હાઇબ્રીડ બિયારણ યોજના
કેમ છો ખેડૂત મિત્રો? ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી પ્રદાન કરવા માટે એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોની બિયારણ ખરીદી કરવા માટે ₹75,000 ની સહાય મળવા પાત્ર છે. આ યોજના દ્વારા બાગાયતી ખેતીનું બિયારણ ખરીદી કરી શકાય છે ચાલો આ લેખ દ્વારા અમે તમને આ યોજના લાખ, કેવી રીતે અરજી કરવી જરૂરી ડોક્યુમેન્ટ જેવી વિવિધ માહિતી અમે તમને આપીશું તો વિનંતી છે કે આલેખ છેલ્લે સુધી વાંચજો અને બીજા ખેડૂત મિત્રો સાથે whatsapp દ્વારા શેર કરજો.
હાઇબ્રીડ બિયારણ યોજના શું છે? અને તેના લાભો
આ યોજનાનું નામ હાઇબ્રીડ બિયારણ સબસીડી યોજના છે. આ યોજનામાં ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની અરજી મંજૂર થાય છે ત્યારબાદ ખેડૂત રૂપિયા પ્રતિ યુનિટ 40% રૂપિયા મેળવવા પાત્ર યોગ્ય છે. TSP વિસ્તાર માટે 50% અથવા 25,000 પ્રતિ હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે આ યોજના દ્વારા સહાય મળવા પાત્ર છે. કૃષિનેબ્રે હાઇડ બિયારણ ની ખરીદીની સમયમર્યાદા ખર્ચના ખર્ચના એકટા કોસ્ટ હેક્ટર એ ₹ 50,000 ખર્ચના 40% અને મહત્તમ ₹ 20,000 હેક્ટર બનશે. બંનેમાંથી જે ઓછી હશે તેની સહાય. અનુસૂચિત જનજાતિ માટે tsp વિસ્તાર માં 50% અથવા તો ₹ 25000 પ્રતિ 1 હેક્ટર એ સહાય.
હાઇબ્રીડ બિયારણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજો
સરકારી કચેરી દ્વારા માન્ય અપંગતાનું પ્રમાણપત્ર (માત્ર અપંગ વ્યક્તિઓ માટે) |
જાતિનો દાખલો (અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે ફક્ત) |
બેન્ક એકાઉન્ટ ની પાસબુક અને કેન્સલ કરાયેલા ચેક ની ઝેરોક્ષ |
આધાર કાર્ડ ની ઝેરોક્ષ |
જમીન જમીન માલિકીના દસ્તાવેજો અથવા પુરાવા (8-A અને 7/12 ) |
કબજા જમીન હોય તો વન અધિકાર પ્રમાણપત્રની ઝેરોક્ષ |
હાઇબ્રીડ બિયારણ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
હાઈબ્રીડ બિયારણ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી જરૂરી છે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ નું પાલન કરો.
- સૌપ્રથમ આ યોજનાની અરજી કરવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જવું પડશે. ક્લિક થઈ શકે તેવી આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ નીચે દર્શાવેલી છે.
- આઈ ખેડૂત પોર્ટલ માં વિવિધ યોજનાઓ ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સમક્ષ ગાર્ડનિંગ સ્કીમ્સ નો ઓપ્શન સામે આવશે જેના પર ક્લિક કરશો એટલે બાગાયતી ખેતીને લગતી તમામ યોજનાઓ તમારી સમક્ષ દેખાશે.
- બધી યોજનાઓમાં 101 નંબર પર બાગાયતી હાઇબ્રીડ યોજનાનો ઓપ્શન આવશે. ત્યારબાદ તેની અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અરજી ક્લિક કર્યા બાદ તમારે નવી અરજી કરવાના ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે અને એક ઓનલાઇન ફોર્મ દેખાશે તેમાં માંગીલી તમામ જરૂરી માહિતી ભરવાની છે.
- ત્યારબાદ ફોર્મ માં માંગેલી તમામ જરૂરી માહિતી ભરાયા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવાની છે. ફોર્મ ભરાયા બાદ એકવાર ફરીથી ચેક કરી લેવું જો કોઈ ભૂલ હોય તો સુધારીને પ્રિન્ટ આઉટ કરી લેવી.
- ત્યાર બાદ પ્રિન્ટ થયેલું આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો ફોર્મ માં દર્શાવેલા સરકારી ઓફિસના સરનામે મોકલી આપવાનું રહેશે.
આ લેખ વિશે પણ વાંચો |
SBI કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળી રહ્યા છે 3 લાખ રૂપિયા, જાણો અહીં કેવી રીતે |
ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર, છોડ દીઠ 10,000 મેળવો. અહીં જાણો કેવી રીતે |
હાઇબ્રીડ બિયારણ યોજના ને લગતી તમામ જરૂરી વેબસાઈટ લીંક
યોજનાની સત્તાવાર વેબસાઈટ લીંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ યોજનાને લગતી તમામ જરૂરી માહિતી આ લેખ દ્વારા અમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો પણ આ યોજનાની અરજી કરતા પહેલા ખાતાની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરીને જ તમામ જરૂરી માહિતી ચેક કરી લેવી. જો પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્ર મંડળ અથવા બીજા ખેડૂત મિત્રો સાથે આ લેખને શેર કરજો જેથી કરીને તે લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે.