ખેડૂત મોબાઈલ યોજના 2024 | IKhedut Mobile Yojana 2024 | અહીં અરજી કરો

ખેડૂત મોબાઈલ યોજના 2024, IKhedut Mobile Yojana : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2024, બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, પાવર ટીલર સહાય યોજના વગેરે કાર્યરત છે. વર્તમાન ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. Khedut Mobile Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

ખેડૂત મોબાઈલ યોજના 2024 | IKhedut Mobile Yojana

યોજના નું નામ ખેડૂત મોબાઈલ યોજના
લાભાર્થી ગુજરાત નાં ખેડૂતો
ઉદ્દેશ્ય ખેતી ક્ષેત્રે વિકાસ
અરજીનું માધ્યમ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ i khedut Portal

ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના 2024 ગુજરાત : આ એક ખેડૂતો માટે ની યોજનાઓ ની સરકારી વેબસાઈટ છે. જેમાં ગુજરાત રાજ્ય નાં ખેડૂતો ને લગતી તમામ પ્રકાર ની સહાય માટે ની ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો આ વેબસાઈટ પર જઈ ને કરી શકે છે. આ યોજના માં આપડા દેશ ના ખેડૂતો ને ટેકનોલોજી ના ક્ષેત્ર માં આગળ લાવવા માટે નો સરકાર નો પ્રયાસ છે. આજકાલ જમાનો ડિજીટલ થતો જાઈ છે જેમાં બધાજ કામો ડિજીટલી થતાં જાઈ છે તેથી ખેડૂતો તેમના સરકારી કામો ડિજિટલી કરી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે. સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમના ફોર્મ Online હોઈ છે તેથી હવે ખેડૂતો ને પણ ડિજિટલ દુનિયા માં પગ માંડવો પડશે.

ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે. ખેડૂતો આ યોજના થી ડિજીટલ સેવા નો લાભ મેળવી શકે છે અને તેઓ ના ખેતી વિષયક પ્રશ્નો ના જવાબો તેઓ આસાની થી મેળવી શકે છે.જેમ કે તેઓ જો Smartphone ખરીદે તો તેઓ તેમના મોબાઈલ માં બધી ડિજીટલ સેવાઓ નો લાભ મેળવી શકે છે.

વધું વાંચો:- ખેડૂતોને બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000 રૂપિયા ની સહાય.ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ

ખેડૂત સ્માર્ટફોન યોજના ગુજરાત ikhedut પોર્ટલ 2024 પાત્રતા

  • આપડા દેશ ના ખેડૂતો ને જો તેઓ Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોઈ તો નીચે મુજબ ની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે.
  • ખેડૂત લાભાર્થી ગુજરાત રાજયના વતની હોવા જરૂરી છે.
  • જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.
  • ખેડૂત પાસે તેની માલિકી ની જમીન હોવી ફરજિયાત છે.
  • જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.
  • અગર જો ખેડૂત એક કરતાં વધારે ખાતેદાર હોઈ તો પણ તેઓ ને આ યોજના નો લાભ ફક્ત એકજ વાર મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માં જો ખેડૂત Smartphone ખરીદે તો તેઓ ને ફક્ત Smartphone માટે જ સહાય મલશે બાકી મોબાઈલ ની બીજી કોઈ એસેસરીઝ માટે સહાય મળશે નાય જેમ કે ઇયરફોન, મોબાઈલ કવર, બેટરી બેકઅપ વગેરે પોતાના ખર્ચે ખરીદવું પડશે.

ખેડૂત સ્માર્ટફોન યોજના માટે જરૂરી દસ્તાવેજો

* ગુજરાત સરકાર ખેડૂત ને આગળ લાવવા માટે હંમેશા તત્પર રહે છે. જેમાં આ ખેડૂત મોબાઇલ સહાય યોજના દ્વારા ખેડૂત ને ડિજીટલ સેવા દ્વ્રારા તેઓ ના બધા ખેતી વિષયક પ્રશ્નો ને વાચા મળશે.આ યોજના ગુજરાત ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે. જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવા પડશે.અને લાભાર્થી એ ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે અને આ બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.

↠ જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
↠ ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
↠ ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ
↠ 8અ ની નકલ
↠ ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
↠ જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
↠ મોબાઈલ ફોન નું IMEI Number

વધું વાંચો:- ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ

ખેડૂત મોબાઇલ સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી?

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

⇔ સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.

⇔ હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.

⇔ હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.

⇔ હવે ikhedut portal ની Official Website ઓપન કરો.

⇔ હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.

⇔ હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.

⇔ હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.

⇔ જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

⇔ હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.

⇔ જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.

⇔ હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.

⇔ જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

⇔ હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.

⇔ આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.

⇔ હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

⇔ હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.

⇔ હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.

⇔ લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.

⇔ ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

⇔ આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
યોજનાની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

ખેડૂત સહાય મોબાઇલ સહાય યોજના પ્રશ્નોત્તરી | FAQ

સવાલ : ખેડૂત મોબાઇલ સહાય યોજના ૨૦૨૪ માં કેટલી સહાય મળે છે?

જવાબ : ખેડૂત સહાય યોજના માં ખેડૂતને મોબાઈલની ખરીદ પર રૂપિયા 6000 સુધીની સહાય મળે છે.

સવાલ : ખેડૂત મોબાઇલ સહાય યોજના ૨૦૨૪ માં કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે?

જવાબ : આઈ ખેડૂત પોર્ટલ પર ખેતિવાડીને લગતી 52 યોજનાઓ નો સમાવેશ થાય છે.

સવાલ : ખેડૂત મોબાઈલ સહાય યોજના માં કેટલી સબસિડી મળે છે?

જવાબ : ખેડૂત સહાય યોજના અંતર્ગત ખેડૂતને મોબાઇલની ખરીદી પર 40% સબસિડી મળે છે પણ મોબાઈલ ની કિમત વધુ હોય અને સબસિડી 6000 થી વધુ હોય તો તેને 6000 રૂપિયા સહાય મળશે.

સવાલ : ગુજરાત ખેડૂત સહાય યોજના માટે સત્તાવાર સાઇટ કઈ છે?

જવાબ : ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ માટેની સત્તાવાર સાઈટ https://ikhedut.gujarat.gov.in/ 

સવાલ : મોબાઈલ અરજી કરતા પહેલા ખરીદવાનો કે પછી?

જવાબ : ખેડૂત મોબાઇલ સહાય યોજના હેઠળ તમે મોબાઈલ અરજી કરતા પહેલા ખરીદી શકો છો, પરંતુ જો તમે અરજી કર્યા બાદ જો તમારી અરજી પાસ થાય તો તમે અરજી પાસ થયાના 15 દિવસમાં મોબાઈલ ખરીદી શકો છો.