કોચિંગ સહાય યોજના 2023:: ચાલો મિત્રો આજે આપણે જાણીએ ગુજરાતના કોચિંગની સહાય યોજના વિશે. આપણા ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે ઘણી બધી સહાય યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેમાંની જ આ એક સહાય યોજના છે કે જેમાં સરકાર દ્વારા સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે 20,000 રૂપિયા આપવામાં આવે છે. તમે બધા જાણતા જ હશો કે અત્યારના બાળકો સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે ટ્યુશન ક્લાસો અને કોચિંગ ક્લાસો રાખતા હોય છે તેમાં કેટલી બધી ફીઓ પણ ભણતા હોય છે તો સરકાર દ્વારા આ એક એવી અમૂલ્ય સેવા બહાર પાડવામાં આવી છે કે જેનાથી આજના બાળકોને તેમનું ભવિષ્ય બનાવવા માટે 20,000 રૂપિયા સરકાર સહાય કરી રહી છે. આ યોજનાની શરૂઆત સરકારે ૨૦૧૭ – ૨૦૧૮ માં કરી હતી . આ સરકારી સહાય યોજના હેઠળ ઘણા બધા બાળકોને તેમનું ભવિષ્ય બનાવવામાં એક સહારો મળ્યો છે.
તો ચાલો મિત્રો સરકારની આ કોચિંગ સહાય યોજના નો આજના યુવાધન એટલે કે આજનું આપણું ભારત દેશનું ભવિષ્ય કઈ રીતે આનો લાભ લઈ શકે તેમ જ તે સરકારી પરીક્ષાઓમાં મહેનત કરી શકે અને આ સહાયનો લાભ મેળવી શકે તેના માટે તેની કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર રહે છે તેના વિશેની આગળ માહિતીઓ જાણીએ.
કોચિંગ સહાય યોજના હાઇલાઇટ
યોજનાનું નામ | કોચિંગ સહાય યોજના |
વિભાગ | નિયામક અનુસૂચિત જાતી વિભાગ |
લાભાર્થી | અનુસૂચિત જાતી વર્ગના વિદ્યાર્થીઓ |
સહાય | ૨૦,૦૦૦/- સુધી સહાય |
સત્તાવાર વેબસાઇટ | https://gueedc.gujarat.gov.in/ |
જિલ્લા હેલ્પલાઈન નંબર | 23258685/88 |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
કોચિંગ સહાય યોજના નો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ આપણા ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા માટે ₹20,000 ની સહાય થાય તે છે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના
આપણા ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી અને ક્લાર્ક ત્રણ અધિકારી જેવી પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ 20,000 રૂપિયા આપવામાં આવે છે.
કોચિંગ સહાય યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ નીચે આપેલી લાયકાત ધરાવતા વ્યક્તિઓ લઈ શકે છે.
- આ યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી અનુસૂચિત જાતિના વર્ગ નો હોવો જોઈએ.
- જે વિદ્યાર્થીઓ સ્નાતકની પરીક્ષામાં 50% થી વધુ માર્ક્સ મેળવીને પાસ કરેલી હોય તે વિદ્યાર્થી આ સહાય નો લાભ લઈ શકે છે.
- પુરુષ હોય તો વધુમાં વધુ 35 વર્ષ અને સ્ત્રી હોય તો વધુમાં વધુ 40 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ જ આ સહાય નો લાભ લઈ શકે છે.
- વિદ્યાર્થીના માતા પિતા સરકારી નોકરી કરતા ન હોય તે જ આ સહાયનો લાભ લઈ શકે છે.
યોજના હેઠળ લાભ મેળવવા માટે કોચિંગ અથવા ટ્યુશન માટેના નિયમો
- સંસ્થા ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી કોચિંગ કરાવતી હોવી જોઈએ.
- સંસ્થા પાસે જીએસટી હોવું જોઈએ.
- સંસ્થા પાસે વિદ્યાર્થીઓની હાજરી માટેનું ફિંગર પ્રિન્ટ મશીન હોવું જોઈએ.
- સંસ્થા નીચેના કોઈપણ એક અધિનિયમ પ્રમાણે હોવી જોઈએ
- મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
- કંપની અધિનિયમ, ૧૯૫૬
- શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮
કોચિંગ સહાય યોજના માટે મળવા પાત્ર લાભો
ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર સરકારી પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ કરવા માટેની કોચિંગ ક્લાસના 20,000 રૂપિયા સહાયરૂપે આપે છે. આ સહાયની રકમ વિદ્યાર્થીને કોચિંગ પૂરું થયા બાદ નાયબ અરજી મંજૂર કરી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં જ જમા કરી દેવામાં આવે છે. આ સહાય ની યોજના કોચિંગ પૂરું કર્યા બાદ સમાજ કલ્યાણ ઓફિસે વાત કરી અને પછી મેળવવામાં આવે છે.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થીનું આધારકાર્ડ
- આવકનો દાખલો
- જાતી અંગેનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઈસન્સ / રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક)
- સ્નાતક કક્ષાની માર્કશીટ
- બેન્ક પાસબુક
- જે સંસ્થામાં એડમિશન લીધું છે તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
- જે સંસ્થામાં એડમિશન લીધેલ છે તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
- ફી ભરેલ પહોંચ
કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
કોચિંગ સહાય યોજના નું ફોર્મ ભરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા
1. સૌપ્રથમ સરકારની ઓફિશિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ નીચે ફોટામાં દર્શાવેલ છે તે મુજબ જવું, ત્યાર પછી નીચે આપેલા ફોટામાં દર્શાવ્યા મુજબ નું પેજ ખુલશે.
2.ઉપરના ફોટામાં દર્શાવ્યા મુજબ apply now ના બટન ઉપર ક્લિક કરો,
3. એ થયા બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
4. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ છેલ્લે સબમીટ કરવાનું રહેશે, સબમીટ થયા બાદ આઈડી અને પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે,
5. લોગીન થઈ જાય પછી ઘણી બધી યોજનાઓ જોવા મળશે, તેમાંથી ઉપર દર્શાવેલ મુજબ કોચિંગ સહાય યોજના ઉપર ક્લિક કરવું, ફોટામાં દર્શાવ્યા મુજબ Apply now કરવાનું રહેશે.
6. ત્યાર પછી ઉપર દર્શાવ્યા મુજબનું બોક્સ ખુલશે તેમાં ક્રમ પ્રમાણે બધી પ્રોસેસ કરવાની રહેશે.
7. ત્યાર પછી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે તેમની સાઈઝ એક એમબી હોવી જોઈએ
8. છેલ્લે બાંહેધરી આપીને સબમીટ કરવાની અરજી આપવાની રહેશે.
9.ત્યાર પછી અરજી નાયબ નિયામક મંજૂર કરશે અને પછી સહાય વિદ્યાર્થીના બેંક ખાતામાં આવી જશે.
Important Links
સત્તાવાર વેબસાઇટ | https://gueedc.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 23258685/88 |
યોજના વિભાગ સરનામું | બ્લોક નં.૨, ૭મો માળ, ડી-૨ વિન્ગ , કમમયોગી ભ ન સે-૧૦,ગાંધીનગર ૩૮૨૦૧૦ |
સત્તાવાર સૂચના | PDF Official Press Release |
કોચિંગ સહાય યોજનામા વારંવાર પૂછાતા પ્રશ્નો | FAQ
સવાલ : કોચિંગ સહાય યોજના કયા વર્ગના વિદ્યાર્થીઓને મળશે?
જવાબ : આ સહાય અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓને મળશે.
સવાલ : કોચિંગ સહાય યોજનામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાની સહાય મળે છે?
જવાબ : કોચિંગ સહાય યોજનામાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ 20,000 રૂપિયાની સહાય મળે છે.
સવાલ : કોચિંગ સહાય યોજના મેળવવા માટે સ્નાતક કક્ષાએ કેટલી ટકાવારી હોવી જોઈએ?
જવાબ : કોચિંગ સહાય યોજના મેળવવા માટે સ્નાટક કક્ષાએ 50% કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ.