ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ મેચ: કોહલી-શમીએ ન્યૂઝીલેન્ડને પછાડ્યું, છેલ્લી દસ ઓવરમાં છ વિકેટ ગુમાવી વિરાટ ને આઉટ કરી શક્યા નહીં

કોહલી સમીયે ન્યૂઝીલેન્ડ ને હરાવ્યું : છેલ્લી દસ ઓવરમાં છ વિકેટ ગુમાવી વિરાટ ને આઉટ કરી શક્યા નહીં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ મેચ નું એનાલિસિસ ચાલો જાણીએ.

ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ મેચ એનાલિસિસ

ભારતે આઈસીસી મેન વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ નો અવરોધ પાર કરી લીધો. ટીમ ઇન્ડિયા એ મેચમાં કિવિઝને હરાવ્યું હતું. રવિવારે ધર્મશાળામાં રમાયેલ મેચમાં ભારતીય બેટ્સમેનોએ 48 ઓવરમાં જ છ વિકેટ ગુમાવીને 274 રન ના લક્ષ્યાંક નો પીછો કરી મેચ વિજેતા થઈ ગયા હતા. વિરાટ કોહલીએ 95 રનની ઇનિંગ રમી હતી જ્યારે બોલિંગમાં મોહમ્મદ સમી એ પણ સારો ચમકારો દેખાડ્યો હતો અને પાંચ વિકેટ ઝડપી લીધી હતી.

ભારત-ન્યુઝીલેન્ડનું ​​​​​એનાલિસિસ, પાવરપ્લે કોન્ટેસ્ટ અને પોઈન્ટ ટેબલ.

ભારતની જીતની મહત્વની ત્રણ બાબતો

પ્રથમ અને છેલ્લી પાવરપ્લે બોલિંગ:- મેચના પ્રથમ અને છેલ્લા પાવરપ્લેમાં ભારતીય ફાસ્ટર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં પ્રથમ 10 ઓવરમાં જ મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ સમીએ કેવી ઓપન્નરોને પાછા મોકલી દીધા હતા પવેલિયન તરફ જ્યારે છેલ્લી 10 ઓવરમાં પણ મોહમ્મદ સમીએ સારું પ્રદર્શન કર્યું હતું ત્યારે શમી, બુમરાહ અને કુલદીપ એ મળીને છ વિકેટ ઝડપી છેલ્લી 10 ઓવરમાં બોલેરો ની પ્રેશર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડ એ 30 થી 50 રન ઓછા કર્યા અને નાનો સ્કોર રહ્યો ન્યૂઝીલેન્ડ ની ટીમ છેલ્લી 10 ઓવરમાં માત્ર 54 જ રન બનાવી શક્યા હતા. જેના કારણે આપના ભારતીય બેટ્સમેનોને નાનો સ્કોર મળ્યો અને સારું પ્રદર્શન કરી શક્યા હતા.

રોહિત-ગિલની ઝડપી શરૂઆતઃ- 274 રનના નાના ટાર્ગેટ નો પીછો કરવા આપણે ભારતીય બેઠનેનો જેમકે કેપ્ટન રોહિત શર્મા અને સુભમનગીલની જોડીએ મેદાનમાં ઉતરી હતી અને તેને ખૂબ જ સારું પ્રદર્શન કરી બંનેએ 67 બોલમાં 71 રનની ઓપનિંગ ભાગીદારી કરી દીધી હતી જેમાં રોહિત દિલની જોડીએ પ્રથમ 10 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 63 રન બનાવી દીધા હતા. આ જોડીની પાવર પ્લે માં લગભગ દરેક ઓવરમાં બાઉન્ડ કરી દીધી હતી અને માત્ર 9મી ઓવર બાઉન્ડ્રી વગરની રહી ગઈ હતી ત્યારે ન્યૂઝીલેન્ડના બોલરો પાસે રોહિત અને દિલના શોર્ટનો કોઈ જવાબ નહોતો અને ભારતીય અપના રોય સારી શરૂઆત કરી મિડલ ઓર્ડરના બેટમેન ઉપર રનરેટનું દબાણ ઓછું કરી દીધું હતું.

ઐયર, રાહુલ અને જાડેજા સાથે કોહલીની ફિફ્ટીની પાર્ટમરશિપ:- 11 ઇનિંગમાં રોહિત શર્મા ના આઉટ થયા બાદ રમવા આવેલા ખેલાડી વિરાટ કોહલીએ 95 રન મારી હતી જેમાં એક તરફ નિયમિત અંતરે ભારતની વિકેટો પડતી રહી હતી અને બીજી તરફ કોહલી અંગતના પગની જેમ ઉભો રહી ગયો હતો અને વિરાટ ત્રીજી વિકેટ માટે ઐયર સાથે 52 રનની પાર્ટનરશીપ કરી હતી. જ્યારે ચોથી વિકેટ રાહુલ સાથે 54 રનની પાર્ટનરશીપ કરી અને જાડેજા સાથે છઠ્ઠી વિકેટે 78 રનની ફેફટી ની ભાગીદારી કરી દીધી હતી. આ ભાગીદારીએ રનસેજને સરળ બનાવી દીધો હતો. જ્યારે કોહલી 48મી ઓવરમાં મેટ હેનરી ની બોલિંગમાં કેચ ચડાવી દીધો હતો અને કેચ થી આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારે માત્ર પાંચ જ રનની જરૂર હતી જે ટીમે માત્ર બે બોલમાં કરી લીધા હતા.

ન્યુઝીલેન્ડની હારના મહત્વના 3 કારણો

ખરાબ શરૂઆત, બેટ્સમેન દબાણમાં આવ્યા:- ટોસ હાર્યા પછી બેટિંગ કરવા આવેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની ખૂબ જ ખરાબ શરૂઆત રહી હતી. ધીમે પ્રથમ પાવર પ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી અને ખાલી ને ખાલી માત્ર 34 જ રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બોલરોએ પહેલી જ ઓવરથી દબાણ આપી દીધું હતું. પ્રથમ ઓવર જ મેડમ ફેંકી ગયો હતો. જ્યારે મોહમ્મદ શિરાજે પોતાની બીજી ઓવરમાં જ કોઈ રન આપ્યા ન હતા અને ડેઓન કોન્વેની વિકેટ પણ લઈ લીધી હતી. . જ્યારે પ્રયાન સયારે ફોરવર્ડ સ્ક્વેર લેક પર શાનદાર કેચ પકડ્યો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડના ખાલી ને ખાલી 9 જ રન થયા હતા ત્યારે તેમને પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સમાં અને આઠ ઓવર સુધી છૂટતી રમવા જ દીધો ન હતા અને ફૂલ દબાણ માં રાખ્યા હતા ત્યારે નવમી ઓવર નાખવા માટે મોહમ્મદ સમીએ પોતાના પહેલા જ બોલ ઉપર વિલ યંગને બોલ્ડ કરી બીજી વિકેટ લઈ લીધી હતી.

ડેરિલ મિશેલ રચિનના આઉટ થયા પછી એકલો પડી ગયો:- અપનો રોવે 19 રનમાં બે વિકેટો ગુમાવી દીધી હતી અને બંને ઓપનેરો પાછા પવેલીયન તરફ વહી ગયા હતા. ત્યારે રચીન રવિન્દ્ર અને ત્રીજી વિકેટ માટે 159 રનની પાર્ટનરશીપ કરી દીધી હતી. . બંને બેટ્સમેનોએ એકલા હાથે જ ટીમની શરૂઆતના ઝટકામાં થી બચાવી રાખ્યા હતા. અને બંને બેટ્સમેનોએ ટીમની લગાન હાથમાં લઈ લીધી હતી. . એક સમયે ટીમનો સ્કોર 33 ઓવરમાં 182 રનમાં બે વિકેટ હતો પરંતુ ગુમાવી દીધી હતી અને આ ભાગીદારી તૂટતા જ ન્યૂઝીલેન્ડનું મિડલ અને લોવરઓર્ડર 300 રનનો સ્કોર પાર કરી શક્યો ન હતો ત્યારે રવિન્દ્ર અને મિસાઈલ ની ભાગીદારી તૂટ્યા બાદ બાકીના સાત બેટ્સમેનોએ 17 ઓવરમાં માત્ર 91 રન જ બનાવ્યા હતા.

બોલિંગ બિનઅસરકારક હતી, કોહલીને ઝડપથી આઉટ કરી શક્યા નહીં:-ભારતીય ઇનિંગ્સના પ્રથમ પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડના bolero બિન અસરકારક રહ્યા હતા . આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમને સારી શરૂઆત મળી ગઈ અને એટલું જ નહીં ટીમનો કોઈ બોલર રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ચાલુ કરી દીધું પાછળ અને માત્ર પાંચ રનની જરૂર હતી જે જાડેજાએ બે બોલમાં જ કરી દીધા હતા.

પાવરપ્લે હરીફાઈઃ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ કરતા ઘણી આગળ હતી…
પ્રથમ પાવર પ્લેમાં જ જોઈએ તો ભારતીય ટીમનું પ્રદર્શન ન્યુઝીલેન્ડ કરતા ઘણું વધારે સારું હતું તેમ કહી શકાય ટીમ ઇન્ડિયાએ પ્રથમ 10 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 63 રન બનાવી નાખ્યા હતા ત્યારે ન્યૂઝીલેન્ડ એ બે વિકેટ ગુમાવી 34 જ રન બનાવ્યા હતા.

પોઈન્ટ ટેબલ: ભારત ફરી ટોચ પર, ન્યુઝીલેન્ડ બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડ સામેની આ જીત મળ્યા બાદ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ ના ટોપ ઉપર શિખર કરી ગઈ છે હવે ટીમ ઇન્ડિયા ને પાંચ મેચ થયા બાદ 10 પોઇન્ટ મળી ગયા છે આવી સ્થિતિમાં ભારતની ટોપ ચારમાં પહોંચવાની શક્યતાઓ ખૂબ મજબૂત બની ગઈ છે અને હવે ટીમને ચાર મેચ માંથી માત્ર બે મેચ જીતવી પડે એમ છે જ્યારે ન્યૂઝીલેન્ડ ની ટીમ બીજા સ્થાને આવી ગઈ છે ન્યૂઝીલેન્ડની ટીમના ખાતામાં પાંચ મેચ અને આઠ પોઇન્ટ થઈ ગયા છે.

ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

ભારતે આ મેચ ન્યૂઝીલેન્ડ સામે જીત્યા બાદ 2023 માં સતત પાંચમી જીત હાંસલ કરી છે અને ટીવી ન્યુઝીલેન્ડ ને ચાર વિકેટથી હરાવી દીધું છે જ્યારે ભારતીય ટીમ એ 20 વર્ષ પછી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી છે આ પહેલા ભારતની ટીમ 2003માં સેન્ચ્યુરીયન મેદાન ઉપર ન્યૂઝીલેન્ડ સાત વિકેટ થઈ હતી તે બાદ ભારતીય ધીમે ન્યૂઝીલેન્ડ ની ટીમને 2023માં કાલની મેચમાં હરાવ્યું છે.

તો મિત્રો તમને કેવું લાગ્યું આ ભારત ન્યૂઝીલેન્ડ નું એનાલિસિસ અને કેવી લાગી કાલની આપણી ભારત અને ન્યૂઝીલેન્ડ ની મેચ હું ઈચ્છું છું કે તમને ખૂબ જ ગમી હશે કાલની મેચ અને હું આશા કરું છું કે કાલે વિરાટ કોહલી ની સદી ન થઈ પણ આવનારી મેચમાં જરૂર એ સદી કરી સચિન તેંડુલકર નો 49 સદીઓના રેકોર્ડની સાથે ઉભા રહી શકે અને હું એવું ધારું છું કે આ વર્લ્ડ કપમાં સચિન તેંડુલકર કરતા પણ વિરાટ કોહલીની સદી વધારે થાય અને આવીને આવી નવી નવી માહિતીઓ રોજ વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો અને તમારા મિત્રોને પણ શેર કરી દો કે જેથી તે લોકોને પણ આ ક્રિકેટની નવી નવી રસપ્રદ વાતો મળ્યા કરે તો મિત્રો
જય હિન્દ જય ભારત.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો