મહિલા સ્વાવલંબન યોજના | Mahila Swavalamban Yojana 2023: આજના આ બ્લોગ માં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે મહિલા સ્વાવલંબન યોજના મહિલા ઓ માટે કેટલી ઉપયોગી નીવડે છે. તો આજના આ બ્લોગ ની શરૂઆત કરવા પહેલાં હું જણાવવા માંગુ છું કે મહિલા સ્વાવલંબન યોજના શું છે અને એના ફાયદા મહિલાઓ માટે કેટલા ઉપયોગી નીવડે છે? શું તમે મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત મહિલા સ્વાવલંબન યોજના ૨૦૨૩ વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.
મહિલા સ્વાવલંબન યોજના 2023 શું છે?
મહિલા સ્વાવલંબન યોજના 2023 એ એવું પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે. ભારત સરકાર હમેશાં નારીશક્તિના ગૌરવ અને મહિલા શશક્તિકરણ માટે અનેક વિધ યોજનાઓ ચલાવી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર અને શશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે . ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા શશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલા શશક્તિ કરણ ની અનેક યોજનાઓ ચલાવે છે . ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની મહિલા આર્થિક વિકાસ નિગમ લી . મહિલા સ્વાવલંબન યોજના ચલાવે છે . આ એક મહત્વની યોજના છે.
ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજના વિષે ટૂંકમાં માહિતી
યોજના નું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે? | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ |
કોણે મળે? | જે મહિલાઓ વ્યવસાય કરવા માંગતી હોય એમને |
લોનની રકમ | રૂપિયા ૨,૦૦,૦૦૦/- સુધી |
કેટલા ટકા સબસીડી મળે? : | અંદાજીત ૩૦% સુધી |
સત્તાવાર વેબસાઈટ | mela.gwedc.gov.in |
મહિલા આર્થિક વિકાસ નિગમ
– સામાજીક અને આર્થિક રીતે ગરીબી હેઠળ નોધાયેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા આર્થિક વિકાસની રચના વર્ષ ૧૯૮૧ માં કરવામાં આવી છે. આ નિગમ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળ નોધાયેલ મહિલા કારીગરોને વ્યવસાયીક તાલીમ, આર્થિક સહાય અને માર્કેટિંગ સપોર્ટ કરી આત્મ નિર્ભર બનાવવામાં મદદ કરે છે . જેથી મહિલાઓ પોતાના પરિવારને સુખી કરી શકે . મહિલા આર્થિક વિકાસ નિગમ ભારતીય કંપની કાયદા ૧૯૫૬ હેઠળ નોધાયેલ છે . જે વ્યાવસાયિક તાલીમ પામેલ મહિલાઓને લોન આપવા માટે બેંકો સાથે જોડાયેલું છે.
વધું વાંચો:- ગુજરાત ફેમિલી કાર્ડ યોજના 2023
મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ
આ યોજનાની શરૂઆત ૧૯૯૬ થી કરવામાં આવી છે. જે આર્થિક અને સામાજીક રીતે ગરીબી રેખા હેઠળ નોધાયેલ મહિલાને વ્યાવસાયિક તાલીમ આપી, તેમને વ્યવસાય શરૂ કરવા આર્થિક મદદ કરે છે તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે સપોર્ટ પણ કરે છે . સામાજીક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ના માધ્યમથી મહિલા શશક્તિકરણની પ્રવૃતિઓનું આયોજન કરે છે . આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મ નિર્ભર બનાવી તેમના પરિવારને સુખ રૂપ જીવન પ્રદાન કરવાનો છે.
મહિલા સ્વાવલંબન યોજનાની પાત્રતા
૧. લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યનાં વતની હોવાં જોઈએ.
૨. લાભાર્થી આર્થિક રીતે ગરીબી રેખા હેઠળ નોધાયેલા હોવા જોઈએ.
૩. લાભાર્થીની ઉમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
૪. લાભાર્થી મહિલાઓની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ થી વધુ નાં હોવી જોઈએ.
૫. લાભાર્થી મહિલાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.૧૨૦૦૦૦ થી વધુ ના હોવી જોઈએ.
મહિલા સ્વાવલંબન યોજનાના લાભ
મહિલા સ્વાવલંબન યોજનાના લાભ નીચે મુજબ છે.
- આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે – રોજગાર ખોલવા માટે પૈસા જરુરીયાત હોઇ છે તેથી બેંકો દ્વારા તે મહિલાઓ ને લોન આપવામાં આવે છે.
- બેંકો દ્વારા લાભાર્થી ને ૨,૦૦,૦૦૦ ( બે લાખ ) રુપિયા સુધી ની લોન આપવામાં આવે છે .
- લાભાર્થી દ્વારા જે ધંધા માટે લોન લીધેલ હોઇ તેના ઉપર સબસિડી આપવામાં આવે છે.
- જેમા સબસિડી ૧૫ % ટકા સુધી અપાય છે.
- સબસિડી ના અપાય હોઇ તેવા કિસ્સા મા વધુ મા વધુ ૩૦,૦૦૦ રુપિયા આપવામાં આવે આ બે માંથી જે ઓછુ હોઇ તે મુજબ મળવાપાત્ર છે.
વધું વાંચો:- વ્હાલી દીકરી યોજના
મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ધંધા રોજગારની યાદી
ઉદ્યોગનો મુખ્ય વિભાગ | ઉદ્યોગની કુલ સંખ્યા |
એંજિનિયરીગ ઉદ્યોગ | 44 |
ખેત પેદાશ આધારિત ઉદ્યોગો | 9 |
ટેક્સટાઇલ | 29 |
પ્લાસ્ટિક ઉદ્યોગ | 21 |
હસ્તકળા ઉદ્યોગ | 16 |
ડેરી આધારિત ઉદ્યોગ | 2 |
ખનીજ આધારિત ઉદ્યોગ | 7 |
ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 6 |
ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 6 |
ચર્મ ઉદ્યોગ | 5 |
અન્ય ઉદ્યોગ | 17 |
સેવા પ્રકારના વ્યવસાય | 42 |
વેપાર પ્રકારના ધંધાઓ | 24 |
કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન | 37 |
પેપર પ્રિંન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ | 11 |
ફરસાણ ઉદ્યોગ | 20 |
જંગલ પેદાસ આધારિત ઉદ્યોગ | 11 |
આમ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કુલ ૩૦૭ ધંધા રોજગારની યાદી તૈયાર કરેલી છે.
વધું વાંચો:-ખેડૂત મોબાઈલ યોજના 2023
મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી
– લાભાર્થીનું રેશન કાર્ડ
– આધાર કાર્ડ
– આવકનો દાખલો
– જાતિનો દાખલો
– ઉંમરનો દાખલો
– મશીનરી તેમજ માલ સામાનનું ભાવ પત્રક
– અનુભવનું પ્રમાણપત્ર
– અભ્યાસનું પ્રમાણપત્ર
– નિયત નમૂનાનું ફોર્મ બે નકલમાં
મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ PDF
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.
મહિલા સ્વાવલંબન યોજના Important Links
હેલ્પલાઈન નંબર | ૦૭૯-૨૩૨ ૩૦ ૭૧૩ |
કચેરીનું સરનામું | ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર |
ઈમેઈલ | gwedcgnr@gmail.com |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |