10 પાસ માટે ડ્રાઇવરની સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, પગાર 69100, છેલ્લી તારીખ 26 જુલાઈ 2023

10TH PASS RECRUITMENT: જો તમે પણ એક સરકારી નોકરીની શોધમાં છો અથવા તમારા મિત્ર કે ફેમિલી સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરીની શોધમાં હોય તો તેના માટે અહીં એક ખુશ ખબર લઈને આવ્યા છીએ. ધોરણ 10 પાસ વ્યક્તિઓ માટે સરકારી નોકરીની જાહેરાત બહાર આવી છે. માટે આ લેખને તમારા મિત્ર, ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારો એક શેર કોઈ વ્યક્તિની જિંદગી બદલી શકે છે. તો ચાલો આ લેખ દ્વારા આ ભરતીની મહત્વની તારીખ, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, પગાર ધોરણ, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી મેળવીશું.

ભરતી બહાર પાડતી સંસ્થાનું નામ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
પોસ્ટનું નામ  કોન્સ્ટેબલ-ડ્રાઇવર
નોકરીનું સ્થળ ભારત
સત્તાવાર વેબસાઈટ ની લીંક itbpolice.nic.in
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
ભરતી ની જાહેરાત તારીખ 12 જુન 2023
ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023

આઇટીબીપી ભરતી ની મહત્વ ની તારીખો

આ ભરતી આઇટીબીપી (ITBP) દ્વારા 12-જૂન-2023 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમજ આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 27-જૂન-2023 થી શરૂ થઈ ગઈ છે. ઉપરાંત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26-જુલાઈ-2023 છે.

આઇટીબીપી ભરતી ની  પોસ્ટનું નામ

આઇટીબીપી ની ભરતીની જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ ડ્રાઇવર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કોન્સ્ટેબલ ડ્રાઇવર

આઇટીબીપી ભરતી ની કુલ ખાલી જગ્યા

કોન્સ્ટેબલ ડ્રાઇવર ના પોસ્ટ માટે આઇટીબીપી (itbp) દ્વારા કુલ 458 ખાલી જગ્યા ની જાહેરાત કરાય છે.

458 ખાલી જગ્યા

પોસ્ટનું પગાર ધોરણ

આઇટીબીપી (ITBP) ની આ કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવા લાયક છે. સરકારી નોકરી હોવાથી પગારની સાથે-સાથે બીજા ઘણા સરકારી કર્મચારીના લાભો મળી શકે છે.

પોસ્ટ માટેની લાયકાત

આઈટીબીપી (ITBP) ની આ ભરતીમાં અરજી કરવા માટે નોકરી ઈચ્છુક ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. તેમજ અરજદાર પાસે વ્હીકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પણ જરૂરી છે.

ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

આધાર કાર્ડ
શૈક્ષણિક માર્કશીટ
લિવિંગ સર્ટિફિકેટ
એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
ફોટો
ડ્રાઇવિંગ લાઇસન્સ

પસંદગી પ્રક્રિયા

આઇટીબીપી (ITBP) ની આ કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે નીચે દર્શાવેલી પરીક્ષાઓમાંથી પાસ થવું જરૂરી છે.

શારીરિક ધોરણની કસોટી શારીરિક
શારીરિક કાર્યક્ષમતા ની કસોટી
લેખિત કસોટી
મેડિકલ ચેકઅપ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ડ્રાઇવિંગ ટેસ્ટ

ITBP ની કોન્સ્ટેબલ ડ્રાઇવર માટેની પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?

આઇટીબીપી (ITBP) ની આ ડ્રાઇવર કોન્સ્ટેબલની ભરતી મા અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપનું પાલન કરો.

  • નીચે દર્શાવેલી જાહેરાત માટેની વેબસાઈટ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
  • ત્યારબાદ જો તમે યોગ્ય હોવ તો આઇટીબીપી ની સત્તાવાર વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી login કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા નવા પેજમાં ફોર્મ માં તમામ માંગેલી માહિતી ભરી દો અને સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરો. .
  • આ રીતે તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
આ લેખ વિશે પણ વાંચો
GSRTC માં સરકારી નોકરીની ભરતી જાહેર, છેલ્લી તારીખ 5-8-2023
7 પાસ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી, પગાર 1 લાખ રૂપિયા
12 ધોરણ પાંચ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક. 759 ખાલી જગ્યા પગાર ધોરણ 63200
12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023

આઇટીબીપી ની ભરતી માટેની જરૂરી વેબસાઈટ લીંક

ભરતીની જાહેરાત માટે ની લીંક અહીં ક્લિક કરો
(ITBP) આઇટીબીપીની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

 

જરૂરી નોંધ

અરજી કરતાં પહેલાં ભરતી જાહેરાત કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરીને એકવાર જાહેરાત ચેક કરી લેવી. આ લેખ દ્વારા અમારો ઉદ્દેશ મહત્વની માહિતી તમારી સુધી પહોંચાડવાનો છે.