તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana 2024 | અહીં ઓનલાઈન અરજી કરો

તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana 2024:  તાડપત્રી સહાય યોજના એ ખેડૂત લક્ષી યોજના છે, જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે. જેનો લાભ મેળવવા માટે નીચે મુજબ માહીતી ને અનુસરો.તો ચાલો આપણે જાણીયે ખેડૂત મિત્રો. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ખેડૂત લક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન ઓનલાઈન થાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Application થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા Tadpatri Sahay Yojana 2024 નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. શું તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા અહીં આ પોસ્ટમાં તાડપત્રી સહાય યોજના વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે તો આ પોસ્ટને અંત સુધી વાંચવા વિંનતી.

તાડપત્રી સહાય યોજના હાઇલાઇટ

યોજનાનું નામ તાડપત્રી સહાય યોજના ૨૦૨૪
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
સહાયની રકમ કુલ ખર્ચના ૫૦% અને ૭૫% અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ. ૧૨૫૦- અથવા રૂ. ૧૮૭૫/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે.
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

તાડપત્રી સહાય યોજનાનો હેતુ

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજનાની પાત્રતા

Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

૧. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

૨. અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.

૩. જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.

૪. લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.

૫. તાડપત્રી યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

૬. ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધું વાંચો:-ઈ સમાજ કલ્યાણ પોર્ટલ

વધું વાંચો:- ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal subsidy નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

૧. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) : આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

૨. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) : આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

૩. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4) : આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

૪. સામાન્ય ખેડૂતો માટે(AGR-2) : આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

૫. NFSM (Oilseeds and Oil Palm) : આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.

 તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

 • આધારકાર્ડની ઝેરોક્ષ
 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
 • બેંક પાસબુક ઝેરોક્ષ
 • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

વધું વાંચો:- મહિલા સ્વાવલંબન યોજના

તાડપત્રી સહાય યોજના 2024 ઓનલાઇન નોંધણી પ્રક્રિયા

 • તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.
 • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
 • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
 • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
 • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (11) ક્રમે “તાળપત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
 • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

Important Link

અધિકૃત વેબસાઇટ અહિયાં ક્લિક કરો
Homepage અહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

 

વધું વાંચો:-ખેડૂત મોબાઈલ યોજના 2023