જાતિ નો દાખલો | Jati no Dakhlo : આપણા ભારત દેશમાં કોઈપણ વ્યક્તિ ચોક્કસ જાતી અથવા સમુદાયની છે તે સત્તાવાર રીતે જાણવા માટે સરકાર દ્વારા જાતિનો દાખલો એટલે કે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જાતિ પ્રમાણપત્ર (SC/ST) સંબંધિત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમુદાયના રહેવાસીઓને જારી કરવામાં આવે છે. તેથી એવી ભલામણો પણ કરવામાં આવતી હોય છે કે આવી જાતિના લોકો સરકાર દ્વારા આપવામાં આવતી અનામતનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર મેળવે અને સરકારના લાભો લઈ શકે. અમે આ બ્લોગમાં, તમને ગુજરાત જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કઈ રીતે કરી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું.
જાતિ પ્રમાણપત્રનો હેતુ | Cast certificates Application
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગ હેઠળ અનામત કોઈપણ વ્યક્તિ જાતિના દાખલા માટે અરજી કરી શકે છે. અને વિવિધ હેતુઓ માટે જાણતી પ્રમાણપત્ર મેળવવું જ જોઈએ. કેટલાક હેતુઓ કે જે તમને વારંવાર ઉપયોગી થતા હોય છે તે હેતુઓ નીચે મુજબ આપેલા છે.
- શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત ક્વોટા માં સીટ મેળવવા માટે જાતિ નો દાખલો ખૂબ જ જરૂરી હોઈ છે.
- શાળા/કોલેજોમાં ફી માં રાહત માટે જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે જાતિ નો દાખલો હોવો ખુબ જ જરૂરી હોઈ છે.
- બીજા ઘણા આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિ પ્રમાણપત્રની માંગ ખુબ જ જરૂરી છે.
- રોજગારના સંદર્ભમાં, નોકરી શોધનારાઓ માટે જાતિ પ્રમાણપત્ર ફરજિયાત હોય છે, જેઓ અનામત ક્વોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે છે.
- સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે, જાતિ પ્રમાણપત્ર આવશ્યક જરૂરી હોઈ છે.
- વિધાનસભાઓમાં અનામત બેઠકો માટે જાતિ પ્રમાણપત્ર આપવું ખુબ જ આવશ્યક હોય છે.
જાતિ નો દાખલો માટે માપદંડ
ગુજરાતમાં જાતિનો દાખલો કઢાવવા માટે વ્યક્તિની પાત્રતાના માપદંડો નીચે મુજબ આપેલા છે. નીચે આપેલા માપદંડો હોય તે વ્યક્તિ જ ગુજરાતમાં જાતિ નો દાખલો કઢાવી શકે છે.
- જાતિનો દાખલો કાઢવા માટે નો અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે ગુજરાત સરકારે દ્વારા જારી કરાયેલા SC/ST, SEBC અને OBC યાદીમાં અરજદારનું નામ હું ખૂબ જ અનિવાર્ય છે.
જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ
ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે. આ અરજી ઓફલાઈન કરતી વખતે ફોર્મમાં દર્શાવેલા દસ્તાવેજો અરજી ફોર્મ સાથે જોડાયેલા રાખવા. જ્યારે જાતિના દાખલાની ઓનલાઇન અરજી માટે ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
રહેઠાણનું પુરાવો. નીચે આપેલા પુરાવો માંથી કોઈ પણ એક
રેશનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ બેમાંથી કોઈ પણ એકની ઓરીજનલ નકલ.
ઓળખનો પુરાવો. નીચે આપેલા પુરાવો માંથી કોઈ પણ એક
ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ અથવા આધાર કાર્ડ આ ત્રણમાંથી કોઈ પણ એક.
જાતિનો પુરાવો. નીચે આપેલા પુરાવો માંથી કોઈ પણ એક
જાતિનું પ્રમાણપત્ર અથવા કુટુંબના સભ્યનું પેઢીનામુ (તલાટી દ્વારા જારી કરાયેલ કુટુંબ આંબો) અથવા ગ્રામ પંચાયતના સરપંચ/પટવારી,તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની સાચી નકલ અથવા નગરપાલિકાના વડા/મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની સાચી નકલ અથવા સંબંધનો પુરાવો – વ્યક્તિનું સોગંદનામુ અથવા પાસપોર્ટ સાઇઝનો ફોટો.
જાતિ ના દાખલા માટે અરજીની પ્રક્રિયા
જાતિનું પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ઓનલાઈન હતો ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે. જાતિના દાખલા માટેની ઓફલાઈન અરજી અને ઓનલાઈન અરજી અમે તમને સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ જણાવીશું.
જાતિ ના દાખલા માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા
- અરજદારે મામલતદાર/તલાટી અથવા સમાજ કલ્યાણ ખાતા ઑફિસની મુલાકાત લઈ ને ત્યાંથી જાતિ ના દાખલા માટે ફોર્મ લેવું. અરજદાર નીચે આપેલી લિંક પર થી પણ જાતિ પ્રમાણપત્ર અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. જાતિ નો દાખલો PDF ફોર્મ
- ફોર્મ ભરો અને મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો તેની સાથે જોડવાના રહેશે. જો ફોર્મમાં પેઢી નામુ ની આવશ્યકતા હોય, તો અરજદારે સંબંધિત કચેરીમાં ચકાસણી માટે બે લોકોને લઈ જવાના રહેશે. જો જાતિનો પુરાવો ઉપલબ્ધ ન હોય તો, ફોર્મમાં વ્યાખ્યાયિત કરેલ સોગંદનામુ સંબંધિત કચેરીમાંથી રજૂ કરવાનું રહેશે.
- જાતિના પુરાવા ધરાવવાના કિસ્સામાં અથવા જો ફોર્મમાં પેઢી નામુ જરૂરી ન હોય, તો અરજદાર દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સબમિટ કરવા માટે સીધા જ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં જઈ શકે છે.
- અરજદાર એક દિવસ પછી જાતિ નો દાખલો ઓફિસ જઈ ને લઇ શકે છે.
જાતિ ના દાખલા માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા
જાતિ ના દાખલા માટે ઑનલાઇન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી પ્રક્રિયા નીચે દર્શાવેલ છે.
- સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. Digital Gujarat
- ત્યારબાદ તમારી સામે એક Login નું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમારે Request A New Services નામનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં બધી જ સુવિધાઓ તમને જોવા મળશે.
-
- અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર (Scheduled Caste Certificate Gujarat)
- અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર (Scheduled Tribe Certificate Gujarat)
- બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર (Unreserved Caste Certificate Gujarat)
- આર્થિક રીતે નબળા વર્ગો માટે પ્રમાણપત્ર (Certificate For Economically Weaker Sections Gujarat)
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (Socially and Educationally Backward Class Certificate Gujarat)
- વિચરતી વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર (Nomad-Denotified Caste Certificate Gujarat)
તમારે જે પણ જ્ઞાતિ કે જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
- હવે સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો. પછી “Continue to Service” પર ક્લિક કરો.
- હવે તમારી Request ID અને એપ્લિકેશન નંબર જનરેટ થશે. મહેરબાની કરીને નોંધ કરો અને “Continue” પર ક્લિક કરો
- કૃપા કરીને અરજદારની માહિતીની વિગતો ભરવાની રહેશે અને “Next” ક્લિક કરો
અરજદાર માહિતી (મૂળભૂત અરજદાર, વ્યવસાયિક,કુટુંબ વિગતો) સર્વિસ ની વિગતો (જાતિની વિગતો)
- હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ લઈ શકો છો અને પછી તમારે ઑનલાઇન પૈસા ની ચુકવણી સાથે આગળ વધી શકો છો.
પૈસા ભરવા માટે બે વિકલ્પો છે.
-
- Using E-Wallet
- Using Gateway
કૃપા કરીને બે વિકલ્પોમાંથી કોઈપણનો ઉપયોગ કરીને પૈસા ભરવાના રહેશે: ઈ-વોલેટ, ગેટવે.
- ચુકવણીનો વિકલ્પ પસંદ કરો અને ચુકવણી કરવા માટે “Send OTP” બટન પર ક્લિક કરો. વધુમાં, નાગરિકને મોબાઇલ પર OTP આવશે.
- OTP દાખલ કર્યા પછી, ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “Confirm” બટન પર ક્લિક કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
જાતિ ના દાખલા અરજી ની સ્થિતિ કેવી રીતે કરવું ?
સફળતાપૂર્વક અરજી સબમીટ કર્યા પછી તમારા પ્રોફાઈલ અથવા તો દસ્તાવેજની ચકાસણી કરવા માટે નાગરિકે કોઈ પણ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર હોતી નથી નાગરિકે તેની અરજીની સ્થિતિ અંગે એસ.એમ.એસ દ્વારા પણ સુચનાઓ પ્રાપ્ત થઈ શકે છે.
તો મિત્રો, તમને આ બ્લોગમાંથી ઘણી બધી માહિતીઓ જાણવા મળી હશે. અને તે માહિતીઓ તમારે ઉપયોગી પણ હશે તો તમને આવીને આવી નવી નવી માહિતીઓ જાણવા માટે રોજબરોજ અમારી સાથે જોડાયા રહો અને તમારા મિત્રોને પણ આ બ્લોગ શેર કરો જેથી તે પણ કોઈ નવી માહિતી જાણે અને તેમને પણ કહો કે અમારી સાથે જોડાઈ રહે તેથી તેને પણ નવી નવી માહિતીઓ રોજબરોજ જાણવા મળતી રહે.
જય હિન્દ જય ભારત…