આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે ગણતરીના દિવસો બાકી. બાકી હોય તો અહીંયા જણાવ્યા પ્રમાણે જલ્દીથી લિંક કરી લો. નહીંતર ચૂકવવી પડશે મોટી કિંમત

How to Link Aadhar card with Pancard | પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. 30 તારીખ સુધીમાં જો આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં હોય તો નીચે જે જણાવેલ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Table of Contents

1. 20 તારીખ પછી પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો બધા જ બેંકના ખાતામાં ફરીથી કેવાયસી કરવાની જરૂર પડી શકે છે.

2. બીજા અન્ય એકાઉન્ટ જેવા કે એનપીએસ પીપીએફ ડિમેટ એકાઉન્ટ આ બધા ખાતા બંધ થઈ શકે છે ટીડીએસ ટીસીએસ આ બધામાં વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે.

10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

જુનાગઢ શહેરનો હસ્નાપુર ડેમ ઓવરફ્લો. જુનાગઢ થયું જળમગ્ન. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. અહીં વિડિયો જુઓ

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરવાની પ્રોસેસ

આધાર કાર્ડ ને પાનકાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડમાં અને પાનકાર્ડમાં જન્મ તારીખ, અને નામ બંનેમાં મેચ થવું જરૂરી છે. આધાર કાર્ડ લિંક કરવા માટે ₹1,000 ફીસ ચૂકવવી પડે છે.

1.આધારકાર્ડને લિંક કરવા માટે તમારા બ્રાઉઝરમાં નીચે ની લીંક ઓપન કરો અથવા આ લિંક ક્લિક ઉપર તમે કરી શકો છો.

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

2. લિંક ઓપન થયા પછી PAN બોક્સમાં પાનકાર્ડ નંબર નાખો. તેની નીચેના બોક્સમાં Aadhaar Number આધાર નંબર લખેલું છે ત્યાં આધાર કાર્ડ નંબર નાખો. ત્યારબાદ Validate બટન ઉપર ક્લિક કરો.

3.Validate બટન ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ ઈમેજ પ્રમાણે નોટિફિકેશન આવે છે તો તમારે આગળની પ્રોસેસ કરવાની જરૂર નથી કારણ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક જ છે.

4.જો નીચે દર્શાવેલ ઈમેજ પ્રમાણે પેજ ઓપન થતું હોય તો તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક નથી તો એના માટે ઇન્કમટેક્સ વાળા વિભાગની નીચે Proceed પ્રોસિડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

5.પ્રોસિડ બટન ઉપર ક્લિક કર્યા બાદ જે પેજ ઓપન થયું છે. તેમાં Assessments year માં 2024-25 સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તેની બાજુમાં Types of Payments માં સૌથી નીચેનો ઓપ્શન Other Receipt (500) ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ Continue Button ઉપર ક્લિક કરવાનું રહેશે.

6. ત્યારબાદ જે પેજ ઓપન થયું છે એમાં તમારે સૌથી નીચે Continue કંટીન્યુ બટન લખ્યું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે.

7. ત્યારબાદ પેમેન્ટ કરવા માટેનું પેજ ઓપન થશે. એ પેજમાં તમારે Payment gateway ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ Kotak Mahindra Bank કોટક મહિન્દ્રા બેન્ક વાળો ઓપ્શન સિલેક્ટ કરીને Continue બટન ઉપર ક્લિક કરવાનું છે. કોટક મહિન્દ્રા બેન્ક સિલેક્ટ કરવાનું કારણ એ છે કે તેમાં બીજો કોઈ પણ પ્રકારનો ટ્રાન્જેક્શનથી નો ચાર્જ લાગતો નથી.

8. ત્યારબાદ નવું પેજ ઓપન થશે એ પેજમાં તમારે Pay now ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

9. Pay Now ક્લિક કર્યા બાદ એક બોક્સ ઓપન થશે એ બોક્સમાં સૌથી નીચે ટીક માર્ક કરવાનું છે. ટીક માર્ક કર્યા બાદ Submit To Bank પર ક્લિક કરવાનું છે.

10. ત્યારબાદ નવા પેજમાં જો તમારી પાસે ઇમેલ આઇડી હોય તો ઇમેલ આઇડી એન્ટર કરી દો ના હોય તો કોઈ વાંધો નથી. ઇ-મેલ આઇડી એન્ટર કર્યા પછી Skip this Step પર ક્લિક કરવાનું છે.

11. ત્યારબાદ પેમેન્ટ માટેનું નવું પેજ ઓપન થશે. તેમાં UPI ઉપર ક્લિક કરવાનું રહેશે.

12. UPI ક્લિક કર્યા બાદ તમારી પાસે અલગ અલગ પેમેન્ટ કરવાના ઓપ્શન દેખાશે જેમ કે Paytm, google pay, Phone pe, Amazon Pay. તેમાંથી તમારી પાસે જે પણ પેમેન્ટ કરવાનો ઓપ્શન હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Make Payment for 1000 ઉપર ક્લિક કરવાનું રહેશે.

13. પેમેન્ટ થઈ ગયા બાદ નીચે દર્શાવેલ ફોટા પ્રમાણે નવું પેજ ઓપન થશે. નીચે દર્શાવેલ ફોટા પ્રમાણે નવું પેજ દેખાય તો તમારી આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય છે. પેમેન્ટ થયા બાદ બે થી ત્રણ દિવસમાં તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક થઈ જશે.

 

વ્હાલી દીકરી યોજના – અહીંથી ફોર્મ ભરો યોજના માટે અને મેળવો 1,10,000 રૂપિયા

આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો