SBI Asha scholarship, SBI આશા શિષ્યવૃત્તિ 2024: જો ભારતની કુલ વસ્તી માં સૌથી વધારે જો કોઈ વર્ગ હોય તો મધ્યમ વર્ગ છે. એના લીધે આ મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થી બાળકો ની સંખ્યા પણ બીજા વર્ગના પરિવાર કરતા વધુ છે. આ વિદ્યાર્થીઓ અવારનવાર ટ્યુશનથી કુલ ફી તેમજ અન્ય ક્લાસીસ ફી ની ચૂકવણી બાબતે ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. સાથે સાથે વધતી જતી મોંઘવારી અને શહેરી જીવન ના ખર્ચા ઘણી વખત પડકારજનક બનતા હોય છે. આ સમસ્યાનો સામનો કરવા sbi બેન્ક દ્વારા આવવા જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓ માટે એસબીઆઇ આશા શિષ્યવૃત્તિ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ થકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ટ્યુશન ફી, સ્કૂલ ફી તેમજ અન્ય શહેરી જીવનના ખર્ચાઓને પહોંચી વળવા માટે પાંચ લાખની શૈક્ષણિક શિષ્યવૃતિ પૂરી પાડે છે.
એસબીઆઇ બેન્ક ભારતમાં અવિરતપણે સામાજિક આર્થિક જવાબદારીઓ ઘણા વર્ષોથી નિભાવી રહી છે જેમાં દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ની આ sbi આશા આશા શિક્ષક શિષ્યવૃત્તિ નો પણ સમાવેશ થાય છે. આ યોજના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક બરાબરિતા પ્રદાન કરવા માટે આ પ્રોગ્રામની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક લેવલને એક મજબૂતી પ્રદાન કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે. sbi એ વિદ્યાર્થીઓને 50,000 થી 5,00,000 રૂપિયાની નાણાં સહાય માટે અલગ અલગ પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ આશા શિષ્યવૃત્તિના લાભો, અને આ શિષ્યવૃતિ માટે કેવી રીતના અરજી કરવી તે બધાની વિગતવાર માહિતી આ આર્ટિકલ દ્વારા આપણે મેળવીશું તો ચાલો જાણીએ.
એસબીઆઇ આશા સ્કોલરશીપ 2024 માટેના જરૂરી દસ્તાવેજો અથવા ડોક્યુમેન્ટ.
- કોલેજના પ્રથમ વર્ષ એડમિશન લેનાર અરજદાર વિદ્યાર્થી ની કોલેજ દ્વારા અપાયેલ પ્રવેશપત્ર અથવા યુનિવર્સિટી દ્વારા અપાયેલ આઈડેન્ટિટી કાર્ડ અથવા ફી ની રસીદ.
- આધાર કાર્ડ.
- ધોરણ 10 અને 12 માંથી જે પણ માર્ક શ્રેષ્ઠ હોય એનું રિઝલ્ટ.
- પરિવારની આવકની વિગતો અને પરિવારના સભ્યોની બેંક ખાતાની સ્ટેટમેન્ટ.
- કુટુંબના આવકનું પ્રમાણપત્ર
- રહેણાંક સરનામાનો પુરાવો (આધારકાર્ડ પાનકાર્ડ લાઈટ બિલ ગેસ બિલ રેશનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આ બધામાંથી કોઈ પણ એક).
- અરજદાર વિદ્યાર્થીનું ઇમેલ આઇડી અને કાર્યરત મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- પાનકાર્ડ (ઇન્કમટેક્સ કાર્ડ).
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
SBI આશા શિષ્યવૃત્તિ 2024 મેળવવા માટેની પાત્રતા અથવા માપદંડ
SBI આશા શિષ્યવૃત્તિ મેળવવા માટે SBI દ્વારા નીચે મુજબની પાત્રતા અથવા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે દર્શાવ્યા મુજબ હોવા જરૂરી છે.
- આ શિષ્યવૃત્તિ યોજના નો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થી કાયમી ધોરણે ભારતમાં રહેતા હોવા જરૂરી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે, વિદ્યાર્થી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ ફેમવર્ક (NIRF) માન્ય કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે.
- ભારત દેશની ટોપ લેવલ ની ગણાતી મેનેજમેન્ટ સંસ્થા (IIM) માં MBA/PGDM પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.
- શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માગતો વિદ્યાર્થી દેશની એન્જિનિયરિંગ ક્ષેત્રે ટોપ લેવલની IIT સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.
- આ ઉપરાંત વિદ્યાર્થી ભારત દેશની કોઈપણ પ્રખ્યાત યુનિવર્સિટી કે કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવતા હોવાથી પીએચડી, માસ્ટર ડિગ્રી કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.
- આ સિવાય અરજદાર વિદ્યાર્થી ઓછામાં ઓછા ૭૫ ટકા માર્ક સાથે 12 માં ધોરણમાં ઉત્તીર્ણ થયેલો હોવો જરૂરી છે.
- આ યોજનાનો લાભ ઇચ્છુક અરજદાર વિદ્યાર્થી ની પરિવારની વાર્ષિક આવક 3 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
એસબીઆઇ આશા શિષ્યવૃતિના મળવા પાત્ર લાભો
sbi દ્વારા પૂરી પાડવામાં આવતી આ sbi આશા શિષ્યવૃત્તિ નો લાભ લેવા માટે તમારે ઉપર દર્શાવેલ લાયકાત અને માપદંડોની યાદી ની સૂચિ પૂર્ણ કરવી જરૂરી છે. આ યોજના દ્વારા પુરા પડાતા વિવિધ લાભો નીચે મુજબના છે.
- બેચલર્સ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થી માટે 50000 રૂપિયાની સહાય.
- IIT એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયાની સહાય.
- IIM મેનેજમેન્ટ ના વિદ્યાર્થી માટે રૂપિયા પાંચ લાખની સહાય.
- પીએચડી ના વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે લાખની સહાય આ યોજના દ્વારા મળવા પાત્ર છે.
SBI આશા શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરવી?
એસબીઆઇ ભાષાશી પ્રવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી શક્ય છે. તે માટે નીચે મુજબના પગલાંઓનું પાલન કરવાનું રહેશે.
1. સૌપ્રથમ નીચે આપેલી sbi ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર વિઝીટ કરવી પડશે.
2. એસબીઆઇની ઓફિસિયલ વેબસાઈટના હોમપેજ પર તમારે એસબીઆઇ પાછા સ્કોલરશીપ 2023 ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
3.સ્કોલરશીપ નો ઓપ્શન ક્લિક કર્યા બાદ તમને બીજી વેબસાઈટ ઉપર રીડ ડાયરેક્ટ કરવામાં આવશે. (એટલે બીજી વેબસાઈટ નું પેજ ઓપન થશે)
4. આ નવા પેજમાં તમને એક ઓનલાઇન અરજી ફોર્મ જોવા મળશે જેમાં માંગેલ તમામ વિગતો અને દસ્તાવેજ ની વિગત દાખલ કરવાની રહેશે. તેમજ આ ફોર્મમાં માંગેલ તમામ ડોક્યુમેન્ટ,જે ફોર્મેટમાં માંગેલ હોય એ ફોર્મેટમાં વ્યવસ્થિત રીતે અપલોડ કરવાના રહેશે.
5. ફોર્મ ભરાઈ ગયા બાદ શાંતિથી કાળજી પૂર્વક ચેક કરો કે તમે આપેલી બધી વિગત ના સ્પેલિંગ કે બીજી કોઈ પણ જાતની ભૂલ હોય તો સુધારીને પછી સબમિટ કરો.
એસબીઆઇ આશા શિષ્યવૃતિ Important Link
ઓફિસિયલ વેબસાઈટ | https://www.sbifoundation.in/ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
જરૂરી નોંધ: આ યોજનાની અરજી કરતા પહેલા યોજનાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર વિઝિટ કરીને તમામ માહિતી એક વાર ચકાસી લેવી. . આ આર્ટિકલ દ્વારા અમારો ઉદ્દેશ સત્તાવાર વેબસાઈટની માહિતી તમારા સુધી પહોંચાડવાનો છે. બની શકે છે કે આ આર્ટિકલ લખાયા બાદ આ યોજનાનો લાભ આપી સંસ્થા દ્વારા યોજનામાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. એટલા માટે અરજી કરતાં પહેલાં એક વાત ઓફિસિયલ વેબસાઈટમાં બધી વિગતો ચકાસી લેવી