ડૉ. આંબેડકર આવાસ યોજના 2024 : જરૂરી દસ્તાવેજો, લાભો, અરજી પ્રોસેસ | Dr. Ambedkar Awas Yojana Gujarat

ડૉ. આંબેડકર આવાસ યોજના 2024 | Dr. Ambedkar Awas Yojana Gujarat: મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ડૉ. આંબેડકર આવાસ યોજના વિશે. આમ તો આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે. એક સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આપણા ગુજરાતમાં પણ ઘણા કુટુંબો ઘર વિહોણા છે. તેમજ ઘણા કુટુંબોનને રહેવા માટે પાક્કા મકાનો પણ નથી. એટલા માટે આપણી રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકો ને પાક્કા મકાન આપવા માટે એક યોજના બહાર પાડી છે. તેનું નામ આંબેડકર આવાસ યોજના છે. આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કુટુંબદીઠ 1,20,000રૂ. ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. આ યોજના ઘર વિહોણા કુટુંબો માટે તો આશીર્વાદરૂપ નીવડે છે. હવે આપણે જાણીશું ડૉ. આંબેડકર આવાસ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે અને અરજી માટેની પ્રક્રિયા કઈ છે.

ડૉ. આંબેડકર આવાસ યોજના શું છે?

ડૉ. આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકો ને ઘર બાંધવા માટે રૂ.1,20,00 ની સહાય આપવામાં આવે છે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ રકમ થી સારું મકાન બનાવી શકાય છે. તેમજ મફત માં મકાન મળી જાઈ છે. આ યોજના નો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજના નો લાભ મળતો હોય છે.

ડૉ. આંબેડકર આવાસ યોજના હાઇલાઇટ | Dr. Ambedkar Awas Yojana Gujarat Highlight

યોજનાનું નામ ડૉ. આંબેડકર આવાસ યોજના
યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
યોજનાનો વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાના લાભાર્થીઓ અનુસૂચિત જાતિના લોકો
યોજનામાં મળવાપાત્ર સહાય રૂ.1,20,000 રૂપિયા ની સહાય
યોજના માટે હેલ્પલાઇન નંબર 07923259061
યોજનાની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in

ડૉ. આંબેડકર આવાસ યોજના નો હેતુ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે. તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ ૩ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ યોજના માં પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ ૧,૨૦,૦૦૦ આપવામાં આવે છે.

આવાસ યોજના લાભ કોણ લઈ શકે?

  • આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:
  • આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટેઅરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
  • જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
  • આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
  • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.

ડૉ. આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો

  1. ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
  2. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
  3. આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
  4. પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
  5. પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.
  6. તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.

યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદાર નું આધાર કાર્ડ હોવું જોઈએ.
  • આવકનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • રેશનકાર્ડ જોઈએ.
  • જાતિનો દાખલો હોવો જરૂરી છે.
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ) પૈકી કોઈપણ એક.
  • જમીન માલિકીનો પુરાવો
  • બેન્ક પાસબુક હોવી જરૂરી છે.
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ ઘોષણા પત્ર
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો

ડૉ. આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

IMPORTANT LINKS

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
યોજનાનો હેલ્પલાઇન નંબર 07923259061
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

આંબેડકર આવાસ યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

સવાલ 1 : ડૉ. આંબેડકર આવાસ યોજના માં ઘર બાંધવા માટે મળવા પાત્ર સહાય કેટલી હોય છે?

જવાબ : ડૉ. આંબેડકર આવાસ યોજના માં ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે

સવાલ 2 : ડૉ. આંબેડકર આવાસ યોજના માં અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષની હોવી જોઈએ?

જવાબ : ડૉ. આંબેડકર આવાસ યોજના માં અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.

સવાલ 3 : ડૉ. આંબેડકર આવાસ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી?

જવાબ : ડૉ. આંબેડકર આવાસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી.

સવાલ 4 : ડૉ. આંબેડકર આવાસ યોજના માં કોને લાભ મળવા પાત્ર છે?

જવાબ : ડૉ. આંબેડકર આવાસ યોજના માં અનુસૂચિત જાતિના લોકોને લાભ મળવા પાત્ર છે.

સવાલ 5: આંબેડકર આવાસ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવાનું?

જવાબ : આ યોજનના ફોર્મ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાના રહશે.