શું તમને ખબર છે આધાર કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે? જાણો અહીં કેવી રીતે

જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમ જ નાણાંની જરૂર હોય અને બેંકની ભારી ભરખમ લાંબી પ્રોસેસ અને આ પ્રોસેસમાં લાગતા ટાઈમ થી બચવા માંગતા હોવ તો આ આધાર કાર્ડ દ્વારા મળતી લોન તમારા માટે ઉત્તમ સાબિત થાય છે. ભારતમાં દસ્તાવેજ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાતું આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણવામાં આવે છે. જેના પર તમને 3 લાખ રૂપિયા સુધીની લોન પણ મળી શકે છે. હા ત્રણ લાખ રૂપિયાની લોન તમે બિલકુલ સાચું વાંચ્યું છે. તો ચાલો આ લેખ દ્વારા આપણે આધાર કાર્ડ થી લોન લેવા માટેની પ્રોસેસ, જરૂરી ડોક્યુમેન્ટ કેવી રીતે અરજી કરવી અને લોનનો લાભ લેવા માટેની પાત્રતા વિશે વિગતવાર માહિતી મેળવીશું.

આધાર કાર્ડ ના ફાયદા અને વિશેષતાઓ

આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવતો 12 ક્રમાંકનો આધારકાર્ડ નંબર છે. આધારકાર્ડ એક એવો પુરાવો છે કે તે કોઈપણ ભારતનો નાગરિક આધારકાર્ડ માટે અરજી કરીને પ્રાપ્ત કરી શકે છે. આધાર કાર્ડ ની સારી વાત એ છે કે એમાં કોઈ પણ આયુ મર્યાદા નથી. આધારકાર્ડ એક થી પાંચ વર્ષના બાળકોનું પણ બની શકે છે. તો બીજા દસ્તાવેજની વાત કરીએ તો જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ આ બધા જ પુરાવા બનાવવા માટે તમારી ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જરૂરી છે.

આધાર કાર્ડ દ્વારા મળતી આ લોનની સરળતા અને વિશેષતા

આ લોન બીજી બેંક દ્વારા અપાતી લોન કરતાં ઘણી સરળતા થી મળે છે. બીજા માધ્યમ દ્વારા મળતી લોન મેળવવામાં ઘણી બધી પેપર વર્ક અને લાંબી ભરખમ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે જેમાં ઘણા બેન્કના ધક્કા ખાવા પડે છે પરંતુ જેમ જેમ ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે ઘરે બેઠા મોબાઈલ દ્વારા લોન માટે અરજી કરવી શક્ય બની છે. તેની માટે હવે તમારે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી તમે એક Paytm એપ્લિકેશનનો ઉપયોગ કરીને આંગળીના ટેરવે થોડી જ ક્લિક દ્વારા 10000 થી 3 લાખ સુધીની લોન મેળવી શકો છો.

આધારકાર્ડ (Paytm) દ્વારા આપવામાં આવતી આ લોન માટેની અમુક શરતો અને લાયકાત

જરૂરી ડોક્યુમેન્ટ
1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. બેન્ક એકાઉન્ટ
4. Paytm એકાઉન્ટ કેવાયસી સાથે
  1. આધારકાર્ડ વેરિફિકેશન દ્વારા લોન મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે જે નીચે મુજબની છે.
  2. અરજી કરનાર અરજદાર પાસે પેટીએમ માં એકાઉન્ટ હોવું જરૂરી છે.
  3. જે એકાઉન્ટ અરજદારના બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે.
  4. અરજદાર પાસે કાર્યરત આધારકાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે તેમજ અરજદારનો આવકનો સ્ત્રોત એક હોવો જોઈએ એક.
  5. આ લોન મેળવવા માટે ઉંમર મર્યાદા 23 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ

આધાર કાર્ડ દ્વારા લોન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

જો તમારા મનમાં એવો વિચાર ચાલતો હોય કે આધાર કાર્ડ દ્વારા કેવી રીતે લોન મેળવી શકાય તો paytm એપ્લિકેશન તમારા મનમાં ચાલતા વિચાર નું એક ઉત્તમ સમાધાન છે. જોકે play store માં ઉપલબ્ધ બીજી ઘણી એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ નું વેરિફિકેશન કરીને લોન આપવાની ઓફર કરે છે. આ લેખમાં paytm દ્વારા અપાતી લોન વિશે એટલા માટે વાત કરવાની છે કે પેટીએમ એક વિશ્વસનીય અને ઘણી જ જૂની એપ્લિકેશન છે. તો ચાલો જાણીએ paytm દ્વારા મળતી આધારકાર્ડ લોન ની અરજી કરવા માટે કેવી રીતે પ્રોસેસ કરવી? તે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ જો તમારા ફોનમાં Paytm એપ્લિકેશન ના હોય તો play store માં જઈને Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કરીને Paytm એપ માં તમારું એકાઉન્ટ બનાવી લો.
  • ત્યારબાદ તમારા paytm એકાઉન્ટ ની તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ કરી દો.
  • ત્યારબાદ paytm દ્વારા અપાતી કેવાયસી સર્વિસ પૂર્ણ કરી લો એટલે કે તમારા આધાર કાર્ડ ને પેટીએમ સાથે વેરીફાઈ કરી લ્યો.
  • ત્યારબાદ paytm ની એપ્લિકેશન માંથી પર્સનલ લોન (Personal Loan) નો ઓપ્શન સિલેક્ટ કરો ત્યારબાદ GET IT NOW ઓપ્શન પસંદ કરીને અમ ને જોઈતી લોન ની રકમ દાખલ કરો.
  • ત્યારબાદ આ અરજી ને પૂર્ણ કરવા માટે સબમિટ બટન ઉપર ક્લિક કરો . જો તમ આ અરજી પેટીએમ એપ દ્વારા મંજૂર કરવામાં આવે છે તો લોન ની રકમ તમારા બેંક ખાતામાં ટૂંક સમયમાં જમા થઈ જશે.

આ આર્ટીકલ દ્વારા અમે તમને આધાર કાર્ડ થી કેવી રીતે લોન મેળવી તે વિશેની તમામ માહિતી આ લેખમાં પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે જો હજુ પણ તમને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા સવાલ હોય તો તમે અમારા નીચે દર્શાવેલા whatsapp ગ્રુપમાં જોઈન થઈને અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારા સવાલનું અથવા સમસ્યાનો ઉકેલ આપીશું.

પેટીએમ એપ્લિકેશનની play store માંથી ડાઉનલોડ કરવા માટેની લીંક અહીં ક્લિક કરો
અમારા Whatsapp ગ્રુપની લીંક અહીં ક્લિક કરો
અમારા હોમ પેજ ની લીંક અહીં ક્લિક કરો

 

આ અગત્યના લેખ પણ વાંચો

ઘરઘંટી સહાય યોજના 2023. ઓનલાઇન અરજી કરીને મેળવો ઘરઘંટી. જાણો અહીં કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

SBI આશા શિષ્યવૃત્તિ 2023 યોજના: SBI બેન્ક તરફથી વિદ્યાર્થીઓને 5 લાખની ભણતર માટેની સહાય