30 જુન પછી તમે ચેક કર્યું કે નહીં તમારું પાનકાર્ડ ચાલુ છે કે બંધ? જો બંધ છે તો કેવી રીતે ફરીથી ચાલુ કરવું? જાણો અહીં

How to check my pan card id active or not? How can i Reactive My pancard? 

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ સરકાર તરફથી 30 જૂન 2023 જાહેર કરવામાં આવી હતી. લગભગ બધા લોકોને એવી આશા હતી કે આ વખતે પણ સરકાર તરફથી આ સમયમર્યાદા ને પહેલા જેમ ફરીવાર લંબાવવામાં આવશે પરંતુ હજુ સુધી સરકાર તરફથી એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર તરફથી આપેલી 30 જૂન છેલ્લી તારીખ સુંધીમાં ઘણા લોકો પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવા માં અસમર્થ રહ્યા છે. તેવા લોકોના પાનકાર્ડ 1 જુલાઈ 2023 થી પાનકાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. તો અહીં સવાલ આવે છે કે પાનકાર્ડ કાર્યરત છે કે બંધ કરાયું છે એ કેવી રીતના ખબર પડે. પાનકાર્ડ ચાલુ છે કે બંધ? તેમજ જો પાનકાર્ડ બંધ હોય તો કેવી રીતે ફરીથી ચાલુ કરી શકાય? આ બધી વિગત આપણે બ્લોગ આર્ટીકલ દ્વારા આપણે જાણીશું.

30 જૂન પછી પાનકાર્ડ ચાલુ છે કે બંધ છે કેવી રીતે ચેક કરવું? How to check my pan card id active or not?

જે લોકો 30 જૂન સુધીમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શક્યા ન હોય તેવા લોકોના પાનકાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. તો પાનકાર્ડ ચાલુ છે કે બંધ તે જોવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

1. સૌપ્રથમ પાનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ ચાલુ છે કે બંધ તે જોવા માટે પાનકાર્ડની ઓફિસિયલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર વિઝીટ કરવી પડશે પાનકાર્ડની ઓફિસિયલ વેબસાઈટ બાજુમાં દર્શાવ્યા પ્રમાણે છે. (https://eportal.incometax.gov.in/) આ વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરશો. આ વેબસાઈટ ઓપન થયા પછી નીચે દર્શાવેલા ફોટા પ્રમાણે ખુલશે.

How to check Pancard is Active or Deactivated?
eportal.incometax.gov.in

2. પાન કાર્ડની ઓફિસિયલ વેબસાઈટમાં ગયા પછી જેમાં તમને Quick Link ના વિભાગમાં Verify your PAN નો ઓપ્શન જોવા મળશે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે.

How to check Pancard is Active or Deactivated?
eportal.incometax.gov.in

3. એ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે નીચે દર્શાવ્યા મુજબનું નવું પેજ ખુલશે. ઓપન થયેલા નવા પેજમાં માંગેલી બધી જ માહિતી ભરવાની છે.

How to check Pancard is Active or Deactivated?
eportal.incometax.gov.in

5. બધી માહિતી ભરાઈ ગયા બાદ ઓટીપી આવશે એ ઓટીપી માંગેલી જગ્યામાં એન્ટર કરીને સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું છે.

6.ત્યારબાદ તમારા પાનકાર્ડ નું સ્ટેટસ એટલે કે તમારા પાનકાર્ડ ચાલુ છે કે બંધ એ બતાવશે જો (PAN is Active and Details are as per PAN) આ લખાયેલું આવે તો તમારું પાનકાર્ડ ચાલુ છે અને (ACTIVE) એક્ટિવની જગ્યાએ (DEACTIVE) ડીએક્ટિવ લખેલું આવે તો તમારું પાનકાર્ડ બંધ કરાયું છે.

How to check Pancard is Active or Deactivated?
eportal.incometax.gov.in

જો પાનકાર્ડ ઇન્કમટેક્સ સંસ્થા દ્વારા બંધ કરાયું છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેના માટે પણ એક સોલ્યુશન છે.

જો પાનકાર્ડ બંધ થયું છે. તો તેને ફરીવાર કેવી રીતના ચાલુ કરવું. (How to check pan card is active or Deactivate?)

1.બંધ કરાયેલા પાનકાર્ડ ને ફરીથી શરૂ કરવા માટે તમારે ₹1,000 નો ચાર્જ ચૂકવવો જરૂરી બને છે.

2. આગળની પ્રક્રિયા જાણવા માટે નીચે આપેલા બીજા બ્લોગ ની વેબસાઈટ ઉપર વિઝીટ કરીને તેમાં આપેલા 1 થી 12 સ્ટેપ મુજબ આગળ વધો.

3. આગળની પ્રક્રિયા જોવા માટે અહીં ક્લિક કરો

જરૂરી વેબસાઈટ લીંક (Important Links)

પાનકાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ લીંક અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો