હસ્નાપુર ડેમ મોડી રાત્રે ૦૧ : ૦૦ કલાકે ઓવરફ્લો થયો
જુનાગઢ શહેરને પાણી પુરૂ પાડતો હસ્નાપુર ડેમ ઓવર ફલો થઇ ગયો છે જેથી નીચાળવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા વિનંતી
જુનાગઢને પાણી પુરુ પાડતો હસ્નાપુર ડેમ મોડી રાત્રે ૦૧ : ૦૦ કલાકે ઓવરફ્લો થયો હતો. જે ડેમ આખી સીઝન મા પણ ઓવર ફલો નથી થતો એ પહેલાં જ વરસાદ માં ઓવરફ્લો થઈ જતા કહી શકાય કે આ વર્ષે રેકર્ડબ્રેક વરસાદ એટલે કે, અત્યાર સુધીમાં સિઝનનો ૫૦% ઉપર વરસાદ વરસી ગયો. હસ્નાપુર ડેમ ગિરનાર જંગલમાં આવેલો છે અને શહેરના લોકોને પીવાના પાણી સમસ્યા હવે નહીં રહે.
નોંધ – હસ્નાપુર ડેમ છલકાવાની શકયતા જણાતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ રહેવાનું રાત્રી દરમ્યાન કહેવામાં આવ્યું હતું.
પાજનાકા પુલ નીચે પાણીનું રોન્દ્ર સ્વરૂપ જોવા મળ્યું
જૂનાગઢમાં બે દિવસમાં સતત વરસાદથી નદી નાળાઓ બે કાઢે વહી રહ્યા છે. ગિરનાર જંગલમાં અતિશય વરસાદ પડવાથી જંગલમાંથી પાણીનો ઘોડાપુર છૂટ્યો હતો. ભવનાથ જતા વચ્ચે આવેલ પાજનાકા પુલ નીચે ઘણા લોકો માતાજીની ચૂંદડીઓ, મૂર્તિઓ આખું વર્ષ પધરાવામાં આવે છે આજે એ પાજનાકા પુલ નીચે પાણીનું રોન્દ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને પધરાવામાં આવેલ તમામ વસ્તુઓ પાણીના તેજ પ્રવાહ સાથે વહી ગઈ હતી.
ચોવીસ કલાક દરમ્યાન લગભગ ૧૧ ઈંચ વરસાદ
છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના લીધે નદીઓ પણ છલોછલ થઈ ઉભરાય રહી છે. ચોવીસ કલાક દરમ્યાન લગભગ ૧૧ ઈંચ ઉપર વરસાદ પડવાથી જ્યાં જોવો ત્યાં પાણી પાણી નઝરે આવી રહ્યું છે. જૂનાગઢમાં આવેલ દાતાર રોડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. રીક્ષા જેવા વાહનો પણ ત્રણ ફૂટ પાણીમાં ગરકાવ થઈ હતી. ઘણા લોકો પાણી જોવા માટે અગાશી પર ચડ્યા હતા.
ઘરમાં બે થી ચાર ફૂટ જેટલું પાણી ઘુસી ગયું
જૂનાગઢ શહેરના વોર્ડ – ૧૧ માં ખરાબ સ્થિતિ જોવા મળી હતી. જલારામ સોસાયટી, રોયલ પાર્કમાં રહેતા લોકોના ઘરમાં બે થી ચાર ફૂટ જેટલું પાણી ઘુસી ગયું હતું. વીડિયોમાં દ્રશ્યો જોતા જ જણાય આવે કે ત્યાંના લોકોની સ્થિતિ કેવી હશે. લોકોનું કહેવું છે કે, નર્મદેશ્વર મંદિર પાસે તળાવમાં જવાનું વોંકડા નું મોઢું બંધ કરવાથી જમા થયેલું પાણી હવે સોસાયટીમાં ઘુસી રહ્યું છે અને લોકોના ઘરમાં પણ આવી રહ્યું છે. હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં આવી સ્થિતિ જોવા મળી છે.
Important Official Link