ્રેનિંગ પિરિયડ રહેશે. ત્રણ વર્ષની સમાપ્તિ બાદ HEMM ની પોસ્ટ આપવામાં આવશે અને કંપનીના રેગ્યુલેશન મુજબ પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

કોલ ઈન્ડિયા લિમિટેડ ની આ ભરતીમાં અરજી કરવા માટે અરજદારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. તેમજ ધોરણ 10 માં અરજદારે નીચે દર્શાવ્યા પ્રમાણે ટકાવારી મેળવેલી હોવી જરૂરી છે. જે આરક્ષણ શ્રેણી મુજબ અલગ અલગ છે.

આરક્ષણ શ્રેણી ધોરણ 10 ની ટકાવારી
General /EWS 55%
OBC/NCL 50%
SC/ST 45%

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ધોરણ 10 ની માર્કશીટ
  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સહી નો નમુનો
  • જાતિનું પ્રમાણપત્ર (આરક્ષણ નો લાભ મેળવવા માગતા અરજદારો માટે)

આયુ મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક અરજદાર તારીખ 31 ઓગસ્ટ 2023 પ્રમાણે 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જરૂરી છે તેમજ 30 વર્ષ કરતાં અરજદારની ઉંમર વધુ ન હોવી જોઈએ. આયુ મર્યાદામાં કોલ ઈન્ડિયા લિમિટેડ ની ભરતીમાં આરક્ષણ શ્રેણી મુજબ છૂટછાટ પણ આપવામાં આવી છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.

આરક્ષણ શ્રેણી વધુ ઉંમરમાં છૂટછાટ
General /EWS કોઈપણ પ્રકારની છૂટછાટ નથી
OBC 3 વર્ષ
SC/ ST 5 વર્ષ

અરજી ફી

કોલ ઈન્ડિયા લિમિટેડ ની આ ભરતીમાં અરજી કરવા માટે નીચે દર્શાવ્યા અનુસાર ફી ની ચૂકવણી કરવાની રહેશે.

General /EWS/OBC – 1180 રૂપિયા (જીએસટી સાથે)
SC/ ST – નિશુલ્ક
નિવૃત અધિકારી – નિશુલ્ક

પસંદગી પ્રક્રિયા

કોલ ઈન્ડિયા લિમિટેડ ની આ ઓપરેટરની ભરતીમાં પાસ થવા માટે અરજદારે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • કોલ ઈન્ડિયા લિમિટેડ ની ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ આલેખના અંતમાં દર્શાવેલી ભરતીની જાહેરાત ની PDF ડાઉનલોડ કરો. અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્યતા ધરાવો છો. જો તમે યોગ્યતા ધરાવતા હોય તો ભરતી જાહેર કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.nclcil.in તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
  • સત્તાવાર વેબસાઈટના હોમ પેજ ઓપન કર્યા બાદ પેજના એકદમ નીચેના ભાગમાં Quick Link ના સેક્શનમાં Recruitmentનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ અલગ અલગ પોસ્ટ માટે ની ભરતી ના ઓપ્શન આવશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે ભરતી પર ક્લિક કરો અને APPLY બટન પર ક્લિક કરો.
  • અહીં તમારે સૌ પ્રથમ Already Registered? To Login ની બાજુમાં આપેલા Click Here ના બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ માંગેલી જરૂરી માહિતી દાખલ કરો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ (Submit) બટન પર ક્લિક કરો.
  • હવે અરજી ફીની ચૂકવણી કરો. ચૂકવણી કર્યા બાદ તમારી સમક્ષ તમારા દ્વારા કરાયેલા ફોર્મ નું પ્રિન્ટ કાઢવા માટે નો ઓપ્શન આવશે જેની મદદથી પ્રિન્ટ કાઢી લો.
    અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

જરૂરી વેબસાઈટ

ભરતી ની જાહેરાત PDF  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

જરૂરી નોંધ : આ લેખ દ્વારા અમે તમને કોલ ઇન્ડિયા લિમિટેડ ની આ ભરતીની વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આલેખ દ્વારા અમારો હેતુ તમારા સુધી માહિતી પહોંચાડવાનો જ છે. માટે કોઈપણ નિર્ણય કરતા પહેલા ભરતીની જાહેરાત કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરીને માહિતી ચકાસી લેવી.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો