અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતની જનતાને સાવચેત કરતી આગાહી, અતિ ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી

આગાહીકાર અંબાલાલ ની આગાહી: ગુજરાત રાજ્યમાં વરસાદ એ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે કહેર વર્તાવ્યો હતો. તેમજ જૂનાગઢને તો પાણીથી તરબતોડ કરી નાખ્યું હતું. જૂનાગઢમાં ઠેર ઠેર પૂરના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ વરસાદના કહેર ને લીધે જુનાગઢ માં અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે મેઘતાંડવ સર્જાયો હતો જેના લીધે શેર ઠેર નુકસાનીના દ્રશ્યો સર્જાયા હતા. આ અતિશય વરસાદના લીધે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે તારાજી થઈ હતી. આ અતિશય વરસાદના લીધે સામાન્ય જન જીવન એકદમ ખોરવાય ગયું હતું. હાલમાં રાજ્યમાં પાંચ દિવસના વિરામ બાદ અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરાઈ છે. અંબાલાલ દ્વારા આગાહી કરાઈ છે કે 27 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

અંબાલાલ ની આગાહી

અંબાલાલ દ્વારા કરાયેલી આગાહીમાં 27 જુલાઈ થી 5 ઓગસ્ટ માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ગુજરાત રાજ્યના પ્રખ્યાત વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે 27 જુલાઈએ દક્ષિણ હિંદ મહાસાગરમાં ડિપ્રેશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેના લીધે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 26, 27 અને 28 તારીખે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ મુંબઈ નગરીમાં પણ 400 મિમિ નો વરસાદ નોંધાઈ શકે છે.

અંબાલાલ પટેલ ની ગુજરાત માટે આગાહી

  • ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ ની આગાહી
  • હિંદ મહાસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય
  • 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી.
  • બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે

અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે દેશના અન્ય ભાગોની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ હજુ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 27 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલ ની આગાહીમાં ગુજરાતની આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શરૂઆત થઈ શકે છે. તેમજ અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠાના ભાગોમાં વધારે વરસાદની શક્યતાઓ છે. તેમણે જણાવ્યું હતું કે આહવા, ડાંગ, સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે તાપી અને નર્મદા નદી ના જળસપાટી વધારો આવવાની શક્યતા છે. બંગાળના સાગર અને અરબ સાગરમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ છે.

આ લેખ વિશે પણ વાંચો
ખેડૂતોને બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000 રૂપિયા ની સહાય. જાણો અહીં કેવી રીતે અરજી કરવી.
SBI કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળી રહ્યા છે 3 લાખ રૂપિયા, જાણો અહીં કેવી રીતે.
ભારતીય રેલવે વિભાગ દ્વારા જાહેર થઈ મોટી ભરતી, ધોરણ 10, ITI અને ડિપ્લોમા માટે, પગાર ધોરણ 19,900 થી 1,12,200

હવામાન વિભાગ

હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદ થી રાહત મળી છે તેના લીધે રાજ્યમાં હાલમાં કોઈ ભારે વરસાદ ની શક્યતા જોવા મળતી નથી પરંતુ તેનો અર્થ એ પણ ના માની લેવો જોઈએ કે વરસાદે સંપૂર્ણપણે વિદાય લીધી. હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના ઘણા જાણીતા આગાહી કાર દ્વારા 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.