ગુજરાતમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહો | પરેશ ગોસ્વામીએ કરી હવામાનની સૌથી મોટી આગાહી

પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે 23 મી તારીખથી લઈને પવનની જે સ્પીડો વધી રહી છે તે ઘટવાની શક્યતાઓ પણ આવી રહી છે અને આવતીકાલથી પવનની સ્પીડ ફરીથી 8થી લઈને 11 કિલોમીટરની થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં પવન સાથે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે, ત્યારે થોડા દિવસોથી રાજ્યમાં કાળા વાદળો અને પવનને ઠંડી વધારી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી રહી છે. તેમાં પોતાના અનુમાનમાં રાજ્યોમાં ઠંડી, માવઠો, ઝાંકળ વર્ષા અને પવનની ગતિ અંગે જણાવ્યું તો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ઘાટા વાદળો થવા છે, પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી.

હવામાનની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ youtube ચેનલ પર પણ એવી માહિતી આપી હતી કે 22 ડિસેમ્બરના રોજ વધારે ઘાટા વાદળો થશે. તેમ જ ફરીથી માવઠાનો ડર પણ ઉભો થઈ શકે છે પરંતુ ડરવાની કોઈ જ જરૂર નથી. ઘાટા વાદળોને કારણે અમુક વિસ્તારોમાં છુટા છવાયા સામાન્ય છાંટા પણ પડી શકે છે.

આ સાથે તેમને 23મી ડિસેમ્બરના રોજ ફરીથી વાતાવરણ ખુલ્લું થઈ જશે. તેમ જ આ સાથે તેમને આગાહીમાં જણાવ્યું છે, કે નજીકના ભવિષ્યમાં માવઠાની શક્યતાઓ પણ દેખાતી નથી અને તેમને કહ્યું હતું કે વાદળોમાં કાત્રો બંધાય અને ઘાટા વાદળો બંધાય એટલે તેના 20025 દિવસ પછી વરસાદ થવાની શક્યતાઓ હોય છે, એટલે કે આપણી 19 થી લઈને 27 જુલાઈ સુધી ચોમાસા દરમિયાન વરસાદનો લાભ મળશે. તેમ જ આવનારા વર્ષમાં 27 જુલાઈની આસપાસ હાલ બંધાયેલા કાતરા ને કારણે આપણને લાભ થશે એવું દેખાવ આવે છે, અને આ કાતરો થયો તે આપણા માટે સારી બાબત કહેવામાં આવશે.

પરેશ ગોસ્વામી એ જણાવ્યું હતું કે, 23મી તારીખથી ભવાની વધેલી સ્પીડ ઘટવાની છે. તેમજ આવતીકાલથી પવનની સ્પીડ ફરીથી આઠથી લઈને 11 કી.મી થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે. જો પવનની સ્પીડ ઘટવાને કારણે તાપમાનમાં પણ બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તાપમાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 28 થી 31 ડિગ્રી સુધીનું નોંધાઈ રહ્યું છે. તેમાં અમુક જગ્યાએ 30 થી લઈને 34 ડિગ્રી તાપમાન પણ જોવા મળી શકે છે.

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરતા જણાવ્યું કે 23 તારીખથી ચાર દિવસ સુધી તાપમાન ખૂબ જ ઊંચું જઈ શકે છે, એટલે એક થી બે ડિગ્રી તાપમાન ઊંચું જઈ શકે છે. પરંતુ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેર પડશે નહીં તો એ તો હાલ છે. તેમજ નીચું રહેશે અને સામાન્ય રીતે ઠંડી છે. તેના કરતા તાપમાન નીચું જવું જોઈએ એવું નથી થયું છતાં પણ ઠંડી જોવા મળી છે, અને આવનારા દિવસોમાં ઠંડી જોવા મળશે પરંતુ 23 થી 26 ડિસેમ્બરમાં એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. ખેડૂતોનું જોવા માં આવે તો હાલના બદલાતા વાતાવરણમાં તેમને સલાહ આપતા જણાવ્યું છે, કે હાલ તમારા શિયાળુ પાકને યુરિયા ખાતર આપશો નહીં, અને જો યુરિયા ખાતર આપશો તો સુકારાની સમસ્યાઓ પણ વધી શકે છે. આ સાથે તમે જે ખાતર માંથી નાઇટ્રોજન વધતું હોય તેવું ખાતર પણ તમે ન આપો.

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો ગુજરાતમાં આગામી પાંચ દિવસનું ઠંડીનું પ્રમાણ વધશે કે માવઠાનું જોર વચ્ચે તે અંગે હવામાન વિભાગે ઘણી બધી આગાહીઓ કરી છે. તો ચાલો જાણીએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે ઠંડી વિશે.

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં એ જણાવ્યું કે, આગમ પાંચ સાત દિવસ ગુજરાતમાં મોટાભાગે વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવનાઓ છે. તેમજ વરસાદ અંગે જણાવતા કહ્યું હતું કે વરસાદ પડવાની વધારે સંભાવના નથી. જોકે, આજથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેવાની શક્યતાઓ નથી. આ સાથે તાપમાનમાં ફેરફાર અંગે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને અત્યારે જેટલું તાપમાન છે તેટલું જ જોવા મળી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જોવા મળશે. જેના કારણે ઠંડીમાં આસિંક ઘટાડો થશે.

તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે, તમને આ માહિતી ખૂબ જ સરસ લાગી હશે અને મહત્વપૂર્ણ પણ લાગી હશે. તો આવીને આવી નવી નવી માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો અને તમારા મિત્રોને પણ શેર કરો કે જેથી તે લોકોને પણ નવું નવું જાણવા મળતું રહે.
તો મિત્રો, જય હિન્દ જય ભારત…

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો