સુરત એરપોર્ટ: આપણા ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં એરપોર્ટ આવેલા છે. જેમાં અમદાવાદમાં મોટું એરપોર્ટ છે. તેમજ ત્યાંથી દરરોજ લાખો યાત્રીઓ સફર કરીને આવે છે તથા જાય છે. તેમ જ તાજેતરમાં સુરતના એરપોર્ટનું પણ કામ પૂર્ણ થઈ ગયું છે, અને તેને નવો લુક આપવામાં આવ્યો છે. જે 17મી ડિસેમ્બરે ભારતના પ્રધાનમંત્રીએ એરપોર્ટને લોકો માટે ખુલ્લું મૂકવામાં મહત્વનો હાથ ભોજવ્યો તેમ જ મુહૂર્ત કર્યો હતો. તે પહેલા એરપોર્ટની તસવીરો સામે આવી છે. જે જોતાં જ લાગે છે કે આ એક રાજમહેલ છે અને હેરિટેજ લુક આપવામાં પણ આવ્યું છે.
સુરત એરપોર્ટ હેરિટેજ લુક ડિઝાઇન
એરપોર્ટના ટર્મિનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી ડિસેમ્બર 2024 ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને સુરત એરપોર્ટ ટર્મિનલ નો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં જોવા મળશે. જે હેરિટેજ નું પ્રતિનિધિત્વ કરે છે અને ટર્મિનલ ની અંદર ગુજરાત અને સુરત શહેરની પરંપરા ને આર્ટવર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. જેથી લોકો તે જોઈ શકે છે અને આ એરપોર્ટના પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353.25 કરોડ રૂપિયા થયો હોય તેવું અનુમાન આવી રહ્યું છે. તેમ જ આ પ્રોજેક્ટમાં ટર્મિનલ બિલ્ડિંગમાં અને એપ્રોન નું વિસ્તરણ ટેક્સી ટ્રેક નું બાંધકામ વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ સુવિધાઓ
હવે આ એરપોર્ટના મુસાફરો માટે 20 ચેકિંગ કાઉન્ટરો તેમજ 5 ઓવર બીજો અને 13 ઈમીગ્રેશન કાઉન્ટરો જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. જે એરપોર્ટ દરમિયાન પ્રતિ કલાક 18 મુસાફરોની સેવા આપવા સક્ષમ છે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું છે. જે ટર્મિનલ ની ડાબી બાજુ અને જમણી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવ્યું છે. જે કુલ 17046 ચોરસ મીટર છે.
ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની સંપૂર્ણ ડીઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજિત 200 વર્ષ જુના રાંદેરના જૈન ટ્રસ્ટમાં મકાનના પહેલા માલની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ એલીગેશન ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જેમાં કોતરણી કામ મૂકવામાં આવ્યું છે. જેમાં તે સમયે થયેલ ઘટના અને કથાના આધારે ચિન્હો પણ મૂકવામાં આવ્યા છે.
સુરતના નવા એરપોર્ટની વિશેષતાઓ
353 કરોડનો ખર્ચ
એએઆઈએ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટના કામકાજ માટેનું કામ જોર સોર થી ચાલી રહ્યું હતું. જેમાં 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર અને સરળતાથી અવર-જવર થઈ શકે છે.
ટર્મિનલ બિલ્ડીંગ 20 ચેક કાઉન્ટર, 5 ઓવરબ્રિજ અને ઇનલાઇન બગેજ હેન્ડલિંગ સિસ્ટમ તથા આવતા મુસાફરો માટે પાંચ કન્વેયર બેલ્ટ હશે.
નવા ટર્મિનલ બિલ્ડીંગમાં 460 થી વધુ કાર પાર્કિંગ માટેની જગ્યાઓ રાખવામાં આવી છે. તેમજ આ ટર્મિનલ 4 સ્ટાર GRIHA રેટેડ ઉર્જા ધરાવે છે. ટર્મિનલ બિલ્ડીંગની અંદર ગુજરાતની પરંપરા અને કળા તેમજ સંસ્કૃતિની પ્રતિબિંબ કરી છે. આ એરપોર્ટ દેશભરના 16 શહેરો સાથે સીધો સંબંધ ધરાવે છે. સુરત એરપોર્ટ નું નવું વર્લ્ડ ક્લાસ ટર્મિનલ બિલ્ડિંગ આ સુરત શહેર સાથે ની કનેક્ટિવિટી વધારશે.
તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે, તમને આ માહિતી ખૂબ જ સરસ લાગી હશે અને મહત્વપૂર્ણ પણ લાગી હશે. તો આવીને આવી નવી નવી માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો અને તમારા મિત્રોને પણ શેર કરો કે જેથી તે લોકોને પણ નવું નવું જાણવા મળતું રહે. જય હિન્દ જય ભારત.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |