Google pay પર્સનલ લોન: તુરંત મેળવો 10,000 થી 10 લાખની પર્સનલ લોન, અહીં કરો ઓનલાઇન અરજી

Google pay પર્સનલ લોન: google pay દ્વારા તેમની એપ્લિકેશનમાં એક નવી ઓફર નું અનાવરણ કર્યું છે. google pay એપ્લિકેશન ના વપરાશ કરતા માટે google દ્વારા ત્વરિત વ્યક્તિગત લોન સુવિધા આપવાની ઓફર શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં google પે અને D.M.I ફાઈનાન્સ આ પર્સનલ લોન આપવા માટે એક ભાગીદારી કરી છે જેના દ્વારા ગુગલ પે તેના વપરાશ કરતા ને 10,000 થી 10 લાખ સુધીની વ્યક્તિગત લોન આપી રહી છે. જેના દ્વારા ગુગલ પે ના વપરાશ કરતા યુઝર મિનિટોમાં આ લોન મેળવી શકે છે. તો ચાલો આ લેખ દ્વારા લોનની વિશેષ માહિતી જેવી કે લોન મેળવવાની લાયકાત, લોનની શરતો તેમજ અરજી કરવા ની પ્રક્રિયા વિશેની સમગ્ર માહિતી મેળવી મેળવીશું.

Google pay પર્સનલ લોન ના લાભો

  • google pay દ્વારા અપાતી લોનમાં તમારે કોઈપણ જાતના બેંકના કે અન્ય જગ્યાએ ધક્કા ખાવાની જરૂર પડતી નથી તેમજ લોન ની અરજી કરાયા બાદ તમે તમારી અરજીનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકો છો.
  • ગુગલ પે દ્વારા અપાતી આ પર્સનલ લોન દ્વારા વપરાશ કરતા ₹10,000 થી 10 લાખ સુધીની લોન ત્વરિત તેમના ખાતામાં મેળવી શકે છે.
  • Google pay દ્વારા પૂરી પડાતી આ પર્સનલ લોન ની ચુકવણી કરવા માટે 36 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે.
  • Google pay ની પર્સનલ લોન ની સુવિધા ભારતમાં 15,000 કરતાં વધારે પીનકોડમાં આ સેવા નો લાભ વપરાશ કરતા મેળવી શકે છે.
  • આ લોન ની મંજૂર કરવાની પ્રક્રિયા એકદમ ઝડપી હોવાથી લોન નાણા નો ઉપયોગ તમે કોઈપણ ઈમરજન્સી સમયમાં ઉપયોગ કરી શકો છો.

Google pay લોન મેળવવાની પાત્રતા

Google pay પર્સનલ લોન નો લાભ મેળવવા માટે તમારો સીબીલ (CIBIL) ક્રેડિટ સ્કોર (700 થી 900) સારો હોવો જરૂરી છે. આ પર્સનલ લોન નો લાભ માત્ર સારો સીબીલ ક્રેડિટ સ્કોર ધરાવતા વપરાશ કરતા જ આ google pay પર્સનલ લોન નો લાભ લઈ શકે છે. DMI ફાઇનાન્સ આ લોન માટે અરજી કરતાં google pay વપરાશ કરતાં યુઝરનો સીબીલ ક્રેડિટ સ્કોરનો પૂર્વ હિસ્ટ્રી ચેક કરીને આ લોન આપવા માટે પાત્રતા નક્કી કરે છે. જો તમારે તમારો સીબીલ (CIBIL) ક્રેડિટ સ્કોર નિશુલ્ક ચેક કરવો હોય તો google pay માં જ ચેક કરી શકો છો તેના માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  • સૌપ્રથમ તમારી google pay એપ્લિકેશન ઓપન કરો (ડાઉનલોડ ના કરેલી હોય તો play store માં જઈને પહેલા ડાઉનલોડ કરી લો.
  • ત્યારબાદ google pay ની હોમ સ્ક્રીન ઓપન થયા બાદ તમારે સ્ક્રોલ કરી ને એકદમ નીચેના ભાગમાં આવી જવાનું છે.
  • જ્યાં તમને સીબીલ (CIBIL) ક્રેડિટ સ્કોર ચેક કરવા માટે એક ઓપ્શન દેખાશે. CHECK YOUR CIBIL SCORE FOR FREE (ચેક યોર સીબિલ સ્કોર) પર ક્લિક કરો. ક્લિક કરાયા બાદ તમારી સમક્ષ નવું પેજ ઓપન થશે. જેમાં CHECK YOUR SCORE (ચેક ચેક યોર સ્કોર) ના ઉપર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ તમારી સમક્ષ એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારા પાનકાર્ડ મુજબ તમારું ફસ્ટ નેમ અને લાસ્ટ નેમ દાખલ કરવાનું છે ત્યારબાદ Continue (કંટીન્યુ) બટન ક્લિક પર ક્લિક કરો.
  • ત્યાર પછી જે નવું પેજ ઓપન થશે એમાં તમારો સીબીલ સ્કોર તમારી સમક્ષ આવશે. જો તમારો સીબીલ (CIBIL) ક્રેડિટ સ્કોર 700 થી 900 ની વચ્ચે આવશે જે એક સારો સ્કોર માનવામાં આવે છે તેમજ તમે google pay ની આ પર્સનલ લોન કોઈપણ મુશ્કેલી વગર મેળવી શકો છો.

Google pay પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો

ગૂગલ પે પર્સનલ લોન ની અરજી કરવા માટે તમારી પાસે નીચે દર્શાવેલા દરેક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ)
  • સેલ્ફી ફોટો બેંક ખાતા નું સ્ટેટમેન્ટ છેલ્લા ત્રણ મહિના નું

Google pay ની પર્સનલ લોન મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?

google pay ની પર્સનલ લોન મેળવવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં google pay ની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી ના હોય તો play store માંથી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
  • ત્યારબાદ ગુગલ પે ની એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઓપન કરો. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીને એકદમ નીચેના ભાગમાં Manage your money ના વિભાગમાં તમને લોન (Loan) નો એક ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે Start your loan application (સ્ટાર્ટ યોર લોન એપ્લિકેશન) પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક પેજમાં તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર ચેક કરીને Continue (કંટીન્યુ) બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એક નવા પેજ મળશે તમારી પાસે તમારા પાનકાર્ડ નંબર અને તમારા પાનકાર્ડ માં દર્શાવ્યા મુજબ તમારું નામ દાખલ કરવાનું છે. માહિતી દાખલ કર્યા બાદ Next (નેક્સ્ટ) બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી આવક અને બીજી અન્ય માહિતી દ્વારા માંગવામાં આવશે જે દાખલ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમારે જરૂરી લોન ની રકમ દાખલ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો ત્યાર પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબરમાં એ ઓટીપી આવશે જેને એન્ટર કરીને તમારી લોન ની અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
  • અરજી કર્યા બાદ તમારી અરજી રીવ્યુ કરીને તમારા બેન્ક એકાઉન્ટમાં લોન ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો