Vahali dikri Yojana 2024 | વ્હાલી દીકરી યોજના – અહીંથી ફોર્મ ભરો

Vahali dikri Yojana 2024, વ્હાલી દીકરી યોજના: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના એવી વિવિધ યોજનાઓ બહાર પાડેલ છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા મહિલાની સુરક્ષા સલામતી અને વિકાસ માટે Women and Child Development Department ની રચના કરવામાં આવી છે. આ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે ઘણી યોજના અમલમાં મૂકેલી છે. જેવી કે મહિલાઓની સામાજિક આર્થિક અને સ્વ વિકાસ માટે વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપે આર્થિક પુનલગ્ન યોજના તેમજ મહિલાની સુરક્ષા માટે 181 મહિલા અભયમ સખી વન સ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન જેવી ઘણી બધીઓ. પરંતુ આ બ્લોગ માં આપણે વાલી દિકરી યોજના માટેની તમામ વિસ્તૃત માહિતી મેળવશું.

વ્હાલી દીકરી યોજના નો હેતુ અથવા શા માટે યોજના બનાવાયેલી છે?

  1. બાળ લગ્ન થતાં અટકાવવા.
  2. દીકરીઓના જન્મદર અથવા વસ્તીમાં વધારો કરવા માટે.
  3. દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા.
  4. મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ વિકાસ માટે
  5. મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટે

વ્હાલી દીકરી યોજના માટેની યોગ્યતા

1. લાભાર્થી દીકરી ગુજરાત અને ભારતની નાગરિક હોવી જોઈએ.

2. આ યોજનાનો લાભ જે દીકરીની જન્મ તારીખ 02/08/2019 પછી ની હોય તો તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

3. આ યોજનાનો લાભ, લાભાર્થી દીકરીના માતા પિતા ની સંયુક્ત વાર્ષિક આવક 2, 00,000 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તેને જ મળવાપાત્ર છે. ( ગ્રામીણ અને શહેરી બંને વિસ્તાર માટે એક જ આવક માપદંડ છે )

4. લાભાર્થી દીકરીના માતા પિતા ઇન્કમટેક્સ ભરતા ના હોવા જોઈએ.

5. બીપીએલ કાર્ડ ધારક આ યોજના માટે યોગ્યતા ધરાવે છે.

6. લાભાર્થીના માતા અથવા પિતા એકલા જ હોય તો માતા એકલા હોય તો માતા ની આવક અથવા પિતા એકલા હોય તો પિતાની આવક ધ્યાનમાં રાખવામાં આવશે.

7. જે દીકરી ના માતા પિતા ના હોય તે દીકરીના ભાઈ બહેન દાદા અને દાદી એ ગાર્ડીયન તરીકે દીકરી માટે આ યોજના માટે આવેદન કરી શકે છે.

8. લાભાર્થી દીકરીના લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ના નિયમ મુજબ ગુપ્ત વયે લગ્ન કરેલા હોય એવા દીકરીને આ યોજના મળવા પાત્ર છે.

10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના  હેઠળ ની નાણા સહાયતા

વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ 1,10,000 નાણા સહાય મળવાપાત્ર છે. આ નાણા કુલ ત્રણ હપ્તામાં મળે છે.

1. આ પ્રથમ હપ્તો 4000 રૂપિયાનો પ્રથમ હપ્તો જ્યારે લાભાર્થી દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે મળે છે.

2. બીજો હતો 6000 રૂપિયા નો બીજો હપ્તો લાભાર્થી દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે મળવા પાત્ર છે.

3. ત્રીજો હપ્તો 1,00,000 રૂપિયા નો ત્રીજો હપ્તો લાભાર્થી દીકરીને 18 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ સહાય તરીકે મળે છે.

વ્હાલી દીકરી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ અથવા પુરાવા

આ યોજના માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ છે જે નીચે જે નીચે દર્શાવ્યા મુજબના છે.

  1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ)
  2. માતા-પિતાના આધારકાર્ડ
  3. લાભાર્થી દીકરી નું આધારકાર્ડ જો હોય તો
  4. માતા-પિતાના જન્મ પ્રમાણપત્રો
  5. આવકના પુરાવા
  6. લાભાર્થી દીકરીના ભાઈ બહેનના જન્મના પ્રમાણપત્રો
  7. લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર
  8. રેશનકાર્ડ
  9. લાભાર્થી દીકરી અથવા માતા-પિતા ના બેંક ખાતા ની પાસબુક

    Press release for documents required vahli dikri yojna in newspaper
    Press release for documents required vahli dikri yojna in newspaper

વ્હાલી દિકરી રોજના માટે કેવી રીતે અરજી કરવી

  1. જો તમે ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો તમારે VCE ની મુલાકાત લેવી જોઈએ.
  2. જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારમાં રહેતી હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર પાસે જવાનું રહેશે.
  3. લાભાર્થી દીકરીના માતા અથવા પિતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
  4. ત્યારબાદ ગ્રામ્ય VCE અથવા તાલુકા ઓપરેટર ફોર્મ ની ચકાસણી કરશે.
  5. ત્યારબાદ ગ્રામ્ય વીસીઈ અથવા તાલુકા ઓપરેટર તેમની સિસ્ટમમાં લોગીન કરીને અરજી કરી આપશે.
  6. અંતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ અને ઓનલાઇન અરજી કર્યા બાદ વીસીઈ અથવા તાલુકા ઓપરેટર દ્વારા ફોર્મ ભર્યાની રીસીપ્ટ આપશે. આ રીસીપ્ટ સાચવીને રાખવી.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

વ્હાલી દીકરી યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવી શકાશે

  1. તમારા ગ્રામ્ય વિસ્તારમાં કોમ્પ્યુટર અને ઓનલાઈન ફોર્મ ભરનાર વ્યક્તિ પાસેથી મળી રહેશે.
  2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ના વિધવા સહાય યોજના ના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મેળવી શકાશે.
  3.  જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે વિન્યા મૂલ્ય વાલી દિકરી યોજના માટેનું ફોર્મ મળી. રહેશે.
વ્હાલી દીકરી યોજના માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક ડાઉનલોડ
Twitter Official press Release by CMO Gujarat Twitter
વ્હાલી દીકરી યોજનાની વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
હેલ્પલાઇન નંબર 079-232-57942